Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 359
________________ (૩૨૬) તાસ શિષ્ય શશિસમ શીતલતા, ખિમાગુણ ભંડારોજી, સંવેગી ગીતારથ સારથ, ખિમાવિજય જયકારોજી. ૬ સંત પ્રસંત વિમલ જશવંતા, ખંત્યાદિક ગુણવંતાજી, ભવ્યવન જ વિકસિત સવિતાસમ, શ્રી જસવિજય મહેતાજી. ૭ તાસ શિષ્ય વૈરાગી ત્યાગી, રાગી શ્રુત સોભાગીજી, ઉત્તમ સંગી પરિણિત રંગી, શુભકીરિત જસ જાગીજી. ૮ પંડિત સુગુણ સનેહી સુખકર, અનિશ જે અપમાઇજી, શુભ શુભકાર્ય કરણ મતિગતિ વર, શ્રી શુભવિજય સવાઇજી. ૯ તાસ ચરણ સુપસાય લહીને, વયણ વિલાસહ કીધોજી, પરભૃત મંજરી આસ્ય પ્રવેશન મધુર વહેતુ પ્રસિધ્ધોજી. ૧૦ મુનિ શર હસ્તિ શશિ (૧૮૫૭) સંવત્સર, નમી શંખેશ્વર પાસુજી, શ્રાવણ સુદિ ગુરુવાર ચતુર્થી, રાજનગર ચોમાસુંજી. ૧૧ રાસ-તણી રચના એ કીધી, ભવિયણને હિત હેતેજી, બાવન ઢાળ રસાલ મનોહર, વયણ સુયુકિત ઉપેતેજી. ૧૨ એક સહસ્ર શત પંચ ઉપર વળી, ચઉરાસી અધિકેરીજી, ગાથા રાસની સકલ ઢાલની, સંખ્યા એહ ભલેરીજી. ૧૩ અધિકો ઓછો અક્ષર પદ, અણ-જાણપણે જે ભાખ્યોજી, તે મુજ મિચ્છા દુકકડ હોજો, સંઘ સકલની સાખ્યોજી. ૧૪ દોય સહસ શત દ્વય એક સત્તરી, શ્લોકની સંખ્યા જાણોજી, મૂલ સૂત્રની સંખ્યા ભાખી, બત્રીસ વર્ણ પ્રમાણોજી. ૧૫ પંડિતજન મત કરશો હાંસી, મંદમતિ મુજ દેખીજી, વીરવિજય કહે કંચન કસીએ, કરો કવિ શુદ્ધ ગવેખીજી. ૧૬ જે નર ભણશે સુણશે તસ ઘર, નવનિધ ઋદ્ધિ વિશાલાજી, કુંજર શિર સિંદુરે શોભિત, તસ ઘર ઝાકઝમાલાજી. ૧૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362