Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 344
________________ જ નાવ સમાન છે. હે રાજન! હે શ્રેષ્ઠી! સંયમ માટે ઉત્સુક બનેલા તમારા સંતાનોને રજા આપો. ઉત્સાહ અને આનંદપૂર્ણ સંયમમાર્ગે જવા આજ્ઞા આપો. જે માતાપિતા પોતાના સંતાનને પ્રભુમાર્ગે જવા માટે મોહને કારણે રજા આપતા નથી અને સંસાર રૂપ કૂવામાં પડ્યા સંતાનને પણ એ કૂવામાં ઉતારે છે. તે કારણે કરીને આ કુવામાંથી કયારેય બહાર નીકળી શકતાં નથી. આ માનવભવમાં જ પરમેશ્વરી પ્રવજયાનો યોગ છે. આવો યોગ બીજી કોઈ ગતિ કે ભવમાં સાંપડતો નથી. આ તક ચૂકી જાય તો વળી પાછા ચોરાસીના ચક્રાવે ચડે છે. માટે સંતાનનું હિત ઇચ્છતા માતપિતા રાજી થઈને પોતાના સંતાનને : માર્ગે જવાની રજા આપે છે. સંતાનને રજા મળતાં તે શિવનગરી તરફ જવાને પ્રસ્થાન કરે છે. સંતાનને રજા આપતાં માતા-પિતા ને પણ પૂર્વાચાર્યો ધન્યવાદ આપે છે. ઉપદેશ પ્રસાદ ગ્રંથમાં લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજ કહે છે કે – તે ધન્ના તે સાહુ, તેસિં પસંસા સૂરેહિં કિજંતિ | 'જેસિં કુટુંબ મજઝે, પુતાઇ લિંતિ પવાર્જ ” - dhpu sill, siKD ITTEE ચારિત્રના પંથે, મુક્તિના પંથે (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362