Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 343
________________ પૂર્ણ કરીને મનુષ્ય ભવ મેળવ્યો. હે રાજન! સુરરાજાનો જીવ તે તમારી નગરીમાં ધનાવહ શ્રેષ્ઠીને ત્યાં પુત્ર તરીકે અવતર્યો, જે અમરકુમાર અત્યારે તમારી સાથે બેઠા છે. રેવતીનો જીવ દેવલોકમાંથી આવી તારી પુત્રી સુરસુંદરી તરીકે અવતરી. મુનિ ભગવંતને બાર ઘડી સંતાપ્યા. ધ્યાનમાં વિચલિત કર્યા. તે કર્મના અનુસારે સુરસુંદરીને પોતાના પતિથી બાર વર્ષનો વિયોગ થયો. વળી મુનિની દુર્ગચ્છા કરવાથી મગરના ઉદરમાં જવું પડ્યું. તે પછી પોતે ધર્મને આરાધ્યો. દાન-શીલ-તપભાવરૂપ ધર્મની આરાધનાએ સુખસંપદા પામ્યા. મુનિભગવંતને આહાર પાણી પડિલાભીને યાચકોને દાન આપતી હતી. તે પુણ્ય થકી રાજરમણીના સુખો મેળવ્યાં. ઉત્તમ પ્રકારની વિદ્યાઓ મેળવી. પ્રબળ પુણ્ય થકી રાજયને પણ મેળવ્યું. નવપદમય નવકાર મહામંત્રના જાપથી, ધ્યાનથી તથા શીયળના પ્રભાવથી જગતમાં સંપત્તિ સુખ અને યશને વરી. મુનિના વચનો સાંભળીને પૂર્વભવની વાત સાંભળી અમરકુમાર અને સુરસુંદરી શુભવિચારે ચડ્યા. ને ત્યાં જ બંનેને જાતિસ્મરણશાન થયું. પોતાનો પૂર્વભવ જોયો. સંસાર બિહામણો લાગ્યો. સંસાર અસાર લાગ્યો. સંસારથી વિરકત થતાં દંપતી મુનિભગવંતને હાથ જોડી કહે છે. હે ગુરુદેવ! અમારા આત્માનો ઉદ્ધાર કરો. કારણકે આપ વિના અમારા હિતની વાત કોણ કહે. પરમ ઉપકારી ગુરુદેવ! આપ અમારા નાથ છો. તુમ સરિખા અમારા નાથ બનીને અમારા માથા ઉપર રહેલા છો. હે ગુણનિધિ! તમારી આજ્ઞા અમને શિરસાવંધ છે. આપની સનાથતાએ કર્મરાજાની તાકાત હવે અમને સતાવવાની કે પાસે આવવાની નથી. જેથી હવે અમારે સંસારમાં રખડવું નથી. અમારે માથે આપ સિંહ જેવા ગાજો છે. તેથી કર્મરાજા બોકડો બની ગયો છે. હે પરમ તારક! જગતમાં સૂર્યઉદયે સૂર્ય પોતાના કિરણો ફેલાવતાં અંધકાર નાશ પામે છે. તેમ અમારા જીવનમાં આપ સૂર્ય જેવા પ્રકાશમાં અમારો અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામ્યો છે. હું તરણ તારણહાર! આ ભવ સમુદ્રથી અમને તારો, અમારો ઉદ્ધાર કરો. અમર અને સુંદરીની વિનતિ સાંભળી પૂ. ગુરુ મહારાજ કહે છે, હે ભવ્ય જીવો! આ સંસારથી તરવા માટે પરમાત્માએ આદરેલી પ્રવજ્યા છે. જે દુરિતને હરે છે, કલ્યાણને કરે છે. મોક્ષ મેળવવામાં કારણભૂત મહાન ઉપકારી છે. ભવજલ તરવામાં નાવ સમાન છે. પરમાત્માએ બતાવેલ દીક્ષાને શુભભાવપૂર્વક જે ગ્રહણ કરે છે તે પ્રાણી જન્મથી અફલીન હોય તો કુલવાન થાય છે. એટલે નીચકુળમાં જન્મ થયો હોય અને ધર્મ પામતાં ગૃહસ્થાવાસ છોડીને જિનેશ્વરના માર્ગે દીક્ષા લઇને પ્રયાણ કરે તે કુલીન કહેવાય છે. દીક્ષામાં નીચ-ઉંચના ભેદ નથી. સર્વ સમાન છે. મૂરખ હોય તો ગુરુમહારાજ ભણાવીને જ્ઞાનવાન બનાવે છે. વળી દેવેન્દ્રો અને નરેન્દ્રો આજના દીક્ષિત મુનિના ચરણોમાં ઝૂકે છે. નમસ્કાર કરે છે. આવા પ્રકારની દીક્ષાના પ્રભાવે શાસનને સંપ્રતિ મહારાજ મળ્યા છે. જિનેશ્વર ભગવંતે ફરમાવેલી દીક્ષા એજ જગતના જીવોએ આદરવા યોગ્ય છે. તે આત્મા કલ્યાણકારી બને છે. સંવેગરસથી ભરપૂર દેશના સાંભળીને અમર-સતી બંને સંયમ ગ્રહણ કરવા ઉત્સુક બન્યા. દંપતી ગુરુમહારાજને વિનંતી કરે છે- હે ગુરુદેવ! હે સાહેબ! તો હવે અમને પરમાત્માની પાવનકારી પ્રવજ્યાનું દાન આપો. દીક્ષા આપીને અમારા ભવોભવના સત્તાના પડેલા, એકઠાં કરેલાં પાપોને કાપીએ. જ્ઞાનધર મુનિભગવંત કહે છે- હે પુણ્યાત્માઓ! આત્મ કલ્યાણ કરવા માટે પ્રવજયા પામવા માટે તમે તમારા માતપિતાની અનુમતિ માંગો. કલ્યાણ માર્ગે જતાં આ ભવના ઉપકારી માત-પિતાની આશીર્વાદ સહ આજ્ઞા મેળવો. તેથી સંયમમાર્ગ નિષ્કલંક અને નિષ્ફટક બની રહે. આ પ્રમાણે દંપતીને સૂચના આપી. દંપતી ગુરુની આજ્ઞા મેળવીને કહ્યા પ્રમાણે કરવા માટે ઉજમાળ બન્યા. મુનિભગવંત દંપતીના માતા-પિતા આદિ સભાને ઉદેશીને કહે છે તે સજજનો! સંસાર સમુદ્રથી તરવા માટે એક દીક્ષા (૩૧૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362