________________
દુર્ગચ્છ, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિંદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ.
1-તુચ્છ-અગંભીર-છાંછરા મનવાળો, ૨-બાહ્ય પદાર્થોની અત્યંત તૃષ્ણાવાળો તે, ૩-યાચકવૃત્તિ તે, ૪-પારકી સંપત્તિ જોઇ અદેખાઇ કરે તે, પ-ઠગવાની વૃત્તિ વાળો, ૬-કુલ પુત્રકની જેમ તત્ત્વની વાત ન સમજી શકે તે, ૭ચૌદત્રિલીક સુખમાં રાચનારો, ૮-ધર્મ કરતા ભય પામે તે, ૯-પ્રશાંત ચિત્ત, સુંદર સ્વભાવ વાળો, ૧૦ઠરેલગંભીર, ૧૧ ધર્મ વિઘ્ન આવે તો પણ મક્કમ મનવાળો ૧૨-હેયોપદેય ને સમજનારો, ૧૩-સર્વજ્ઞ દર્શનમાં સ્થિર ચિત્તવાળો, ૧૪-સંસારને દુઃખરૂપ માની મોક્ષ માટે પ્રયત્ન કરનારો, ૧૫-માધ્યસ્થ ભાવવાળો, ૧૬ગુણીજનનો રાગી, ૧૭-ખલપુરૂષમાં ગુપ્તવાત, ૧૮-જલમાં તેલ,૧૯-ઇન્દ્રધનુ, ૨૦-દીનવચન. ભાવાર્થ :
દેશના...
ગુરુ ભગવંત દેશના આપતાં કહે છે. કે- હે પ્રાણી! તમે જિનવાણી સાંભળીને બોધ પામો. આ અસાર સંસારમાં સારભૂત એક ધર્મ છે. અને તે ધર્મનો આધાર મનુષ્યભવમાં જિનેશ્વર ભગવાનની વાણી સાંભળવી તે જ છે. અને તે જિનવાણીમાં શ્રદ્ધા રાખો તે જ ધર્મનું બળ છે. ઉ૫૨ કહ્યા તે નરભવ- શ્રુતનું શ્રવણ- શ્રુત-વચન ઉપર શ્રદ્ધા-અને તે ધર્મનું આચરણ- આ ધર્મના ૫રમ અંગ ચાર અતિ દુર્લભ છે.
મનુષ્યભવ દસ દૃષ્ટાંતે દોહિલો કહ્યો છે. દસ દૃષ્ટાંત- ચુલ્લક,-પાસક(પાસા),-ધજ્ઞ(ધાન્ય),જુગાર, રત, સ્વપ્ન, ચક્ર, કૂર્મ(કાચબો), યુગ અને ૫૨માણુ- આ દસ દૃષ્ટાંત થી પણ મનુષ્યભવ દુર્લભ છે. તે ધુણાક્ષર ન્યાયે- એટલે લાકડાના જીવડા લાકડું ખાતરતાં તેમાં ક-ખ-ગ- આદિ અક્ષરો પાડે અથવા (નદી ધોળ ગોળ ન્યાયે- એટલે નદીમાં પત્થર ઘસાતાં ઘસાતાં ગોળ થાય તે ન્યાયથી.) સરિત ઉપલ ન્યાયથી દુર્લભ મનુષ્ય ભવ મળ્યો છે.
તેથી સુગુરુનો યોગ જયારે મળી જાય ત્યારે ભકિતપૂર્વક-બહુમાનપૂર્વક શ્રુત -શાસ્ત્ર સાંભળવું જોઇએ. પણ તેર કાઠિયા- આળસ-મોહ-શોક- શાસ્ત્ર પ્રત્યે અનાદર, માન,-ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, અજ્ઞાન, ચિત્તની અસ્થિરતા કામ અને કુતૂહલ વગેરેને વશ થઇ શ્રુતનો યોગ શ્રુતનો લાભ જીવને થતો નહોય, તેથી કરીને શ્રુત વિનાનો નર પશુ જેવો હોય છે. પુણ્ય પાપનું જ્ઞાન પામી શકતો નથી. આવા સુગુરુનો યોગ પણ પુણ્યરાશિથી થાય છે. તેમની પાસેથી શ્રુતનો યોગ પૂર્વના પુણ્યથી થાય છે. પણ (કુગુરુ એવા) ધૂર્તે ચિત્તમાં ખોટું સમજાવી વ્યુદગ્રાહિત કર્યો. (ધર્મ ઉ૫૨થી ચિત્ત ઉઠાડી દીધું.) તે કારણથી શ્રુત કાંઇ પણ સાચું પ્રાપ્ત થયું નહિ.
ગુરુ ભગવંત સાચી વાત સમજાવે, તો પણ તે વાતની શ્રદ્ધા કરે નહિ.અને પોતાની બુદ્ધિને આગળ કરે તે મૂર્ખ શિષ્યની જેમ દોઢ ડાહયો બની જાય છે.
મૂર્ખ શિષ્યની કથા
એક શિષ્ય પોતાના ગુરુ પાસે ન્યાયનો અભ્યાસ કરતો હતો. ન્યાયમાં ખૂબ તર્ક-વિતર્ક કરવાના હોય છે. એકવાર એવું બન્યું કે- તે શિષ્ય જે સમયે આહાર લેવા માટે ગામમાં જાય છે તે સમયે એક ગાંડો બનેલો હાથી દોડતો દોડતો આવતો હતો. ઉપર મહાવત તેને અંકુશમાં રાખવા બહુ પ્રયત્ન કરતો હતો. પણ ગાંડપણના યોગે હાથી તેને ગાંઠતો નહિ. આ રીતે ગાંડા હાથીને દોડતો આવતો જોઇને લોકો જીવ બચાવવા આમતેમ નાશભાગ કરી રહ્યાં હતા. એ જોઇને પેલો શિષ્ય વિચાર કરે છે કે- “આ હાથી પ્રાપ્ત કરેલાને મારે છે કે અપ્રાપ્તને? જો પ્રાપ્તને જ મારતો હોય તો તે પોતાના ઉપર બેઠેલા માણસને મારશે. અને અપ્રાપ્તને મારતો હોય તો પછી તે બધાને મા૨શે.’’ આ પ્રમાણે તે વિચાર
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૨૯૭)