Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 352
________________ (દોહરો) ઇણિપરે સંયમ પાલતાં, સુંદરી અમર મુણિંદ; વિચરે ભુવિ પડિબો હતા, કજવૃંદ દિગંદ. ૧ સાંસારિક સુખ વિસર્યા, રહેતાં સંયમ વાસ; સાતે સુખ આવી વસ્યાં, મુનિવરના તસ પાસ. ૨ ભાવાર્થ પરમાત્માના માર્ગે નિરતિચાર પણે ઉત્કૃષ્ટ પણે સંયમની આરાધના કરતાં અમરમુનિ અને આર્યાસુર સુંદરી જગતના જીવોને પ્રતિબોધતા પૃથ્વી ઉપર વિચરે છે. સંયમ જીવનમાં ઓતપ્રોત બનેલા મહાત્માઓને સંસાર સંબધી સુખો યાદ આવતાં નથી. મુનિજીવનના સાત પ્રકારના સુખો કહ્યા છે. તે સુખોમાં લીન બની ગયા છે. ઢાળ- સત્તરમી ( ધન્ય દિન વેલા ધન્ય ઘડી તેહ, અચિરારો નંદન- એ દેશી). સંયમ ધરતા અમર મુણિંદ, સુરસુંદરી ચિત્ત શુદ્ધ હરિકસ્યાંજી, આતમરામ રમાવે રે ધ્યાન, સાતે રે સુખ બિહુને આવી વસ્યાંજી. ૧ પહિલુંરે સુખ સહુ વિનય કરંત,બીજુંરે સુખ ગુરુની બહુ માનતાજી; ત્રીજ રે સુખ પાલે જિમ આણ, ચોથું રે સુખ સંવેગ સુજ્ઞાનતાજી. ૨ પંચમ સુખ સઘલે લહે પૂજ, છઠું રે સુખ ઉસૂત્ર ન ભાખવુંજી; પાપ ઉસૂત્ર સમો નહિ કોય, જેહથી રે નરક નિગોદ પડે જવુંજી. ૩ સાતમું સુખ જે પદવી રે ધાર, સાતે રે સુખ દંપતીને સેવતાંજી, ચરણ કરણ સિત્તરી ગુણવંત, વંદે રે એહવા મુનિને દેવતાજી. ૪ કાઢયો રે જેણે વિષયનો પંક, કાલ અનાદિ તણો પસર્યો હતોજી; સ્નાતા રે સમતા સરિત મોઝાર, ક્રોધ રે યોધ તનમલ નાસતોજી. ૫ બોલ્યા રે ભૂપસમા મુનિરાજ, ભૂપ સમાન સમૃદ્ધ શોભતાજી, વૈરય જાસ પિતા અનુકૂલ, માત ક્ષમા મુનિવરની ગુણલતાજી. ૬ કાંતારે વિરતિ સુગતિ પ્રદાત, વિવેક મંત્રીશ્વર ગુણ દક્ષતાજી; સંવેગ પુત્રને નિત સમરંત, પોલિયો સંવર અહનિશ રક્ષતાજી. ૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૩૧૯)

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362