Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 354
________________ ભવ્ય કમલ પ્રતિ બોધતાં તેહ, આયુ ક્ષયે વરિયા શિવસુંદરીજી; દંપતી સિધ્ધ સ્વરૂપી અરૂપ, અકલ નીરુજ કરમને ક્ષયકરીજી. ૨૧ પ્રણમો રે પ્રાણી દંપતી સિધ્ધ, શીયલને નવપદમહિમા સુખકરોજી; ઢાલ સત્તરમી ચોથે રે ખંડ, વીર કહે શ્રોતા શિવસુખ વરોજી. ૨૨ ૧-સોનાની જેમ કસોટીએ ચઢ્યા, ૨-પૂજા. ભાવાર્થ : સંયમધર અમર મુણીંદ તથા સુરસુંદરી આર્યાએ પોતાના આત્માને સોનાની જેમ કસોટીએ ચડાવ્યો. ચિત્તની વિશુધ્ધિએ શુધ્ધતર સોનાની પેઠે આત્માને લાગેલા કર્મમલને દૂર કરતા થકા, આત્મારામને જ્ઞાન-ધ્યાનની રમણતાં કરાવે છે. આ બંનેને સાત પ્રકારના સંયમીના સુખો મળ્યા છે. પહેલું સુખ - ગુરુકૂળમાં સર્વ શ્રમણોનો વિનય કરે છે. બીજું સુખઃ દીક્ષાદાતા. નિશ્રામાં વસતા ગુરુ ભગવંતની પ્રત્યે અહોભાવ પૂર્ણ બહુમાન કરે છે. વારંવાર અંતરમાં તારક ગુરુની અનુમોદના કરે છે. ત્રીજું સુખ - જિનેશ્વર ભગવાનની આજ્ઞાને મન-વચન- કાયાના યોગે પાળે છે. ચોથું સુખઃસંવેગ રસને ઝીલતા સુજ્ઞાનતાને પામે છે. પાંચમું સુખઃ- સંયમ જીવનમાં ઓતપ્રોત મહાત્માઓની પૂજા. છઠ્ઠું સુખઃકયારેય ઉત્સૂત્ર પ્રરૂપણા કરતા નથી. જે પ્રરૂપણા પાછળ પાપનો સંચય થાય. ઉત્સૂત્ર પ્રરૂપણાના પાપ જેવું બીજું કોઇ પાપ નથી. જે પાપે કરીને નરક નિગોદ મળે. આવા પાપથી ઘણા દૂર રહે છે. મુનિને સાતમું સુખ પદવીને ધારણ કરે છે. ગુરુની કૃપાએ જ્ઞાનવંત બનતાં ગુરુભગવંતે મુનિમાંથી પદવી આપીને પદસ્થ બનાવ્યા. સુરસુંદરીને પણ સાધ્વીમાંથી પ્રવર્તિની પદ આપ્યું. દંપતી મહાત્માઓ સાતેય પ્રકારના સુખો ભોગવે છે. ગુણવંત આત્મા ચરણસિત્તરી. કરમસિત્તરીને ધારણ કરે છે. આવા ગુણવંતોને દેવતાઓ નમસ્કાર કરે છે. અનાદિકાળથી આત્મા ઉપર વિષય કષાયનો કાદવ, તે કાદવને સમતા રૂપી સરિતામાં સ્નાન કરતાં દૂર કર્યો. વળી શરીરમાં ક્રોધરૂપી મલ્લ-યોધ્ધો જે કાંઇ હતો તે પણ હવે નાસી ગયો. શ્રમણનું કુટુંબ પરિવારમાં કોણ હોય? તે કહે છે. ધૈર્ય રૂપ, અનુકૂળ પિતા, ક્ષમા રૂપી માતા છે. સુગતિને અપાવનાર વિરતિ રૂપ મુનિની સ્ત્રી રહેલી છે. ડાહ્યો અને ગુણવાન વિવેકી મંત્રીશ્વર છે. સંવેગ રૂપ પુત્ર છે, જેને હંમેશા સ્મરણ કરે છે. સંવર રૂપ ચોકીદાર હંમેશા આ મુનિનું રક્ષણ કરે છે. આર્જવ રૂપ પટ્ટહસ્તી શોભે છે. વિનય રૂપ ઘોડા ઘણા છે. અઢાર હજાર શિલાંગ ૨થ ઉપર હંમેશા મુનિ ચડેલા છે . શમ-દમ-ત્યાગ આદિ મુનિવરના નોકરો પણ વખાણવા લાયક છે. મુનિવરની બંને બાજુ ધર્મધ્યાન શુકલધ્યાન રૂપ બે ચામર શોભે છે. વળી મુનિ કયાં બેસે? સંતોષ રૂપ સિંહાસન ઉપર બેઠેલા શોભે છે. મસ્તક ઉપર જિનેશ્વર પરમાત્માની આજ્ઞારૂપ છત્ર ધારણ કરે છે. ભૂમિ શય્યા શયન માટે સમાર્જન કરે છે. આત્મસ્વભાવ રૂપ મુનિનું મંદિર છે. સુજ્ઞાન રૂપ દીપક દુરિત અંધકારને હરણ કરે છે. આ ગુણિયલ મોટું કુટુંબ મુનિનું હોય છે. આ કુટુંબથી શોભતા મુનિવરને જિનેશ્વર ભગવાન સાચા મુનિ તરીકે માને છે. આ ચેતન તો દ્રવ્યમુનિ ઘણીવાર થયો. અને દ્રવ્ય કુટુંબ પરિવારને ધારણ કર્યો છે. ભાવમુનિપણાને ધારણ કરતા ભાવ કુટુંબની સાથે રહેતા જિનેશ્વરના માર્ગે ચાલતા ચાલતા અવ્યાબાધ શાશ્વતા સુખને મેળવે છે. વળી ક્રોધ અને માન ચાલ્યા ગયા છે જે મુનિ પાસેથી તે મુનિની મુખમુદ્રા કેવી હોય? શાંત-પ્રશાંત ઉપશાંત આદિ ગુણો મુખ ઉપર ઝળહળી રહ્યા છે. વળી આશ્રવના દ્વાર સદાને માટે બંધ કર્યા છે. મમત્વનો ત્યાગ કર્યો છે. અકિંચન આદિ ધર્મથી શોભતા મુનિશ્ચરોએ રાગદ્વેષના પરિણામ રૂપ જે ગ્રંથી તેનો છેદ કર્યો છે. નિરુપલેપતા-એટલે નિર્લેપતાઃ(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૩૨૧

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362