________________
ચાલ્યો પંથે હો કે, મન ઉલટ ધરે, આવ્યો અસુરો હો કે, તેહિજ, મંત્રી ધરે; પાય પખાલી હો કે, બે પદ ઉચ્ચરે, તાસ પડુત્તર હો કે, પૂરણ દ્વિજ કરે. ૧ ૧ તે નિસુણી હો કે મંત્રી મોદ લહે, તેડયો મંદિર હો કે, ગુપ્ત પણે રહે; સ્નાન સુંગધી હો કે, મર્દન તેલ કરે, ખટરસ ભોજન હો કે, મુખ તંબો લ ધરે. ૧ ૨ ઈણિપરે રહેતા હો કે, એક દિન મંત્રી સરે, બુદ્ધિ ઉપાવી હો કે, પુહતો રાણી ઘરે; તવ રાણી મૃત હો કે શુક ઉત્સગ ધરી, બેઠી દીઠી હો કે, શું ક શો કે કરી. ૧૩ કહે મંત્રીસર હતો કે, માતા સાંભળો, રાયને તેડી હો કે, એણી પરે ઉચ્ચરો; એ શુક વલ્લભ હો કે, મુઝને ગુણ પ્રિયો, માર્ગારી દુષ્ટ હો કે, તાસ વિઘાત કીઓ. ૧૪ કોઈ સંન્યાસી હો કે, મંત્રી મંત્રી કરે, તેહને તેડો હો કે, જીમ શુક સજજ કરે; તેહની વાચા હો કે, હું મસ્તક ધરું, આણ ન લીધું હતું કે, તે કહે તિમ કરું. ૧૫ શીખ દેઈ ઇમ હો કે, મંત્રી સર વલે, તવ પટરાણી હો કે, નૃપ તેડું કરે; કુન્જક- રાજા હો કે, આવ્યો સંચરી, મન ચિંતી થઇ હો કે, રાણી પાધરી. ૧૬ રાયને રાણી હો કે, બહુ આદર કરે, મૃતને ત્રાંસુ હો કે, ઇમ સા ઉચ્ચરે; દેવ અછે કોઈ હો કે, શુકને સજજ કરે, તે નિસુણીને હો કે, કુક મન ધરે. ૧૭
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)