Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 332
________________ આ દશ પ્રકારે સંજ્ઞા છે. વળી આગમમાં પાંચ પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે. કદાગ્રહી ગધેડાનું પૂંછડું પકડે અને ગધેડો લાત મારે તો પણ તે પૂંછડું મૂકતો નથી. તેમ આભિગ્રહિક મિથ્યાત્વી પોતાના પકડેલા મતને છોડતો નથી. આ પહેલા પ્રકારનો મિથ્યાત્વ અનભિગ્રહિક મિથ્યાત્વી(બીજા પ્રકારનો) જગતના સર્વ દર્શનને સરખા માને. અભિનિવેશિક મિથ્યાત્વી(ત્રીજા પ્રકારનો) છે તે પોતાનું ખોટું છે એમ જે જાણે છતાં બીજાને જે જૂઠ્ઠું કહે છે સાંશયિક મિથ્યાત્વી(ચોથા પ્રકા૨નો) છે તેને જિનમતમાં શંકા જ હોય. અનાભોગિક(પાંચમા પ્રકાર) તે અજ્ઞાની છે તેનું જ્ઞાન સંમૂર્ચ્છમ જેવું અવ્યકત છે. આવા પાંચ પ્રકારના મિથ્યાત્વી છે. વળી દેવ-ગુરુ અને પર્વ આ ત્રણેની સાથે લૈાકિક અને લોકોત્તર મિથ્યાત્વના છે ભેદ થાય છે. તેમાં લૌકિક ત્રણ મિથ્યાત્વનો અર્થ પ્રગટ જ છે. કુદેવને કુગુરુ અને કુપર્વને માને તે લૈાકિક મિથ્યાત્વ સમજવા. (અહીં બતાવ્યા નથી.) દેવ સંબધી લોકોત્તર મિથ્યાત્વ કહે છે. પોતાના પુત્રાદિકની ઇચ્છાથી જે દેવની માનતા માને છે તે દેવ વિષયક મિથ્યાત્વ કહેવાય. શાસ્ત્રમાં બતાવેલા ગુરુના લક્ષણથી હીન એવા કુગુરુને આ લોકના સુખના આશંસા થી જે માને તે ગુરુ વિષયક લોકોત્તર મિથ્યાત્વ છે. અને આ લોકના સુખના આશંસાથી ઇષ્ટ પર્વને માનવા તે પર્વ વિષયક મિથ્યાત્વ કહેવાય છે. આ રીતે ૧૦ પ્રકારના સંજ્ઞા મિથ્યાત્વ, પાંચ પ્રકારના આભિગ્રહિક આદિ, અને છેલ્લે છ બતાવ્યા. તે મળીને કુલ ૨૧ પ્રકા૨ના મિથ્યાત્વ કહ્યા છે. આ મિથ્યાત્વ રુપી અંધકાર એ જ પરમ રોગ આ જીવને લાગેલો છે. માટે આ મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઇએ. હવે જિનેશ્વર ભગવાનનું સ્વરુપ બતાવે છે. જિનેશ્વર દેવ અઢાર દોષથી રહિત છે. પાંચ અંતરાય કર્મ, હાસ્યાદિ છકર્મ કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા અવિરતિ, રાગ અને દ્વેષ. આ અઢાર દોષ છે. પરમાત્મા આ દોષથી પર છે. તેને દેવ રુપે હૃદયમાં તમે ધારણ કરો. આ કાળમાં સ્વદેહે પરમાત્મા નથી. જિનબિંબ રુપે મળ્યા છે. તે પ્રતિમા પણ રાગ દ્વેષના લક્ષણો થી રહિત- નિરંજન નિરાકાર સ્વરુપ છે. વળી આજ ૫રમાત્માએ દયા, સંયમ, અને તપ રુપ ધર્મ પ્રકાશ્યો છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ અધ્યયને પ્રથમ ગાથામાં આ વાત જણાવી છે. “ધમ્મો મંગલ મુક્કિકં, અહિંસા સંજમો તવો,” અહિંસા(દયા), સંયમ અને તપ રુપ જે ધર્મ છે તે જે ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધર્મનું આચરણ કરો. વળી મુનિભગવંતને આશ્રયીને ક્ષમા આદિ દશ પ્રકાર નો ધર્મ બતાવ્યો છે. ક્ષમા -માર્દવ- આર્જવ મુકિત(નિર્લોભતા)- સંયમ-સત્ય-શાચઅકિંચન-બ્રહ્મચર્ય- આ દશ પ્રકારના ધર્મને મન-વચન-કાયા વડે- કરણ- કરાવણ અને અનુમોદન આ ત્રિવિધે ત્રિવિધે જે ગુણવાન મુનિવરો પાળે છે તે મુનિવરોને સંત કહેવાય છે. વળી ધર્મનું મૂળ શ્રદ્ધા રુપ સમકિત છે. તે સમ્યકત્વ વિનાની ક્રિયા માત્ર બાહ્ય ધંધારુપ છે. (નકામી છે.) જેમ અંધપતિની આગળ પત્નીના હાવભાવ એ નકામા છે તેમ આ ધર્મક્રિયા સમકિત-શ્રદ્ધા વિના નિષ્ફળ છે. સમ્યકત્વ પામતાં જીવને આઠ દોષો દૂર થાય છે. ૧ ક્ષુદ્રતા. ૨ લોભનો પ્રેમ. ૩ દીનતા. ૪ માત્સર્ય (અભિમાન). ૫ શઠ(માયાવીપણું.) ૬ અજ્ઞ- (અજ્ઞાનતા-શ્રાદ્ધ વિધિ તથા ગૌતમકુલકમાં દૃષ્ટાંત તરીકે આવતાં કુલપુત્રકની જેમ તત્ત્વની વાત સમજી ન શકે.) ૭ ભવાભિનંદી. ૮ ભય. આ આઠ દોષો ચાલ્યા છે. જીવને સમકિતની પ્રાપ્તિ થતાં આઠ ગુણ મેળવે છે. - ૧ સામ્યતા. ૨ ગંભીરતા. ૩ ધૈર્યતા. ૪ દક્ષતા.(ચતુરાઇ.) ૫ ધીરતા.(ધૈર્યતા એટલે ધર્મમાં વિઘ્નો આવે તો પણ મકકમ રહેનારો. તે ધૃતિમાન ધીરતા- સર્વજ્ઞ દર્શનમાં સ્થિર ચિત્તવાળો- ધીર.) ૬ સંસારથી ઉદ્વિગ્ન. ૭ ભદ્રિક પરિણામી. ૮ ગુણીજનનો રાગી. હોય છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૯૯

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362