________________
દોહરા રાજાદિક સવિ પુર જના, પદુત્તા નિજ નિજ ગેહ;
ઋદ્ધિ જિણો છોડી છતી, ધન વ્રતી દંપતી તે હ. ૧ પંચાશ્રવથી વિરમતા, કોહ-ચઉ, ત્રણ દંડ; પાંચ ઇન્દ્રિય વશ કરે, સંયમ ધરત અખંડ. ૨ સંયમ પાલે બિહુ જણા, પાલે ગુરૂની આણ; વિષય-કષાયથી ચૂકીયા, મન રાખે વ્રત ઠાણ. ૩ કેશ મ લોચો અપૂણા, કેશે કિયો શ્યો દોષ?
તિણે મન લોચો અપ્પણું, જે જગ ભમે સરોષ. ૪ ભાવાર્થ :
અમર ઋષિરાજે ગુરુ પરિવાર સાથે વિહાર કર્યો. સાધ્વીવૃંદ સાથે સુરસુંદરી સાધ્વીએ પણ વિહાર કર્યો અશ્રુપૂર્ણ નયને રાજાદિક પરિવાર, નગરજનો જતા શ્રમણ સંઘને વાદી રહ્યા છે. જતાં નવદીક્ષિતને જોઈ રહ્યા છે. ગઈકાલ સુધી રાજભોગને ભોગવતા આજે ઉઘાડા પગે, સાદા શ્વેતવસ્ત્રમાં ચાલતા સાધુવેશમાં દંપતી વતીઓને જોઇ પેટભર અનુમોદન કરી રહ્યાં છે. દૃષ્ટિપથ પર દેખાય ત્યાં સુધી સ્થિર થઇને સહુ તેમને જોઈ રહ્યા છે. દેખાતાં બંધ થયા ત્યારે રાજા, રાણી, શ્રેષ્ઠી ને તેમના પત્ની પુત્ર-પુત્રીના વિરહમાં ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. પ્રઘાન આદિ સહુ પણ રહે છે. પ્રધાન સ્વસ્થ થઇને સૌને આશ્વાસન આપતાં રાજારાણીને રથમાં બેસાડયા. શ્રેષ્ઠીને પણ સાથે લીધા. નીરવ શાંતિ છે. કોઇ કંઈ બોલતું નથી. નગરજનો પણ પાછા વળ્યાં. ભગ્ન ચિત્તે સહુ રાજમહેલમાં આવ્યાં. ધનાવહ શેઠ-શેઠાણી અને ગુણ મંજરી પણ સાથે આવી છે. સૌને વિયોગ સાલે છે. ગુણમજરીતો સાવ સૂનમૂન થઇ ને રહી છે. ખરેખર અપાર ઋદ્ધિને પળવારમાં છોડીને ચાલી નીકળેલા સ્વામી અને મોટીબેન સુરસુંદરીને પળેપળે યાદ કરતી આંસુ સારતી રહી છે. પોતે સંયમ નથી લીધો તેનું પારાવાર દુઃખ થાય છે. સંયમ પાળવાને અસર્મથ હોવાથી સાસુ પાસે રહેલી છે.
આ બાજુ ગુરુ પરિવારમાં રહેલા નવદિક્ષિત સંયમ નિરતિચાર પણે પાળી રહ્યા છે પંચાશ્રવથી વિરમતા, ક્રોધ માનમાયા-લોભ-રૂપ ચાર કષાયને જીવતા. મન, વચન, કાય રૂપ ત્રણ દંડનો ત્યાગ કરતાં જ્ઞાન-ધ્યાનમાં મગ્ન બન્યાં. પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખવામાં તત્પર, અખંડ સંયમ ધરતા ને પાળતા બંને વ્રતધરો ગુરુની આજ્ઞામાં રહીને આરાધનામાં આગળ વધી રહ્યાં છે. વિષય કષાયોનો ત્યાગ કરીને મનનો નિગ્રહ કરવા તપને પણ કરવા લાગ્યા.
ખરેખર! સાધુને લોન્ચ કરવાનો કરાવવાનો પરિષહ છે. વાળને દૂર કરવા તે લોચ નથી. વાળનો તેમાં શો વાંક? વાળનો લોચ કરવાથી શું? આત્માને લોન્ચ કરવાનો! આત્માને વશ કરીને પાપની પ્રવૃત્તિ અટકવાનું છે. તે સાચો લોચ કર્યો કહેવાય તેથી આત્માની સાથે મનનો નિગ્રહ કરીને લોન્ચ કરવાનો છે. જગતમાં રોષ સહિત ભમતું મનને આત્મા બંન્નેનો લોચ કરવો જોઇએ.
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)