Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 345
________________ અર્થ : તે ધન્ય છે, તે સાધુ છે, તેની પ્રશંસા દેવો પણ કરે છે કે જેમના કુટુંબમાંથી પુત્રાદિ પ્રવજ્યા અંગીકાર કરે છે. અમર- સુંદરીના દીક્ષાના ભાવ શ્રેષ્ઠીપુત્ર અમરકુમાર- પુત્રવધુ, સુરસુંદરી વૈરાગ્યથી દ્રવિત થયા, સંયમ ગ્રહણ માટે ઉત્સુક થયા. સંયમના ભાવ જણાવીને ગુરુભગવંતને વિનંતિ કરી. આપ હમણાં અત્રે સ્થિરતા કરો. આપની આજ્ઞા અનુસાર માત-પિતા પરિવારની અનુમતિ લઇને આવીએ છીએ. ગુરુભગવંત પણ તેમના ભાવિને જાણતા હતા. તેથી તેમના કલ્યાણ માટે ઉદ્યાનમાં સ્થિરતા કરી છે. દેશનાને અંતે સા નગરમાં આવ્યા. દંપતીના માત-પિતા હજુ પણ કહી રહ્યા છે. હે ભવ્યો! આ ભવ જ એવો છે કે શિવનગરીનું પ્રસ્થાન અહિંથી થાય છે. સંયમ વિના મુકિત નથી. સંયમ વિનાના જીવો બિચારા ભવોભવને વિષે ભ્રમણ કરતાં વિવિધ પ્રકારના નાટકો કરવા પડે છે. ચોરાસી લાખ યોનિમાં ભટકયા કરે છે. આવા જીવો કયારેય મોક્ષના માર્ગે ચડતા નથી. એટલે મોક્ષ જવાનો માર્ગ જડતો નથી. સંસારમાં સ્વાર્થી માત-પિતા પોતાનું નામ રાખવા, પેઢીને સંભાળવા, વંશ રાખવા માટે પુત્રને પરણાવી દે છે. આ માત-પિતા ખરેખર સંતાનના વૈરી કહેવાય. મનમાં મલકતા હોય છે. જ્ઞાનીઓ કહે છે કે રાખ- ઉપર લીંપણ કરે તો તે લીંપણ કેટલીવાર ટકે? લીંપવાની મહેનત કરી તેટલી વાર પણ તે લીંપણ ટકતું નથી. સંયમના માર્ગે મુનિરાજની વાણી સાંભળી નૃપતિ અને શ્રેષ્ઠીએ પોતાના સંતાનોને દીક્ષા લેવા માટે અનુજ્ઞા આપી. બંને પક્ષે સંયમ ગ્રહણના આનંદનો ભવ્ય મહોત્સવ જિન મંદિરે કરાવ્યો. યાચક વર્ગોને ઘણું દાન આપ્યું. ત્યારબાદ શુભદિવસે શુભવારે સંયમાભિલાષી બંને પુણ્યાત્માએ સવારે ૫રમાત્માની દ્રવ્ય અને ભાવ પૂજા કરી. અને ઘણા પરિવાર સહિત દંપતી સુખાસન ઉપર બેસીને નગરીની બહાર જયાં ગુરુ મહારાજ બિરાજમાન છે ત્યાં ઉદ્યાનમાં આવ્યા છે. નગરજનો પણ સૌ દીક્ષા-મહોત્સવને જોવા ટોળે ટોળે મળીને ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનમાં માનવ મહેરામણ ઉભરાયો છે. સૈાના મુખ્ય થી એક જ વાત નીકળે છે... ધન્ય છે શ્રેષ્ઠીપુત્ર... ધન્ય છે રાજકુંવરીને. સંસારમાં સુખોની સર્વસામગ્રી હોવા છતાં પળવારમાં છોડીને પ્રભુના માર્ગે સંચરે છે. ધન્ય માત પિતાને, જેના કુળે આ કુલદીપકો આવ્યા. આ શબ્દો સાંભળતા સાંભળતા અમરકુમાર અને સુરસુંદરી ગુરુભગવંત પાસે આવી ગયા. ગુરુમહારાજને સૈા પરિવાર સાથે વંદન કર્યું. ત્યારબાદ દંપતીએ દીક્ષાની ભિક્ષા યાચી. હે ગુરુદેવ! ભવોદધિથી પાર ઉતરવા અમને સંયમ આપો. ગુરુમહારાજ અરિહંત સિધ્ધ આચાર્ય આદિની સાક્ષીએ સર્વવિરતિ રૂપ યાવજજીવન આજીવન સામાયિક વ્રત ઉચ્ચરાવે છે. સાધુના પાંચ મહાવ્રતના પચ્ચકખાણ કરાવ્યા. લોચાદિ ક્રિયા થઇ ગઇ. સમતારસનું પાન કરાવતાં ગુરુદેવ સત્તર પ્રકારના સંયમને શુદ્ધ રીતે આચરવાને માટે હિતશિક્ષા આપે છે. માત-પિતા સંતાન વિરહમાં આંસુ સારે છે. નગરજનો પણ નવદીક્ષિતને જોતાં આનંદસહ આંસુ વહાવી રહ્યા છે. રાજ-શ્રેષ્ઠી પરિવાર નવદીક્ષિતને વાંદી રહયા છે. શોક યુકત વંદના કરી રહયા છે. ગુરુમહારાજ રાજાદિ પરિવારને ધર્મ સમજાવી, નવદીક્ષિતને લઇને મહીતલને વિષે વિહાર કર્યો. સુરસુંદરીએ સાધ્વી વૃંદની સાથે અન્યત્ર વિહાર કર્યો. આ પ્રમાણે ચોથા ખંડે પંદરમી ઢાળે સતી અને અમરકુમારના ગુણોનું કીર્તન કર્યુ. વીરવિજયજી મહારાજ કહે છે કે આ જગતમાં ખરેખર મળેલા સુખ વૈભવનો ત્યાગ કરીને દંપતી સંયમી બન્યા. તેઓને ઘન્યવાદ છે. ચતુર્થ ખંડે પંદરમી ઢાળ સમાપ્ત (૩૧૨) (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362