Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 355
________________ વાલ-ચણા વિગેરે સૂકા પદાર્થોથી જેમ પાત્રને લેપ લાગતો નથી; તેમ અનંતાનું બંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાયપ્રત્યાખ્યાન કષાય આ ત્રણે કષાયો ગયા હોવાના કારણે મુનિને બાહ્ય નિમિત્તોની અસર પ્રાયઃ ક૨ીને હોતી નથી. (સંજ્વલન કષાય દસમા સુધી હોય છે તે વર્જીને ત્રણ કષાયની વાત કરી છે.) માટે નિર્લેપ ભાવમાં રમતા હોય છે તે. કાંસાના પાત્રની જેમ મુનિ ભગવંતો નિસ્નેહી હોય છે. જેમ કાંસાના પાત્રમાં ગમે તે ભોજન કરો. સ્નિગ્ધ પદાર્થવાળા ભોજન કરો. પણ આ પાત્રમાં કયારેય ચિકાસ હોતી નથી. તે જ રીતે મુનિમહાત્માઓમાં રાગદ્વેષ રૂપ સ્નેહની ચિકાશ હોતી નથી. કાંસાનું પાત્ર- આ પાત્ર સ્નિગ્ધ નથી. જેમ જીભમાં સ્વાભાવિક ગુણ છે કે ગમે તેવી ઘી-તેલની વાનગીઓ પદાર્થ મૂકો તો પણ ચિકાસ લાગતી નથી. કે સંઘરતી નથી. નિઃસ્નેહ રહે છે તેમ મુનિભગવંતો નિઃસ્નેહી હોય છે. શંખ જેવા નિરંજન હોય છે. શંખ ઉપર ગમે તેવું અંજન કરવું હોય તો લાગે જ નહિ. માટે નિરંજન કહેવાય. તેમ મુનિને ગમે તેવા નિમિત્તો મળતાં રાગદ્વેષનું અંજન લાગતું નથી. તે શંખની જેમ નિરંજન હોય છે. જીવનો સ્વભાવ અપ્રતિહત ગતિ છે તેના સમાન ગતિવાળા, નિરાલંબણ આકાશની જેવા- પવનની પરે અપ્રતિબદ્ધ, શરદઋતુ મેઘના પાણીની જેમ શુધ્ધ હૃદયવાળા નિરૂપલેપ-કાદવથી નહિ લેપાયેલ કમળની જેમ સાધુભગવંત નિર્લેપ છે. કાચબાની જેમ પાંચે ઇન્દ્રિયોને ગોપવી રાખે છે. દમન કરે છે. ભા૨ેડપક્ષીની જેમ અપ્રમત્ત ક્યારે પ્રમાદ કરતા નથી. કર્મરાજાની સામે કેસરીસિંહની જેમ દુર્ધર બનીને સામે ધસે છે. સાગરસમ ગંભીર, સૂર્ય જેવા તેજસ્વી, ચંદ્રની જેમ શીતળતા આપવાના સ્વભાવવાળા મુનિ છે. મુનિને કયાંય પ્રતિબંધ (આગ્રહ રાગ) નથી. જિનેશ્વર ભગવાને તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ.- દ્રવ્ય થકી સચિત્ત, અચિત્ત અને મિશ્ર. ક્ષેત્ર થકી ગામ, નગર, ખલ અને ઘર. કાળ થકી - આવલી-શ્રણ- લવ અને વર્ષ. ભાવ થકી ક્રોધાદિ તથા હાસ્ય-ભય -રાગ-દ્વેષ કલહ આદિનો પ્રતિબંધ દૂર કરે છે. વળી મુનિભગવંતો કેવા હોય? ઘાસ- મણિ, સોનું અને માટીનું ઢેફું, સુખ-દુઃખ, આલોક ને પરલોક, સર્વ ઠેકાણે સમદૃષ્ટિવાળા હોય છે. તથા જીવિત-મ૨ણ, મુગતિને સંસાર-ઉપર પણ સમદૃષ્ટિવાળા હોય છે. મુનિની સર્વ આરાધનામાં કર્મને હણવાની વાત હોય છે. આ પ્રમાણે સંયમથી સુવાસિત મુનિવરોનો આત્મા કેટલો કાળ સુધી ક્ષમાથી ક્રોધને નમ્રતાથી માનને, સરલતાથી માયાને અને બળવાન સંતોષ થકી લોભને અટકાવ્યો છે. સતી અને અમર મુણીંદને રાગ-દ્વેષ તે સંસારરૂપ વૃક્ષના મૂલ જેવા છે, તે રાગ અને દ્વેષને સમતાના પરિણામ વડે દૂર કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તેમજ અંતરાયકર્મ રૂપ. ચાર ધાતી કર્મ- આત્માના પ્રતિકૂળ છે. તેને દૂ૨ ક૨વા, ઉચ્છેદ કરવા દંપતી મુનિવરો ક્ષપકશ્રેણી ઉપ૨ આરુઢ થઇને, જિનેશ્વર પરમાત્માની જેમ રાધાવેધને સાધે છે અને રાધાવેધ થયે છતે અપ્રતિપાતી કેવલજ્ઞાનને મેળવે છે. બંને મહાત્માઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આકાશમાં રહેલા દેવો મનોહર જય-જય શબ્દો ઉચ્ચારે છે. દેવો આવીને દંપતીના કેવલજ્ઞાનનો મહોત્સવ કરે છે. ત્યારપછી જગતના ભવ્યજીવો રૂપી કમળને વિકસાવવા મહીતલે વિચરી રહ્યા છે. ભવોપગ્રાહી કર્મને ખપાવી રહ્યા છે. મનુષ્યનું આયુષ્ય પરિપૂર્ણ ભોગવીને આયુક્ષય થયે છતે શિવસુંદરીને વર્યા. દંપતી સિધ્ધ સ્વરૂપી થયા. રૂપ ચાલ્યું જવાથી અરૂપી(અમૂર્ત) અવસ્થાવાળા કોઇનાથી તેમનું સ્વરૂપ ન જાણી શકાય. એવા અકળ સ્વસરૂપી, રોગ રહિત અવસ્થાવાળા એવા નિરોગી(નિરુજ) થયા. ત્યારબાદ બાકી રહેલા અઘાતી કર્મોને છેદીને શિવલીલા પામ્યા. તે દંપતીને આપણે સહુ પ્રણામ નમસ્કાર કરીએ. ૩૨૨) મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362