Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 347
________________ ઢાળ સોળમી (ભરત નૃપ ભાવશું એ દેશી) સંયમ ધરે સુરસુંદરી એ, સત્તર ભેદે સાર, વિહાર ભવિતલે એ. પાલે પંચાચાર. જયો જગ દંપતીએ.. એ આંકણી. ૧ પંચ સમિતિ સમતા ધરા એ, ત્રણ્ય ગુપ્તિ મનોહાર; છકાયને પાલતાં એ, સંયમ નિરતિચાર, જ. ૨ શાસ્ત્ર ભણે ગુરુ સન્નિધેએ, ખટ કારણે લહે આહાર; વળી ખટ કારણે એ, આહાર તજે અણગાર. જ. ૩ નવ વિધ જીવનિકાયનીએ, હિંસા મન વચ કાય; કૃતાદિક ત્રિક મલી એ, ભેદ એ કાશી થાય. જ. ૪ કાલ ટિકે તસ વર્જવું એ, અરિહંતાદિક સાખી; સતી પતિ પાલતાં એ, પ્રથમ મહાવ્રત ભાખી. જ. ૫ સત્ય અસત્ય મિસર ત્રિહું એ, દશવિધ ત્રિગુણા ત્રીશ; ભેદ દ્વાદશ વલીએ, વ્યવહાર ભાષા જગીશ. જ. ૬ બેતાલીશ ભેદે કરીએ, બીજું મહાવ્રત સાર; મધુર હિત મિત્ત વચ એ, બોલે શ્રી અણગાર. જ. ૭ જિન-ગુરુ-સ્વામી-જીવથીએ, અદત્ત ચતુર્વિધ હોય; દ્રવ્યાદિક ચઉગુણા એ, સોલ ભેદ એમ જોય. જ. ૮ કાલત્રિકે મન વચ તનુ એ, એકસો ચુંઆલીશ ભેદ; તૃણાદિક વિણ દીઓ એ, અદત્ત નગ્રહે ગત-ખેદ. જ. ૯ દેહ ઉદારિક વૈક્રિયે એ, ભેદ અઢારહ થાય; દ્રવ્યાદિક ચલે ગુણે એ, સર્વથી વિરતિ કરાય. જ. ૧૦ નવવિધ પરિગ્રહ ટાળતાંએ, મન વચ કાય અમાય, મહાવ્રત પંચમું એ, અંતર બાહા ટલાય. જ. ૧૧ જ્ઞાન ક્રિયા ધોરી બિહુ એ, વૃષભ જોતરીયા વેગ; સુસંયમ રથે ચડયા એ, વિચરે ભૂવિ સંવેગ. જ. ૧૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો સસ)

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362