Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 337
________________ ભાવાર્થ : પૂર્વભવ જ્ઞાનવંત મુનિશ્રી જ્ઞાનધર મહારાજની દેશના સાંભળી. સભાજનો ઘણા આનંદ પામ્યા. તેમાં વળી રિપુમર્દન રાજા, અમરકુમાર આદિ ધર્મ રસિયાજીવો વધારે આનંદ પામ્યા અને સંસારથી ઉદ્વિગ્ન પણ પામ્યા. જેવી રીતે પ્રાતઃકાળે સૂર્યોદય થતા ચક્રવાક અને ચક્રવાકી આનંદમાં આવી જાય તે રીતે સૌ આનંદ પામ્યા. દેશનામાં તરબોળ થયેલ કંઇક ભવ્યજીવો બોધિબીજ સમકિતને પામ્યા. હળવાકર્મી આત્માઓએ દેશવિરતિરૂપ બાર વ્રતને ગ્રહણ કર્યા. ભવનિર્વેદ પામેલા પુણ્યત્માઓ ભવજલ તરવાને નાવ સમાન સર્વવિરતિ રૂપ સંયમને ગ્રહણ કરતા હતા. હે ભવ્ય જીવો! જીવનમાં ધર્મ આરાધવાની તક કયારેક મળી જાય છે. તે અવસરે જો વિલંબ કરે તો શું થાય? લક્ષ્મી ચાંલ્લો કરવા આવે તે વેળાએ કપાળ ધોવા જાય તો શું થાય? આંબાડાળે કેરી આવે તે વેળાએ કાગડાની ચાંચ મારેલી કેરી પાકે? કેરી ન ખાઇ શકે. તે જ રીતે ધર્મ ક૨વાને અવસરે જો પ્રમાદ કરે તો પાછળથી પસ્તાવાનું જ રહે. મુનિ ભગવંતની દેશના સાંભળ્યા બાદ, આશ્ચર્ય પામેલા નરેશ ગુરુમહારાજને હાથ જોડીને પૂછે છે. હે ગુરુભગવંત! મા૨ી કુંવરી સુરસુંદરી રહેલી છે. તેણે કેવા પ્રકારના કર્મ કર્યા હશે? જે કર્મના ઉદયે કરી સુખ પામી. વળી દુઃખને પામી સ્વામીનો વિયોગ થયો. તે પછી પણ ભયંકર દુઃખો ને પામી. પૂર્વભવે મારી કુંવરીએ શું શું કર્યુ. કૃપા કરીને આપ બતાવો. (૩૦૪) ઢાળ- પંદરમી (જગપતિ નાયક નેમિ જિણંદ- એ દેશી.) નરપતિ કહે મુનિ પૂર્વ વૃત્તાંત, કરમ ભરમ જગ વિસ્તરે; ન૨૫તિ કર્મ-વિવશ વાસુદેવ, નરક પ્રતે તે સંચરે. ૧ નરપતિ ભવ નાટિકમાં જોય, અવ્યવહારી રાશિમાં; નરપતિ અનંત પુદ્ગલ પરાવર્ત, ભ્રમણ નિગોદની રાશમાં. ૨ નરપતિ અનાદિ નિગોદ અવશ્ય, ઉધ્ધરી પૃથ્વીકાયમાં; નરપતિ સૂક્ષ્મ બાદરમાંહિ, તે વ્યવહારી રાશિમાં. ૩ નરપતિ ગિરિસરિ દુપલને ન્યાય, દુઃખ સહતાં સંસારમાં; નરપતિ પુણ્ય વિહુણો જીવ, ભમિયો વિષમ વિકારમાં. ૪ નરપતિ બહુવિધ કર્મ બનાવ, કર્મે જીવને સાંકલ્યો; નરપતિ પૂરવ ભવ વૃતાંત, તેહ ભણી તુમે સાંભલો. ૫ નરપતિ ગામ સુદર્શન નામ, નૃપ સુરરાજ તિહાં વસે; નરપતિ અરિગણમાં તે શૂર, વીર પરાક્રમ ઉલ્લસે. ૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362