Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 339
________________ નરપતિ અણઆલોઈ પાપ, સુરપદવી બેહું વર્યા; નરપતિ ભોગવતાં શુભ ભોગ, આયુ સંપૂરણ કર્યા. ૨૦ નરપતિ સુરરાજાનો જીવ, અમરકુમાર સંપદવરી; નરપતિ રેવતીનો ચવી જીવ, અગજા તુઝ સુરસુંદરી. ૨૧ નરપતિ બાર ઘડી મુનિરાજ, ધ્યાન ચૂકાવ્યો જિર્ણ કરી; નરપતિ બાર વરસ તિણે હેત, કંત વિયોગ સતી વરી. ૨૨ નરપત મુનિય દુગંછા કીધ, મચ્છ ઉદર વસતી સતી; નરપતિ મુનિવર દીધ આહાર, વિધા રાજય અધિપતિ. ૨૩ નરપતિ નવપદ શીયલ પ્રભાવ, જગ જસ સુખ લહી સંપદા; નરપતિ નિસુણી મુનિ- વચ દોય, જાતિ સ્મરણ લહે તદા. ૨૪ નરપતિ મુનિવરને સતી તામ, અમરકુમાર પણ ઈમ કહે; નરપતિ મુઝ આતિમ ઉધ્ધાર, કારણ તુમ વિણ કુણ કહે. ૨૫ નરપતિ તુમ સરીખા મુઝનાથ, માથે ગાજે ગુણનિલો; નરપતિ તિહાં નહિ કર્મ પ્રચાર, કેસરી આગલ છાગલો. ૨૬ નરપતિ રશ્મિ પ્રસર દિનનાથ, તિમિર તિહાં નવિ સંચરે; નરપતિ તાર તાર ભવ તાર, તવ મુનિવર ઇમ ઉચ્ચરે. ૨૭ નરપતિ દુરિત હરણ શિવદાન, સાધન છે શિવાજની; નરપતિ જેહ ગ્રહે શુભ ભાવ, દીક્ષા શ્રી જિનરાજની. ૨૮ નરપતિ અકુલી કુલિય કહાય, જ્ઞાન લહે મૂરખવલી; નરપતિ સુરવર-નૃપ- નત પાય, દીક્ષાએ જિન કેવલી. ૨૯ નરપતિ અમરકુમર સતી તામ, કહે સાહિબ તે આપીએ, નરપતિ ભવ ભવ સંચિત પાપ, દીક્ષા દેઈ કાપીએ. ૩૦ નરપતિ આજ્ઞા તવ માગંત, નિજ નિજ માતપિતા-તણી; નરપતિ મુનિવર તવ ભાખંત, માતપિતા ઉચ્છક ભણી. ૩૧ નરપતિ સંયમ લેતાં પુત્ર, રાખે માતપિતા ઘરે;, નરપતિ ઘાલે કૂપમાં તેહ, બાપડા કિણી પરે નિસરે. ૩૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362