Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 333
________________ ધર્મને વિષે પોતાનું વીર્ય પરાક્રમ ફોરવવું-દાખવવું તે. પણ દુર્લભ અંગ છે. શ્રાવક નિત્ય સામાયિક અને પર્વે પષધ કરે છે. તેનાથી દુર્ગતિનો ભંગ થાય છે. સામાયિકથી લાભ કેટલો? એક મનુષ્ય એક દિવસમાં સવા લાખ સુવર્ણનું દાન કરે છે. ને એક મનુષ્ય એક દિવસમાં સામાયિક કરે છે. તો દાન કરતાં સામાયિકમાં અપાર લાભ છે. જે આત્મા નિંદા અને પ્રશંસાને સમાન ગણે છે-માન અપમાનને સમાન ગણે છે. સ્વજન અને પરજનને સમાન ગણે છે. તેનું સામાયિક શુદ્ધ ગણાય છે. જે આત્મ સામાયિક લઈને ઘર સંબંધી કાર્ય કરે છે તે આત્મા આર્તધ્યાનમાં વર્તતો ગણાય. અને તેની સામાયિક નિષ્ફળ ગણાય છે. ઇન્દ્ર જેવા પણ વિચારે છે કે દેવોના ભોગો સુલભ છે. સુખે કરીને પ્રાપ્ત કરી શકાય છે. પણ સામાયિકની પ્રાપ્તિ થવી તે જગતના જીવોને વિષે દુર્લભ છે. મુનિભગવંતો સર્વવિરતિ ૫ જાવજજીવનનું સામાયિક સંયમનું પાલન કરે છે ત્યારથી મોક્ષનું મડાણ છે. અર્થાત્ મોક્ષ સન્મુખ તે જીવાત્માએ મંડાણ કર્યું કહેવાય. જિનેશ્વર ભગવંતોએ, ભવ્યજીવોને યોગ્ય બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે. સર્વ વિરતિ અને દેશવિરતિ :- સર્વવિરતિ તે સાધુધર્મ, દેશ વિરતિ તે ગૃહસ્થ ધર્મ. જે જીવાત્મા યોગ્ય ન હોય તેને દેશના કેમ આપી શકાય? જેમકે વાઘણનું દૂધ કાંસા આદિ ભાજનમાં ન રખાય?- અને જો રાખો તો પાત્ર કાણું થઈને રહે. ટકી ન શકે તે દૂધમાં ગરમી ઘણી જ હોય તે ભાજનને કાણું પાડીને બહાર નીકળી જાય. જયારે તે દૂધને રાખવા તો સુવર્ણનું પાત્ર યોગ્ય અને શુદ્ધ કહેવાય છે. તેમ યોગ્યતા ધરાવતા પાત્રને ધર્મ દેશના અપાય છે. તો તે દેશના ફળ રુપે કંઇક પામી જાય છે. જેઓ સાધુની સંગતિ (સહવાસ) નો આદર કરે છે, જે જિનાજ્ઞાને પામે છે અને જિનાજ્ઞામાં રહે છે. તેઓની પ્રશંસા કરવી જોઇએ. જે આત્માઓ સુખશીલતાના સ્વભાવવાળા છે (સારુ ખાવું સારું પીવું જોઈએ.),જેઓની પ્રતિકલ્પના પ્રમાણે ઇચ્છા મુજબ જીવી રહ્યાં છે. જેઓ જિનાજ્ઞાની વિરાધના કરી રહયા છે તે મનુષ્યો પાપી છે, મોક્ષમાર્ગના વેરી છે. એમ સમજવું. જિનેશ્વર ભગવાનની આજ્ઞા યુકત શ્રેષ્ઠ સાધુ હોય, સાધ્વી હોય, આજ્ઞા મુજબ ગૃહસ્થ જીવન જીવનારો શ્રાવક અને શ્રાવિકા હોય તો તે સંઘ કહેવાય. જયારે બાકીના (આજ્ઞા વિનાના) તો હાડકાનો સમુદાય છે એમ જાણવું જોઇએ. જે રત્નત્રયી રુપ સમાન જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુકત હોય તે ગુણવંત સંઘને મેળવવા અતિ દુર્લભ છે. પરમાત્માના માર્ગે ચાલનારો ચતુર્વિધ સંઘના દર્શન પણ દુર્લભ છે. ગુણિયલ શ્રી સંઘને અરિહંતો પણ આવકારે છે, માન આપે છે. પ્રભુ સમવસરણમમાં દેશના આપવા બેસતાં “નમો તિત્યસ્ત.” કહીને પછી બેસે છે. શ્રી સંઘને તીર્થ કહેવાય છે. પરમાત્માની આજ્ઞાપૂર્વકનો કરેલું તપ અને કરેલી સંયમની આરાધના સફળ થાય છે. ત્રિકાળપૂજા પણ આજ્ઞાપૂર્વક કહેલી છે. આંકડા વિનાના મીંડા નકામા છે તેમ આજ્ઞાવિનાના તપ સંયમ પૂજાદિ ક્રિયા પણ નકામી છે. સૂર્ય જેમ અંધકારનો નાશ કરે છે તેમ થોડી પણ આજ્ઞાયુકત કરેલી આરાધના તેનાથી પાપનો નાશ થાય છે. તે માટે દાન-શીલતપ-અને ભાવ ૫ ધર્મ આજ્ઞાપૂર્વક આચરવા જોઇએ. ગુણવાન મુનિવરોનો યોગ પ્રાપ્ત થતાં સુપાત્ર દાનનો લાભ લેવો જોઇએ. સુપાત્રમાં જે ભવ્યજીવો ભાવપૂર્વક દાન આપે છે તે મોક્ષના અનંતસુખ રુપ ફળને મેળવે છે. શઠ-(લુચ્ચા) પુરુષમાં ગુપ્તવાત, પાણીમાં તેલ- બુદ્ધિવાનમાં શાસ્ત્રજ્ઞાન થોડું હોય છતાં વિસ્તારને પામે છે તેમ દાન અલ્પ પણ સુપાત્રમાં હોય તો વિસ્તારને પામે છે. દાન આપતી વેળાએ અનાદર- અબહુમાન ભાવ, વિલંબમણું ધીરે ધીરે આપવું- પરાડમુખે એટલે મોં ફેરવીને આપવું. કુવાચ- એટલે ખરાબ વચન બોલવાપૂર્વક મોં ફેરવીને આપવું તે પશ્ચાત્તાપ - આપ્યા પછીમેં ક્યાં આપ્યું એવો પશ્ચાતાપ કરવો. સંતાપતા- વારંવાર મનમાં સંતાપ થાય- દુઃખ થાય. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૩૦

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362