Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay,
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray
View full book text
________________
નરપતિ માતપિતા દીએ દીખ, નિશ્ચલ કાજ તે સુત તણે; નરપતિ શિવ નગરીને પંથ, પ્રસ્થાનો મેલ્યો તિણે. ૩૩ નરપતિ સંયમ પાખે જીવ, ભવ ભવ નાટકમાં પડે; નરપતિ જીવાયોનિ ભમંત, કિમહિ ન શિવ પંથે ચડે. ૩૪ નરપતિ પરણાવી મા-બાપ, મનમાંહી રૂડું વહે; નરપતિ છાર ઉપર લીપંત, કેતીવાર લીપણ રહે. ૩૫ નરપતિ ઇમ નિસુણી નૃપશેઠ, દીએ આજ્ઞા દીક્ષા-તણી; નરપતિ બહુ મહોત્સવ પરિવાર, સંયમ ગ્રહણ ઉચ્છક ઘણી. ૩૬ નરપતિ બેસી સુખાસન દોય, પ્રથમ પ્રભુ પૂજા કરી; નરપતિ આવ્યા મુનિવર પાસ, અમરકુમાર સુરસુંદરી. ૩૭ નરપતિ અરિહંતાદિક સાખી, સામાયક વ્રત ઉચ્ચરે; નરપતિ ભેદ સત્તર શ્રીકાર, સંયમ શુધ્ધ સમાચરે. ૩૮ નરપતિ વિચરે ગુરુને સાથ, અનુમતિ સજ્જનની વરે; નરપતિ રાજાદિક પરિવાર, ઉભા રહી વંદન કરે. ૩૯ નરપતિ ચોથે ખંડે ઢાળ, પશરમી રમી ગુણ સતી;
નરપતિ વીર કહે જગમાંહી, ધન ધન એ વતી દંપતી. ૪૦ ભાવાર્થ :
નરપતિની વાત સાંભળીને મધુરવાણીએ મુનિ પૂર્વ વૃત્તાંત કહે છે. સભામાં બેઠેલા સર્વ શ્રોતાઓ આ પ્રશ્ન સાંભળતાં તેનો જવાબ સાંભળવા સૌ ઉત્સુક બન્યા છે.
હે રાજન! આ સંસારમાં કર્મરાજાની સત્તા ઘણી વિસ્તૃત છે. જેની કોઇ સીમા નથી. કર્મના વશ થકી વાસુદેવ નરકમાં જાય છે. ભવરૂપી રંગભૂમિ ઉપર આત્મા અવનવા નાટક ભજવે છે. એની શી વાત કરવી? આ જીવાત્મા અવ્યવહાર રાશિ નિગોદમાં અનંત પુદ્ગલ પરાવર્ત કાળ રહ્યો. તેમાં જન્મમરણના ફેરા ફર્યો. ત્યાર પછી સિધ્ધ પરમાત્માની સહાયથી અનાદિ નિગોદમાંથી આ આત્માનો ઉધ્ધાર થયો. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં લાવનાર અનંત ઉપકારી સિધ્ધ પરમાત્મા છે. ત્યાંથી પૃથ્વીકાળમાં આવ્યો. જીવનું ભ્રમણ ચાલુ થયું. જીવનો વિકાસ નિગોદમાંથી નીકળ્યા બાદ ચાલુ થાય છે. પૃથ્વીકાળમાં પણ સૂક્ષ્મમાં ગયો. વળી ત્યાંથી બાદર પૃથ્વીકાયમાં આવ્યો. એકેન્દ્રિયમાં કયાં સુધી રખડ્યો?
ગિરિસરિત ૬,પલ ન્યાયે કરીને એટલે નદી ધોલે.... ગોળ ન્યાયે કરીને સંસારમાં અનેક પ્રકારના દુઃખોને સહન કર્યા. કોઇકવાર સારો કોઇકવાર ખરાબ એમ કરતાં દુઃખોને સહન કરતો વિષમ વિકારપણાને પામી પુણ્યહીન બની ગયો.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362