Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 361
________________ વળી આ રાસ મૂલસૂત્રમાં બે હજાર બસો સીત્તેર(૨૨૭૦) શ્લોકની સંખ્યા ભાખી છે. તેમાં એક શ્લોકના વર્ણ બત્રીસ પ્રમાણના છે. ન કોઇપણ પંડિતજન કે ઉત્તમ કવિ આ ચરિત્રને રાસરૂપે વાંચતાં કે સાંભળતાં, કૃપા કરીને મારી હાંસી ન કરશો કારણ હું મંદબુદ્ધિવાળો છું. આરીતે કવિ પોતાની લઘુતા દર્શાવે છે. કવિરાજ વળી આગળ કહે છે મંદબુદ્ધિથી આ લખ્યું છે. કંચનને ઘસવાથી, કસવાથી વધારે શુદ્ધિને પામે છે. તેમ મારા આ પ્રયત્નને પંડિતો (કંચનની જેમ ઘસીને) વાંચીને સુધા૨ીને વધારે શુધ્ધિને ક૨જો. જે ભવ્યજીવો આ ચરિત્રને વાંચશે, સાંભળશે, તેના ઘર વિશાળ ઋદ્ધિ સિદ્ધિ અને નવનિધિ પામશે. તેના આંગણે, કપાળમાં સિંદુરે શોભતા હાથીઓ ઝુલશે. વળી તેનું ઘર અતિશય ઝાકઝમાળ થશે. તે નર વાંચતાં પોતાની જીભને, સાંભળતાં પોતાના બંને કાનને સફળ કરીને માંગલિક માળાને વરશે. વળી દેવલોકના સુખ ભોગવી, અનુક્રમે શિવસુંદરીની વરમાળા કંઠે સ્થાપન કરશે. (ચોપાઇની- દેશી) સુરસુંદરીનો રાસ રસાલ, શ્રોતાને ઘર મંગલમાલા, તિર્ણ કારણ સુણી આદર કરો, વીર કહે જયલીલા વરો. ૧ આ મહાસતી સુરસુંદરીનો રાસ વિવિધ રસોથી ભરેલો છે. તેને સાંભળનારના ઘરે હંમેશા મંગળની માળા પ્રાપ્ત થશે. તે કારણથી બહુમાનપૂર્વક આ રાસને સાંભળીને વીરવિજયજી મ. સા. કહે છે કે જય વિજયની લીલાને મેળવો. ચતુર્થ ખંડ સમાપ્ત ઇતિ શ્રી સુદસુંદરીનો રાસ સમાપ્ત (૩૨૮) (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 359 360 361 362