Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 335
________________ વળી કોઈક વાર આ જીવાત્માને સૌભાગ્યવાળો કયારેક દૌર્ભાગ્યવાળો બનાવે છે. કયારેક ચંડાળ તો કયારેક બ્રાહ્મણ બનાવે, કયારેક સ્વામી બનાવે, ક્યારેક દાસ પણ બનાવે, કયારેક નિંદક પણ બનાવે, કયારેક પૂજનિક( લોકોને માટે પૂજય) થાય છે. જેમ અરઘટ્ટ પાણીનો રેટ ચાલે ને વારાફરતી ઘડા ખાલી થાય ને ભરાય. તેમ જીવ જાદા જાદા ભવોને ધારણ કરે છે. આ સંસારની વિચિત્રતાને ભાવવી જોઇએ. જેમ નાટક કરનાર જાદા જુદા પ્રકારના વેશને ધારણ કરે છે તેમ આપણો જીવ પણ આ સંસારમાં જાદા જુદા પ્રકારના વેશને ધારણ કરે છે. બિચારો કર્મને પરાધીન બનીને આવા વેશને ભજવે છે. જિન આગમના ઉપદેશ શ્રવણ વિનાનો જીવ આ પ્રકારે સંસારમાં રખડે છે. ૪ એકત્વ ભાવના:- હે ભવ્ય જીવો! એકત્વપણાની ભાવના ભાવવાની છે . હે જીવ! તું એકલો છે, જગતમાં તું એકલો આવ્યો છે. અહીંથી જઇશ તો પણ એકલા જ જવાનો છું. માટે મમત્વની- મારાપણાની ટેવને તું મૂક! કારણ કોઇ મારું નથી. જયારે તું પરલોકમાં જઇશ ત્યારે તારું ધન તો ઘરમાં જ રહી જશે. સ્ત્રી ઘરના આંગણા સુધી સાથે આવશે. પુત્ર અને લોકો સ્મશાન સુધી આવશે. શરીર ચિતા સુધી આવશે. પછી પરલોકમાં તું એકલો જ જવાનો છે. આ રીતે એકત્વ ભાવના ભાવજો. ૫ અન્યત્વ ભાવના- હે ભવ્ય જીવો! તમે અન્ય ભાવનાનું ભાવન કરજો. આ સંસાર સ્વાર્થથી ભરેલો છે. તેમાં પુત્ર પરિવાર વધારે સ્વાર્થી છે. જેમ માર્ગમાં જતાં મુસાફર મળે તો તેઓનો પ્રેમ કેટલીવારનો હોય છે? માર્ગમાં હોય તેટલી વારનો પ્રેમ - પછી કોણ યાદ કરે છે? એક વૃક્ષમાં અનેક જાતિના પક્ષીઓ સાંજ પડતાં ભેગાં થાય છે. સવાર પડતાં પોતપોતાની દિશામાં તે ચાલ્યા જાય છે. તેમ આ સંસારમાં અનેક ગતિઓમાંથી જીવો આવીને ભેગાં થાય છે. અને આયુષ્ય પૂર્ણ થયે પોતપોતાના કર્માનુસાર ગતિમાં ચાલ્યા જાય છે. આ સંસારના રંગો આવા છે. ૬ અશુચિત્વ ભાવનાઃ-નગરની ખાળમાં જેમ અનેક પ્રકારની ગંદકી ગામની વહે છે તેમ આ શરીર રૂપી ગામમાં કફ-મળ-મૂત્ર- માંસ- લોહી- મેદ-રસ- અસ્થિ- મજજા- મનુષ્ય બીજ આવા અશુચિ પદાર્થો ભર્યા છે. અને શરીરના સાત દ્વાર રૂપ ખાળમાંથી વહયા કરે છે. આવા અશુચિ ભરેલા શરીર પ્રત્યે રાગ કેટલો? મમત્વપણાને છોડો. ૭ આશ્રવ ભાવના :- દશમા અંગમાં કહેલું છે કે પાંચ આશ્રવનો ત્યાગ કરવો જોઇએ. વિવેકી આત્માઓએ વિરતિનો આદર કરવો જોઇએ. તેનાથી આ સંસાર સાગરને પાર પમાય છે. પાંચમા શ્રી ભગવતીજી અંગમાં કહેલું છે કે એકેન્દ્રિયને અવિરતિ નામના કર્મબંધન હેતુથી કોઇપણ વિષયના ભોગવટા વિના અઢારે પણ પાપસ્થાનક લાગે છે. માટે હે ભવ્યો! પાપ આરંભના સ્થાનો ના પચ્ચકખાણ કરીને વિરતિમાં રહેવું જોઇએ. ૮ સંવર ભાવના:- સાધુ સંવરમાં રહેલા હોવાના કારણે મિત્ર અને શત્રુને સમાન ગણે છે. જીવન અને મરણને સમાન ગણે છે અને પાપના આશ્રવ ભાવોથી હંમેશા દૂર રહે છે. એટલે આશ્રવ ભાવનો ત્યાગ કરવો જોઇએ. વળી શ્રાધક પોતે ભાવના ભાવતાં વિચારે છે કે મારો ધન્ય દિવસ કયારે આવશે કે હું કુશ નામનો (ડાભ-ઘાસનો) સંથારો કરીશ! સ્વજન-ધન અને સંપત્તિનો ત્યાગ કરી આ આશ્રવના દ્વાર બંધ કરી હું કયારે સંયમનો ભાર સ્વીકારીશ? કયારે મુનિ બનીશ? મુનિ ભગવંત હંમેશા ચિતમાં ચિત્તવન કરે-પોતાના હિતનું અને નિર્દોષ આહીરની ઇચ્છા કરે. વળી વિચારે હું મલ્લની જેમ એકાકી પ્રતિમાને જ્યારે વહન કરીશ? અને ગુરુની પાસે સૂત્રનો અભ્યાસ કયારે કરીશ? ૯ નિર્જરા ભાવનાઃ- વ્રત પચ્ચકખાણ કરીને કર્મની નિર્જળા ક્યારે કરીશ? ૧૦ લોક સ્વભાવ ભાવનાઃ- પુરુષ ઊભો હોય, પોતાના બે હાથ કમ્મરે હોય, અને બે પગ પહોળા રાખ્યા હોય ને જેવો આકાર બને તે ચૌદ રાજ લોકનો આકાર છે. આવા લોકનું સ્વરુપનું ચિંતવન કરે. તે લોક સ્વભાવ ભાવના. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362