Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 331
________________ કરીને ઊભો રહ્યો. એટલામાં જ ગાંડો હાથી આવી પહોંચ્યો. અને પેલા શિષ્યને મારી નાંખ્યો. આ વસ્તુ સૂચવે છેસ્વચ્છન્દ મતિને નહિ ધરતાં કલ્યાણના અર્થી આત્માઓએ મહાપુરુષના વચન ઉપર શ્રદ્ધા કેળવવી જોઇએ. કેવળ શ્રદ્ધાહીનપણે જેઓ પોતાની મતિને આગળ કરે છે, તેઓ તો તત્ત્વને પામી શકતાં નથી. વળી આપ મતિ રાખે, ભણ્યા હોય, ગણ્યા ન હોય તેઓનો ચાર મૂર્ખાઓ જેવો ઘાટ ઉતરે. ચાર મુર્ખાની કથા ચાર મુર્ખ મિત્ર પ્રવાસે ગયા. રસ્તામાં ભૂખ લાગવાથી કોઇ એક ગામને પાદરે રહ્યા. રથને ઊભો રાખ્યો. બળદને ચરાવવા જયોતિષ ભણેલો મુર્ખ ગયો. જોષીની ધૂનમાં બેઠો. બળદ ચોરાઇ ગયા. તપાસ કરવા લાગ્યો. ‘લગ્ન કુંડલી’ કાઢી બળદ જડશે કે નહિ. બીજો મૂરખ- શબ્દ શાસ્ત્રને જાણતો ખીચડી રાંધવા લાગ્યો. ખીચડી ચઢતી વેળાએ થતો ખદબદ ખદબદ શબ્દ અવાજ સાંભળી વિચારે છે કે : “આ કઇ જાતનો શબ્દ' શાસ્ત્રમાં કહ્યાં છે તેમાંનો એકપણ શબ્દ નથી માટે અપશબ્દ બોલે છે. આમ વિચારીને ખીચડીવાળા હાંલ્લાને આવો અપશબ્દ ન બોલવાનું કહે છે. છતાં અવાજ બંધ ન થયો. ખીજાઇને ખીચડીના હાંલ્લાને ફોડી નાંખી ખાવાનું ધૂળમાં ભેળવે છે. વૈદ્ય શાક લેવા ગયો છે. ‘કયું શાક લેવું?” જેટલા જુવે તે બધાં દોષવાળા દેખાય છે. વિચાર કરતાં લીંબડાને જ પસંદ કરે છે. ચોથો ન્યાય શાસ્ત્રી હતો. ઘી લેવા ગયો. ઘી લઇને આવે છે. રસ્તામાં વિચાર કરે છે કે- આ વાસણ ઘીના આધારે છે કે આ ઘી વાસણના આધારે છે. આ નિર્ણય કરવા માટે વાસણ ઊંધું વાળ્યું ઘી ઢોળાઇ ગયું. આમ એકે બળદ ખોયો, બીજાએ ખદબદ કરતી ખીચડી ગુમાવી, ત્રીજો લીંબડો લાવ્યો. ચોથાએ ઘી ઢોળ્યું. ગણતર વગરનું ભણતર કંઇ ઉપયોગી નીવડતું નથી. આ દૃષ્ટાંતમાં ચાર મુર્ખ પોતાની મતિએ દુઃખને પામ્યા. તેમ ધર્મ ઉપર શ્રદ્ધા થવી એ પણ પુણ્યાઇની વાત છે. શ્રદ્ધા દુર્લભ છે. સમુર્ચ્છિમની જેમ વર્તનારને પણ જિનવચનની શ્રદ્ધા દુર્લભ છે. આ પ્રમાણે શ્રદ્ધા થવી તે દોહિલી છે. ભગવાનના વચનમાં સમકિત વિના તે શ્રદ્ધા કેવી રીતે થાય? સમકિત તે જ શ્રદ્ધા કહેવાય છે. સર્વ શાસ્ત્ર ચિત્તને વિશે રુચવા જોઇએ. શાસ્ત્ર ગમે છે રુચે છે. એમાં એક પદ પણ જો શ્રદ્ધામાં ન આવતું હોય તો તે મિથ્યા કહેવાય. ‘‘સંઘ યણ વિવેક’” ગ્રંથ તેની સાક્ષી રુપ છે. પાપના સ્થાન સત્તર છે. મિથ્યાત્વ સ્થાનક અધિક કરતાં કુલ અઢાર પાપસ્થાનક થાય છે. કષ્ટ કરવામાં આવે, ઇન્દ્રિયનું દમન કરવામાં આવે પણ જો તે મિથ્યાત્વથી યુકત છે તો તે ધર્મ જૂઠ્ઠો કહેવાય છે. મિથ્યાત્વના પ્રભાવથી: ધર્મને વિષે અધર્મની બુદ્ધિ અને અધર્મને વિષે ધર્મ બુદ્ધિ સ્થાપન કરે છે. માર્ગને વિષે ઉન્માર્ગની બુદ્ધિ અને કુમાર્ગને વિષે માર્ગની બુદ્ધિ સ્થાપન કરે છે. સાધુને વિષે અસાધુની બુદ્ધિ અને અસાધુને વિષે સાધુની બુદ્ધિ સ્થાપન કરે છે. જીવને વિષે અજીવની બુદ્ધિ અને અજીવને જીવની બુદ્ધિ સ્થાપન કરે છે. મૂર્તને વિષે અમૂર્તની બુદ્ધિ અને અમૂર્તને વિષે મૂર્તની બુદ્ધિ સ્થાપન કરે છે. (૨૯૮) (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362