Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 362
________________ વજ... તેનો સ્વામિ ઇન્દ્ર.. ભલભલા શક્તિશાળી દેવો પણ વજધારી ઇન્દ્રની શરણાગતિ સ્વીકારી લે... વજ જેવો દૃઢ સંકલ્પ... સંકલ્પના કુમળા હૈયાને ય વજ જેવું દઢ બનાવી દે છે.. પછી સંસારની કોઇ હસ્તિ કે કોઇ શક્તિ તેને ડગાવી કે ઝુકાવી શકતી નથી... વિવેકપૂર્ણ દઢ સંકલ્પમાં જો પરમતત્ત્વ પરત્વેનું શ્રદ્ધાભર્યું સમર્પણ ભળે તો... પૂર્ણતાના - સિદ્ધિના સિમાડાઓને સ્પર્શવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સંકલ્પ રૂપી મોતીનું ઉદ્ભવ સ્થાન છે મન...' જ્યારે મન વજ જેવા દઢ સંકલ્પનું કવચ બની જાય છે, ત્યારે કુદરતે પણ સહાય કરવી પડે છે. મનની અગમ્ય તાકાતનો અદમ્ય આદર્શ પીરસતી કથા એટલે... શ્વાસ અને પ્રાણ રૂપે બની ગયેલ નમસ્કાર મહામંત્ર જાપના અગાધ વિશ્વાસે ઝઝૂમતી ચરમશરીરી મહાસતી સુરસુંદરી તથા ચરમશરીરી અમરકુમારની કથા... વાંચો...

Loading...

Page Navigation
1 ... 360 361 362