Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 360
________________ જીહા શ્રવણ સફલ તે કરશે, વરશે મંગલિક માલાજી, સુરસુખ અનુક્રમી કંઠ હવે તસ, શિવસુંદરી વરમાલાજી. ૧૮ ૧-ભવ્યજીવરૂપી કમળ, ભવ્યજીવરૂપી કમળ, ૩-સૂર્યસમાન, ૪-કોયલ પ્રશસ્તિ હવે કવિરાજ પ્રશસ્તિ કહે છે. આ જિનશાસનમાં તપગચ્છરૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સરિખા શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રગટ થયા. તેમણે મોગલવંશભૂષણ હિંસક અકબર બાદશાહને જૈનધર્મનો પ્રશંસનીય તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપી ધર્મ (જીવદયા મળધર્મ) ને અમલમાં અણાવ્યો. અને ભારતમાં અમારિ પડહ વજડાવ્યો. તે હીરવિજયસરિ તો શ્રી જિનશાસનરૂપ વીંટીમાં જાતિવંત હીરા સમાન હતા. શ્રી હીરવિજયસૂરિના પાટા ઉદયાચલ-પર્વતને વિષે સૂર્ય સમાન પ્રતાપવંત તેજસ્વી-ગુણિયલ શ્રી વિજયસેનસૂરિ થયા. તેમની પાટે સૂરિમંત્રના આરાધક શ્રી વિજયદેવસૂરિ થયા. તેમનાં તેજસ્વી પ્રતાપે જિનશાસનને ઉજજવલ બનાવ્યું. વળી જેમનું નામ દશ દિશામાં પ્રખ્યાત છે તેમજ મિથ્યાત્વરૂપી હાથીઓને દૂર કરવા સિંહ સમાન શ્રી વિજયસિંહસૂરીંદ થયા. જિનશાસનનો ચારેકોર જયજયકાર બોલાવ્યો. વળી તે કેવા હતા? ભવ્યજીવરુપી કમલોને વિકસાવવામાં ચંદ્ર સમાન હતા. તેમની પાટે તેમના વૈરાગ્યના રંગથી લેપાએલા સત્યવચની, ગુણના ઘર સમા, જગતવર, સારા લક્ષણથી લક્ષિત, પૂજય સત્યવિજયજી મહારાજ થયા. તેમને માટે જેના શરીરની કાન્તિ કપૂર જેવી ઉજ્જવેલ છે તેવા શ્રી કપૂરવિજયજી મહારાજ થયા. તેમને પાટે- જ્ઞાન-વિજ્ઞાન- પ્રમાણ નય આદિ ગ્રંથોના અભ્યાસથી શોભતા, વાદી રૂપી હાથીઓમાં સિંહ સમા, ચંદ્ર - સરીખા શીતળ તેમના શિષ્ય ખિમાવિજયજી મ. સા. જયકારને કરાવતા હતા. તેમની પાટે શાંત-પ્રશાંત - નિર્મળ યશવાન ક્ષમા આદિ ગુણોથી અલંકૃત ભવ્યજીવો રૂપી કમલ વનને વિકસાવવામાં સૂર્ય સમાન, એવા તેમના શિષ્ય જશ વિજયજી મહારાજ થયા. તેમના શિષ્ય, ત્યાગી-વૈરાગી, શ્રુત જ્ઞાનના રાગી, સૌભાગ્યશાળી, ઉત્તમ સંગની ઇચ્છાવાળા શાસ્ત્ર પરિણતવાળા, તત્વરંગી હતા. વળી જેમની સારી કીર્તિ અને યશ જાગૃત છે એવા પંડિત સુગુણ , સ્નેહી અને અહર્નિશ સુખને કરનાર, શુભકાર્યમાં શુભ કરનાર, શ્રેષ્ઠ મતિવંત શ્રેષ્ઠગતિવાળા શાસનમાં સવાયા શ્રી શુભવિજય મહારાજ થયા. તેમની કૃપાથી તેમના ચરણ કમળ પામીને, કવિરાજ વીરવિજય મ.સા. કહે છે મેં તો વચનવિલાસ અહિંયા કર્યો છે. જેમ કે આંબાની ડાળે મંજરીને જોઈને કોયલ મુખમાં તે મંજરીને નાખીને, મધુર વચન-મીઠો ટહુકાર કરે તેમ મેં આ રાસના વચનો કહ્યા છે. રાજનગરમાં ચોમાસુ રહી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની કૃપાએથી આ રાસ બનાવ્યો. સં. ૧૮૫૭ની સાલે શ્રાવણ સુદ૪ ના સવારે ભવ્યજીવોના હિત માટે આ રાસની રચના કરી. વળી આ રાસમાં યુકિત સુયુકિતથી સુક્ત એવી મનોહર અને રસાલ બાવન ઢાળ- જેના ખંડ છે ચાર, જેની એક હજાર પાંચશો ચોરાશી ગાથા(૧૫૮૪ ગાથા) રહેલી છે. મારા ક્ષયોપશમના કારણે અજ્ઞાનપણે અઘટિત, ઓછો અધિકો અક્ષર જો લખાયો હોય, તો શ્રી સકલ સંઘની સાક્ષીએ મારા મિચ્છામિ દુકકડમ્ હોજો. (હું ક્ષમા યાચું છું.) (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362