Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 329
________________ એ કણ વૃક્ષ સમારૂઢા, પ્ર. નાના જાતિ વિહંગ; જી. પ્રાતર દિશિ દિશિ સંચરે, પ્ર. એ સંસારહ રંગ, જી. ૬૧ નયર ખાલ પરે તનુ વહે, પ્ર. કફ મલ મૂત્ર ભરીજ; જી. માંસ રુધિર મેદારસે, પ્ર. અસ્થિમજજા નરબીજ, જી. ૬૨ આશ્રવ પંચ નિવારીએ, પ્ર. દશમે અંગે વિચાર; જી. વિરતી વિવેકી આદરો, પ્ર. નિસ્તરીએ સંસાર, જી. ૬૩ અવિરતિથી એ કેન્દ્રિને, પ્ર. પાપસ્થાન અઢાર; જી. લાગે વિણ ભોગ્યજ થકાં, પ્ર. પંચમ અંગે વિચાર, જી. ૬૪ મિત્ર શત્રુ સમ ભાવતાં, પ્ર. જીવિત મરણ સમાન; જી. આશ્રવ ભાવથી ઓસરે, પ્ર. સંવર એહ નિદાન, જી. ૬૫ શ્રાવક ચિંતે હું કદા, પ્ર. કરશું કુશસસ્તાર; જી. સજજન ધન સંપદ તજી, પ્ર. લેશું સંયમ ભાર, જી. ૬૬ મુનિ નિત ચિત્તહિત ચિંતવે, પ્ર. નિર્દૂષણ ગ્રહી ગ્રાસ; જી. એકલ મલ્લ પ્રતિમા રહી, પ્ર. સૂત્ર ભણું ગુરુ પાસ, જી. ૬૭ વ્રત પચ્ચખાણે નિર્જરા, પ્ર. ઉર્ધ્વ પુરુષ આકાર; જી. પગ પહોળા કર દો કટિ, પ્ર. ભાવો લોક વિચાર, જી. ૬૮ ધર્મ સામગ્રી સવિ લહી, પ્ર. બોધિબીજ મમ હાર; જી. ચિંતામણિ યક્ષે દીઓ, પ્ર. હાર્યો જેમ ગમાર, જી. ૬૯ હિતકર ધર્મને ધારીએ, પ્ર. વારીએ મિથ્યાસલ્લ; જી. ક્રોધ માન માયા તજો, પ્ર. લોભ કુગતિનો માલ, જી. ૭૦ સાત વ્યસનને સેવતાં, પ્ર. આડાં આવે પાપ; જી. બંધન ચિંત ઉદય સમે, પ્ર. શ્યો કરવો સંતાપ? જી. ૭૧ કર્મ-વિવશ જગ જીવડા, પ્ર. સુખ દુઃખ વિશ્વ વરંત; જી. કર્મ જંજાલ તજી હજયો પ્ર. સિદ્ધિ-વધ-વરકંત, જી. ૭૨ ઇણિપરે દીધી દેશના, પ્ર. જિમ પુસ્કર ઘન નીર; જી. ચોથે ખંડે ચૌદમી, પ્ર. ઢાળ કહે શુભ વીર, જી. ૭૩ - આ અઢાર દોષ શ્રી જિનેશ્વર દેવોમાં હોતા નથી :- પાંચ અંતરાય-હાસ્યષક-હાસ્ય-રતિ-અરતિ, ભય, શોક, (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૨૯૬

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362