Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay,
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray
View full book text
________________
આર્જવ પટ્ટહસ્તી કહેવાય, વિનય તુરંગમ બહુવિધ જાણીએજી, આરૂઢ રથ શીલાંગ સહસ્સ, અમદમ આગે બૃત્ય વખાણીએજી. ૮ ચામર ઉભય ધરમસુક્ક ઝાણ, સંતોષ રૂપસિંહાસને રાજતાજી; જિનવર આણ સુમસ્તક-છત્ર, શય્યા ભૂમિતલ શયન સમ્રાજતાજી. ૯ આત્મસ્વભાવ સુમંદિર ઠામ, દુરિત તિમિરહર દીપ સુજ્ઞાનતાજી; એહવું રે જાસ કુટુંબ કહાય, તે મુનિરાજને જિનવર માનતાજી. ૧૦ ગતક્રોધમાન જિસી જસ મુદ્ર, સંત પ્રસંત વશી ઉપચંતતાજી; અનાશ્રવ અમમ અકિંચન ધર્મ, છિન્નગ્રંથીને નિરૂપલેપતાજી. ૧૧ કાંસ પાત્ર પરે નિસનેહ, સંખતણી પરે મુનિ નિરંજણીજી; અપ્રતિ હતગતિ જીવસમાન, ગગન-તણી પરે નિરાલંબણીજી. ૧૨ અપ્રતિબદ્ધ અનિલ પરે જાણ, શુદ્ધ હૃદય સારદપાણી પરેજી; નિરૂપલેપ કમલ પરે સાધ, કૂર્મ પરે ગુખેન્દ્રિય મુનિવરેજી. ૧૩ ભારંડપક્ષી પરે અપ્રમત્ત, કેસરી-સિંહણી પરે દુદ્ધરાજી; ગંભીર સાગર રવિદત્તા તેજ, સૌમ્ય સ્વભાવ શશિપરે સુખ કરાઇ. ૧૪ નહિ પ્રતિબંધ મુનિને રે કયાંહિ, તે પ્રતિબંધ ચતુર્વિધ જિન કહેજી; દ્રવ્યહ ક્ષેત્ર કાલ વળી ભાવ, દ્રવ્ય સચિત્ત અચિત્ત મિસર નહેજી. ૧૫ ખેત્રથી ગામ નગર ખલ ગેહ, કાલથી આવલી ક્ષણ લવ વચ્છરેજી; ભાવથી કોહાદિક ભય હાસ્ય, રાગને દોષ કલહ દૂર કરે છે. ૧૬ સમ તૃણ મણિને કંચણ લે, સુખ દુઃખ ઈહ પરલોક સમઠીયાજી; જીવિત મરણ મુગતિને સંસાર, કર્મશત્રુ-નિગ્ધાયણ ઉઠીયાજી. ૧૭ ઇણિપર સંયમ કેટલો કાલ, વાસિત આતમ મુનિવર સાધવજી; શાંતિથી ક્રોધ મદવગુણે માન, આર્જવે કરીને માયા ટાલવીજી. ૧૮ સબલ સંતોષશું થોભિયો લોભ, રાગ ને ષ તે ભવતરૂ મૂલ છો; સમ પરિણામથી તેહ ટલાય, ધાતીયાં ચાર કર પ્રતિકૂલ છેજી. ૧૯ શુકલધ્યાને ક્ષયશ્રેણી આરૂઢ, સાધીઓ રાધાવેધ જિણપરેજી કેવલનાણ લહે સતી કંત, સુરવર જય જય રવ તિહાં ઉચ્ચરેજી. ૨૦
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૩૨૦

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362