Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 350
________________ સંવેગી પૃથ્વી પર વેચરી રહ્યા છે. રસ ગારવ, સાતા ગારવ, ઋદ્ધિ ગારવને પરિહર્યા છે. જ્ઞાન-વિરાધના દર્શન વિરાધના તથા ચારિત્ર વિરાધના ત્રણ વિરાધનાને ટાળી છે. સ્ત્રી કથા, ભક્ત કથા, દેશકથા, રાજકથા રૂપ ચાર વિકથાઓને ત્યજી દીઘી છે. પાંચ પ્રકારની ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રાદ્ધેષિકી, પરિતાપનિકી અને પ્રાણાતિપાતિકી- નું નિવારણ કર્યુ છે. છક્કાય જીવની વિરાધનાને નિવારતાં હતા. સાત ભય ઇહ લોક; પરલોક, મરણ; આજીવિકા, અપયશ, અકસ્માત અને આદાન. આ સાત પ્રકારના ભયને દૂર કરતા હતા. વળી મુનિવૃંદ શત્રુ અને મિત્ર બંન્ને ને સમાનપણે ગણે છે. મુનિને હવે કોઇ દુશ્મન નથી તો કોઇ મિત્ર પણ નથી. જગતના જીવ માત્રને મિત્રવત્ ગણે છે. આઠ મદ- જાતિ, કુલ, બલ, રૂપ, તપ, શ્રુતિ, લાભ અને ઐશ્ચર્ય એ આઠ મદ ને દૂર કરે છે. બ્રહ્મચર્યની નવ વાડ-વાડ એટલે ખેતરનું જેમ વાડથી રક્ષણ થાય છે. તે આ નવપ્રકારની વાડ થી શીલનું રક્ષણ થાય છે. ૧. સ્ત્રી- પશુ નપુંસક જયાં હોય ત્યાં ન વસે ૨. સ્ત્રી સાથે રાગથી વાતો કરે નહિ. ૩. સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી સુધી બેસે નહિ. અને પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી ત્રણ પહોર સુધી બેસે નહિ. ૪. રાગવડે સ્ત્રીના અંગોપાંગ જુએ નિહ. ૫. ભીંતના આડે રહી સ્ત્રી પુરુષની થતી વાતોને સાંભળે નહિ. ૬. પૂર્વ કરેલી ક્રીડાને સંભારવી નહિ. ૭. સ્નિગ્ધ આહાર કરે નહિ. ૮. નીરસ આહાર પણ વધારે વાપરે નહિ ૯. શરીરની શોભા કરે નહિ. આ નવ વાડને શુદ્ધ રીતે પાળે છે. દસ પ્રકારની સમાચારી :- ૧. ઇચ્છાકાર :- નાના મોટા કોઇની પાસે પોતાનું કાર્ય કરાવવાનો પ્રસંગ આવે ત્યારે તમારી ઇચ્છા હોય તો આ પ્રમાણે કરી શકાશે. આવું પૂછીને જ કાર્ય ભળાળવું તે.’ ૨. મિથ્યાકાર : ભૂલ થઇ જાય ત્યારે મિથ્યા દુષ્કૃત માંગવું તે. ૩. તથાકાર : ગીતાર્થ ગુરુની વાતનો સ્વીકાર કરવો તે. ૪. આવીય : આવશ્યક કાર્ય કરવા માટે જતાં ‘‘આવહિ’’ બોલવું તે ૫. નયસેધિકીઃ (નિસીહિયા) મુકામોમાં પ્રવેશ કરતો નિસીહી-મન્થેએણ વંદામિ બોલવું તે, ૬. આપૃચ્છઃ કોઇ પણ કાર્ય કરતાં પહેલાં ગુરુને પૂછવું તે ૭. પ્રતિપૃચ્છા - એકવાર પૂછાઇ ગયા પછી કા૨ણે બીજીવાર પૂછવું તે. ૮. છંદણાઃ ગોચરી લાવ્યા પછી બાળ વૃદ્ધાદિકતપસ્વી જ્ઞાની વગેરેને “આપને જે કંઇ ઉપયોગી હોય તો આપની ઇચ્છાપૂર્વક ગ્રહણ કરો. એ રીતે વિજ્ઞપ્તિ કરવી તે. ૯. નિમંત્રણા : આહારાદિક લેવા જતાં પહેલાં સાધુઓને ‘હું આપને માટે આહારાદિ લાવું' એ વિજ્ઞપ્તિ કરે. અર્થાત્ આહાર લાવ્યા પછી ગુરુ આદિ મુનિ ભગવંતો નિમન્ત્રણા કરે. ‘પધારો - આહાર લ્યો વાપરો : મને લાભ આપો. આ રીતે વિજ્ઞપ્તિ કરે. ૧૦ ઉપસંપ : જ્ઞાનદર્શન ચારિત્રની પ્રાપ્તિ માટે પોતાના સમુદાયને છોડી બીજા સમુદાય-ગુરુનો આશ્રય કરવો. આ દસ પ્રકારની સમાચા૨ી અમરમુનિ તેમજ સુરસુંદરી સાધ્વી ભવનો પાર પામવા ઉત્કૃષ્ટથી આદરે છે, પાળે છે. ગુરુની આશાતના તેત્રીસ ૧. ગુડ્ડી આગળ ૨. પાછળ ૩. સમીપમાં ચાલે. ૪. ગુરુની આગળ પ. પાછળ ૬. સમીપમાં ઉભો રહે. ૭. ગુરુની આગળ ૮. પાછળ ૯. સમીપમાં બેસે. આ નવ ભેદ થયાં. વળી ૧૦ આચમન-હાથ પગ ઘૂએ ૧૧. ઇરિયાવહિ આલોવે ૧૨. રાતે ગુરુ પૂછતા જવાબ ન આપવો. ૧૩. આવનાર ગૃહસ્થને ગુરુ પહેલાં પોતે બોલાવે. ૧૪ ગોચરી ગુરુને છોડી બીજાની પાસે આલોવે. ૧૫. ગોચરી બીજાને દેખાડે. ૧૬. બીજાને નિમંત્રણા કરે. ૧૭. ગુરુ પહેલાં લાવેલી ગોચરી બીજા સાધુને વપરાવે. ૧૮. સારો આહાર પોતે વાપરી લે. ૧૯ દિવસે બોલાવ્યા છતાં ગુરુને જવાબ ન આપે. ૨૦. કઠોર વચન બોલે. ૨૧. પોતાના આસને બેઠા જવાબ આપે. ૨૨. શું કહો છો? ૨૩. તોછડાઇને બોલે. ૨૪. ગુરુની તર્જના કરે. ૨૫. વ્યાખ્યાન વખતે મન સારું ન હોય. સારી રીતે સાંભળે નહિ. મન બીજે ભટકે. ૨૬. આ અર્થ આ વાત તમને સાંભરતી નથી? ૨૭. તે કરતાં હું કથા સારી રીતે સમજાવીશ. ૨૮. ગોચરી વેળા (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૩૧૭)

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362