Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 338
________________ નરપતિ રેવતી રાણી તાસ, જાસ વિલાસ ગતિ ભણી; નરપતિ પ્રમદા પ્રીતમ પ્રીત, સંપદ સેવે સુર તણી. ૭ નરપતિ એક દિન દંપતી દોય, ક્રીડા કારણ સંચર્યા; નરપતિ સુભટ સવે પરિવાર, વનમાં તરૂ-અધ-ઉતર્યા. ૮ નરપતિ ઈણિ અવસર તરૂપાસ, મુનિવર ધ્યાન-ઘટા વર્યા; નરપતિ એકણ કૃત કાઉસ્સગ્ગ, દંપતી દગૂપથ સંચર્યા. ૯ નરપતિ નૃપ કહે તવ સુણ નારી, એ મુનિવર રૂડો યતિ; નરપતિ ધ્યાન ધરે એક ચિત્ત, ધન ધન જગમાં એ વ્રતી. ૧૦ નરપતિ કહે સુણી રાણી તામ, સાચી વાત તમે કહી; નરપતિ પણ કહો તો ક્ષણમાંહી, ધ્યાન ચુકાવું હું સહી. ૧૧ નરપતિ ઇમ સુણી રેવતી રાણી, મુનિવર પાસે સા ઘણી; નરપતિ હાસ્ય વિલાસ કરંત, કરત દુગંછા ગુરુ-તણી. ૧૨ નરપતિ કરત હસામસ તાસ, મુહપત્તિ ઓછો સા ગ્રહે, નરપતિ અનુકૂલ મુનિ ઉવસગ્ગ, પણ મુનિવર ધ્યાને રહે. ૧૩ નરપતિ બાર ઘડી મુનિરાજ, વિગોવ્યા ધ્યાને છતે; નરપતિ મુનિવર ન ચલે ધ્યાન, તવ નૃપ કહે રાણી પ્રતે૧૪ નરપતિ એ રૂડો અણગાર, ન ઘટે હાંસી સુંદરી; નરપતિ ઇમ વારી તવ નારી, હાસ્ય કરણથી ઓસરી. ૧૫ નરપતિ ધ્યાન પૂરણ મુનિરાજ, યોગ્ય જીવ જાણી કરી; નરપતિ દંપતી આગળ તામ, મુનિએ વાણી ઉચ્ચરી. ૧૬ નરપતિ દાન દીયો સુપાત્ર, નિર્મલ શીયલ ધરો સદા; નરપતિ તપ કરો વિવિધ પ્રકાર, શુભ ભાવન શિવ સંપદા. ૧૭ નરપતિ ધર્મ સુણી બિહું તામ, નિજ નિજ ચિતે સહ્યો; નરપતિ તત્વત્રયી ઓલખંત, ઉપગારી મુનિ જે કહ્યો. ૧૮ નરપતિ રાણી તવ શુભ ભાવ, દાન દીએ મુનિરાજને; નરપતિ બાંધે પુન્ય અનંત, પાત્ર સવે શિરતાજને. ૧૯ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) 30

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362