Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 349
________________ આ છે અણગાર અમારા ... ભાવાર્થ : સંયમ ધરા સુરસુંદરી શ્રમણીવૃંદમાં ગુરુ પાસે હિતશિક્ષા પામતાં જ્ઞાન-ધ્યાનમાં મગ્ન સત્ત૨ પ્રકારે સંયમની આરાધના કરી રહ્યા છે. પંચાચારને પાળતાં પૃથ્વીતળને વિશે વિચરી રહ્યા છે. આ જગતમાં દંપતી વ્રતીઓ જયને પામો. ધન્ય છે. તે ઓને જેમણે અપાર એવી બાહ્ય લક્ષ્મી છોડીને જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ આત્મ લક્ષમીમાં ઉદ્યમવાળા બન્યા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આઠ માતનું રક્ષણ કરી રહ્યા છે. છકાયનુ રક્ષણ કરે છે. નિરતિચાર સંયમને પામે છે. ગુરુ સાંનિધ્યમાં શાસ્ત્રને ભણે છે. તપને કરે છે અને છ કારણે આહારને લે છે. છ કારણે જ મુનિ આહાર વાપરે ૧. ક્ષુધા વેદનીય શમાવવા ૨. આચાર્યાદિક સાધુની વૈયાવચ્ચ કરી શકાય તે માટે ૩. ઇર્યા સમિતિની શુદ્ધિ માટે ૪. સંયમ પાલન માટે ૫. દેહ ટકાવવા માટે ૬. ધ્યાનને સ્થિર કરવા માટે. સાધુ ભગવંત આહાર વાપરે. વળી સાધુ ભગવંત છ કારણોથી આહારનો ત્યાગ કરે છે. ૧. રોગના કારણે ૨. ઉપર્સંગ આવે ત્યારે ૩. શીલના રક્ષણ માટે ૪. જીવની રક્ષા માટે. ૫. તપ માટે. ૬. શરીર ત્યાગ (અંત સમયે) માટે. આ છ કારણે આહાર ન કરેં. ઉપર કહેલા કારણે દંપતી વ્રતીઓ આહાર લે છે. અને કારણસર આહારનો ત્યાગ પણ કરે છે. વળી પંચ મહાવ્રતને પાળે છે. તેમાં નવપ્રકારના જીવનિકાયની હિંસા કરતાં નથી. પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ બેઉ તેઇ ચઉ પંચી આ નવ પ્રકારના જીવોની મન-વચન કાય વડે ગુણતાં સત્તાવીશ થાય. વળી કરવું-કરાવવું અને અનુમોદવું. આ ત્રણ સાથે ગુણતાં ૮૧ ભાંગા થાય. વળી એકાશીને અતીત-અનાગત અને વર્તમાન કાળથી ગુણતાં ૨૪૩ થાય. તેને અરિહંત સિદ્ધિ-સાધુ અને આત્મા એ ચારની સાક્ષીએ ગુણતાં ૯૭૨ થાય. આ કહ્યા તેટલા ભેદ પહેલું પ્રાણતિપાત વિરમણ મહાવ્રતને અમરકુમાર મુનિ તથા સુરસુંદરી શ્રમણી પાળે છે. બીજું મૃષાવાદ વિરમણ મહાવ્રત - સત્યના દસભેદ,અસત્યના દસ ભેદ, સત્યાસત્યના દસ ભેદ અને અસત્યામૃષા ભાષાના બાર ભેદ એ પ્રમણે ચાર પ્રકારની ભાષાના ૪૨ ભેદે બીજું મહાવ્રત પાળે છે. ત્રીજું અદત્તાદાન વિરમણ મહાવ્રત : તીર્થંકર અદત્ત, ગુરુ અદત્ત, સ્વામી અદત્ત અને જીવઅદત્ત આ ચાર પ્રકારના અદત્તને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી ગુણતાં સોલ, આ સોલને મનવચન કાયાથી ગુણતાં ૪૮. તેને અતીત અનાગત અને વર્તમાનથી ગુણતાં ૧૪૪ ભેદ થાય. એટલા ભેદે ત્રીજું અદત્તાદાન વિરમણ મહાવ્રતને પાળે છે. ચોથું મૈથુન વિરમણ મહાવ્રત- ઔદારિક અને દિવ્ય એવા વૈક્રિય શરીર દ્વારા કામને મન વચન કાયાથી સેવે નહિ. ૨×૩ = ૬, તેને સેવે નહિ, સેવરાવે નહિ અને સેવતાંને અનુમોદે નહિ. ૬ ને ત્રણ સાથે ગુણતાં ૧૮ ભેદ થાય. વળી તેને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ આ ચાર સાથે ગુણતાં ૭૨ ભેદ થાય. આ ૭૨ ભેદથી ચોથું મહાવ્રત પાળે છે. પાંચમું પરિગ્રહ ત્યાગ મહાવ્રત : ધન ધાન્ય ક્ષેત્ર મકાન, સોનું, રૂપું, બીજી ઘાતુઓ, દાસ-દાસી અને પશુ. આ નવ પ્રકારના પરિગ્રહને મન વચન કાયાથી ગુણતાં ૨૭ ભેદ થાય. એ ૨૭ ભેદે પાંચમુ મહાવ્રત પાળે છે. ૨૭ ભેદ બાહ્ય પરિગ્રહના કહ્યા અંતર પરિગ્રહ ૧૪ પ્રકારે છે. ૪ કષાય ૯ નો કષાય અને મિથ્યાત્વ : આ ૧૪ અંતર પરિગ્રહનો પણ ત્યાગ કર્યો છે. વળી પ્રભુના ! માર્ગે જવા જ્ઞાન અને ક્રિયા એ બે બળદને સુસંયમ રૂપી રથને જોડયા છે. એવા રથ ઉપર આરુઢ થઇને મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૩૧૬

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362