________________
જોઇને ભીમને આવકાર આપ્યો. હે યોગીન્દ્ર! તમને ધન્ય છે. આપ તો તપસ્વી લાગો છો. કાયા કેટલી દુર્બળ થઈ છે. પધારો. યોગીરાજ મારે ત્યાં પધારો. યોગીના વેશમાં ચોર ભીમના ઘરે આવ્યો. ભીમ કહે- હે ઋષિરાજ! શું લેશો? યોગી કહે- હે વત્સ! મારે તો માસ માસના ઉપવાસ ચાલે છે. માસક્ષમણને પારણે માસક્ષમણ કરું છું. ઉપવાસમાં પાણી પણ લેતો નથી. ભીમ કહે-હે ઋષિરાય!માસના ઉપવાસનું પારણું મારે ત્યાં કરો. યોગી કહે- હે ભીમ! તારા ઘરે પારણું કરવું જોઇએ. વાત સાચી છે. પણ હું તારે ઘરે પારણું કરીશ નહિં. ભીમ કહે- ગુરુદેવ! કેમ ના પાડો છો. શું કારણ? ઋષિ કહેહે વત્સ! સાંભળ! તારું ઘર પવિત્ર નથી. તારી મા ડાકિણી છે. જીવતી ડાકિણી રાક્ષસ કરતાં વધારે ભયંકર છે. રાક્ષસ જેવો વ્યવહાર કરે છે.વળી કામાંધ બનીને પુરુષને પોતાના પંજામાં સપડાવીને મારી નાંખે છે. અને તે પુરુષનું લોહી પી જાય છે. અને માંસનું ભક્ષણ કરે છે. તારી મા નરભક્ષી છે. માટે તારે ત્યાં પારણું કરીશ નહિ. આ વાતનું પારખું કરવું હોય તો હું દેખાડું. રાત્રિએ ઢોલિયા ઉપર શયન કરજે. અને બાજુમાં લાકડી રાખજે. તને આ વાતનું પારખુ મળી જશે. વાત સાંભળી ભીમો પોતાના ઘરમાં ગયો. ઋષિ-ભીમના ઘરની સામે એક વૃક્ષ નીચે જઈ બેઠો.
ભીમની માએ ઋષિને જોયા. તે પણ ઘરમાંથી નીકળીને ઋષિને પગે લાગવા ગઈ. હાથ જોડી પગે લાગી, કહેવા લાગી. હે સંત! મારે ત્યાં ભોજન માટે પધારો. ઋષિ કહે- હે માજી! તારું ઘર ગુણવાન નથી. તેથી તારે ઘેર નહિ આવું. માજી કહે- કેમ? ઋષિ કહે- તારો પુત્ર દારુ પીવે છે. તેથી તારુ ઘર અપવિત્ર છે. તારે પારખું કરવું હોયતો રાત્રિએ તારો દીકરો સૂઈ ગયો હોય ત્યારે તેના મુખને સુંઘજે. આ કામ છાનીમાની તું એકલી કરજે. ઋષિની વાત સાંભળી ડોશીમા તો ઘર ભેગા થઇ ગયા.
તે પછી ભીમની વહુ ઋષિને પગે લાગવા આવી. પગે લાગીને આહાર કરવા માટે વિનંતી કરી. ઋષિરાજ મારે ત્યાં પધારો. ઋષિએ ના પાડી. તારું ઘર બરાબર નથી. માટે પારણું કરવા ઘરે આવીશ નહિ. ભીમની વહુ કહે-કયા કારણથી? ઋષિ કહે- તો સાંભળ! તારો પતિ પોતાની માની સાથે હંમેશા કામક્રીડા કરે છે. પોતાના કેતની જેમ વિષયોને ભોગવે છે. માટે નહિ આવું. જો તારે આ વાતની પરીક્ષા કરવી હોય તો આજે રાત્રે તું બરાબર જોજે. તું એકલી એકાંતે સંતાઇને જાગતી રહીને જોજે. આ વાત સાંભળી ભીમની વહુ મનમાં ઘણી ક્રોધ વાળી થઈ. ઋષિ પાસેથી ચાલી ગઈ.
ઋષિના ભરમાવ્યા ત્રણે જણા એકબીજાની ઉપર ગુસ્સે થયા છે. અને રાત્રિ ક્યારે પડે? તેની રાહ જોઈ રહયા છે. રાત પડી. ઢોલિયા ઉપર પત્ર સઇ ગયો છે. પણ માની વાત જાણવી છે. તેથી જાગતો રહયો છે. મા પણ દીકરાનું પારખું કરવા તૈયાર થઇ છે. દીકરો ઊંઘી જાય તેની રાહ જોવા લાગી છે. દીકરો ઊંઘી ગયો હશે. એમ માનીને મા ધીમેથી ઊઠીને દીકરાના ખાટલા પાસે પહોંચી. દીકરાએ જોયું. મા ઉભી થઇ છે. દીકરો સાવધાન થઇ ગયો. મા-દીકરાના ખાટલા પાસે આવી. અને ધીમે રહીને નીચી નમી દીકરાના મોં પાસે આવી ને દીકરાનું મોં સુંઘવા લાગી. વહુ પણ જાગતી હતી. તે પણ મા-દીકરાના ચાળા જોવા તૈયાર હતી.
મા જેવી દીકરાના મુખ પાસે પહોંચી તરત દીકરો બેઠો થઇને લાકડી સંભાળી. વહુ પણ હાથમાં લાકડી લઇને સાસુ પાસે આવી ગઈ. વહુએ સાસુને લાકડી ઉગામી ને દીકરો પણ માને લાકડી મારવા ખાટલામાં બેઠો થઈ ગયો. ત્રણેય
રોઅંદર મારામારી કરતાં અને ઝઘડતાં બોલતાં બોલતાં ઘરની બહાર નીકળી ગયા. શેરીમાં ઝઘડતાં જોઈને ઋષિ તક જોઇને ભીમના ઘરમાં ઘૂસી ગયો. ઘરમાંથી વસ્તુ બધી લૂંટીને પોતે રવાના થઈ ગયો.
આ પ્રમાણે સુરસુંદરીના રાસની ચોથા ખંડની પાંચમી ઢાળ ખૂબ રસથી ભરેલી છે. વીરવિજયજી મ. સા. કહે છે કે શ્રોતાજનો તે તમે સાંભળો.
ચતુર્થ ખડે પાંચમી ઢાળ સમાપ્ત
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)