Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 348
________________ ગારવ. ગણ્ય નિવારતા એ, ત્રણ્ય વિરાધન ટાળી, ચાર વિકથા તજે એ, કિરિયા પંચ નિવાણી. જ. ૧૩ ખટ જીવ વધ નિવારતા એ, સાતે ભય પરિહાર; અરિ મિત્તસમ ગણે એ, મદ આઠે અપહાર. જ. ૧૪ નવવિધ નવવાડે કરી એ, દશ વિધ સમાચાર; અમરમુનિ આદરે એ, પામવા ભવનો પાર. જ. ૧૫ આશાતન શ્રી ગુરુ તણી એ, જે ટાળે તેત્રીશ; વિનય ગુરુનો વહે એ, નામું તેહને શીશ, જ. ૧૬ ગુરુકુલવાસ તે સેવતા એ, ભાવના બાર વિશુદ્ધ; ગુરુ - શિક્ષા ગ્રહે એ, મારગ પાલે શુદ્ધ, જ. ૧૭ સંભ્રમ ચપલપણું તજી એ, નવકલ્પિત ગુરુ સાથ; વિહાર કરે મુનિ એ, દૃષ્ટિ દીએ ચઉ હાથ, જ. ૧૮ શીલાગરથ સંભારતાંએ, જે કહ્યો સહસ અઢાર; વિચાર સહિત મુનિએ, ભણી ગણી લહે પાર. જ. ૧૯ ઉણોદરી તપ આદરે એ, વલી રસ સ્વાદ સદોષ; વિવર્જિત ગોચરી એ, કરતાં સંયમ પોષ, જ. ૨૦ સૂત્ર અરથ લેઇ કરી એ, પહિલી પોરિસી ભણંત; દ્વિતીયે ધ્યાન જ ધરે એ, ત્રીજી એ આહાર કરંત, જ. ૨૧ પઢમ પોરિસી સાયમાં એ, બીજી એ કરતાં ધ્યાન, ત્રીજીએ નિદ્રાં લહે એ, ચોથી સજ્જઝાય માન, જ. ૨૨ તુચ્છ લોહી સૂકાં સહી એ, લૂખાં જેહના મંસં, મમત મચ્છર નહિ એ, વિષય કષાય ન અંસ, જ. ૨૩ નીરાગી પરિગ્રહ નહિ એ, ખિમા-ગુણ-ભૃત-દેહ; શશિપરે શીયલા એ, સાચા સદ્ગુરુ તેહ. જ. ૨૪ સુરસુંદરીના રાસનો એ, ચોથો ખંડ ૨સાલ; માલ ગુણ સોલમી એ, વીર કહે એ ઢાળ, જ. ૨૫ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૩૧૫

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362