________________
આગળથી નીકળી.તેને જોતાં પ્રધાને પડકાર કર્યો. કોણ છે? એ તો હું મહિયારી છુ. તે અત્યારે કયા જવા નીકળી છે? મહિયારી કહે- તું પૂછવાવાળો કોણ? પ્રધાન કહે- તને ખબર નથી. હું આ નગરનો પ્રધાન છું. મહિયારી કહે- ગુનો માફ કરજો મેં આપને ના ઓળખ્યાં. મારું દહીં મીઠું છે. ખાવું છે? પ્રધાન દહીં ખાવા લલચાયો. અનુચરને કહે આ નારી ને મારા તંબુમાં લઈ આવો. પ્રધાન ત્યાંથી પોતે પોતાના તંબુમાં ગયો. પાછળ અનુચર બાઈને લઈ તંબુમાં ગયો. નારીને મૂકી પોતે પાછો વળી ગયો. મહિયારીએ મીઠા દહીંના માટલી માથેથી નીચે મૂકી. પ્રધાનને દહીં આપવા માટે ભાજન લઈ આવી.
ચોરે મટકીમાં દહીં ને બદલે ચંદ્રહાસ્ય નામની મદિરા ભરી હતી. અને તે મદિરા પ્રધાનને પીવડાવી દીધી. આ મદિરા પીતા તરત જ નશો ચડયો. અને ત્યાં ને ત્યાં અચેતન થઈ ઢળી પડયો. ચોરને માટે બાંધવા લાવેલા દોરડાને લઈનેપ્રધાનને નગ્ન કરી મહિયારીએ પ્રધાનને બાંધી દીધા. બંને હાથ ઉપર દશકલા રુપ દોરડાના દસ આંટા મારી બાંધી દીધા.
પોતાના હાથે પ્રધાનના દાઢી મૂંછ અડધા અડધા કાપી નાંખ્યા. વળી મુખ ઉપર સંડાસ-બાથરુમ કરીને પગથી લાતો મારીને પ્રધાનના ઉતારેલા કપડાં લઈને નીકળી ગયો. પોતાના આવાસે પહોંચી ગયો. ચતુર પ્રધાનને ચોરે બરાબર થાપ આપી હતી. તેથી ચોર ઘણો જ હર્ષમાં હતો.
હે ભવ્ય લોકો! સાંભળો! મદિરાના કામ કેવા? મદિરા પાનથી કેવા કેવા અનર્થો થાય છે. દારુને દારૂડિયો પીતો નથી પણ દારુ જ દારૂડિયાને પી જાય છે. મદિરા આ ભવમાં દુઃખ આપનારી હોય છે. અપજશ આપે છે. કુટુંબ પરિવારથી તિરસ્કાર પામે છે. કુટુંબ પરિવાર બેહાલ બની થાય છે. પૈસાથી ઘર ખાલી થઈ જાય છે. ભયંકર વ્યાધિઓનો ભોગી બને છે. જયાં જાય ત્યાં અપ્રિય થઈ પડે છે. જીવન ટૂંક બની જાય છે. મરીને પછીના ભવમાં દુર્ગતિ પામે છે. નરકે પણ પહોંચી જાય છે. માટે દારુથી વેગળા રહેજો. દારૂના વ્યસનથી દૂર રહેજો.
તંબુમાં પ્રધાનજી દોરડાના બંધનમાં પડયા છે. બેભાનમાં રાત પૂરી થવા આવી. નોકરો બહાર દરવાજે પહેરો ભરે છે. સવાર થવા આવી. ન ચોર દેખાયો, ન પ્રધાનજી બહાર આવ્યા. સવાર પડી રાજા નગરના દરવાજે આવ્યા. પ્રધાનને જોયો નહિ. નોકરો ને પૂછવા લાગ્યો, પ્રધાન કયાં? નોકરોએ કહ્યું હે મહારાજા! રાત્રિએ મહિયારી આવી હતી. તેનું દહીં લેવું છે. ખાવા માટે તેથી ડેરામાં પ્રધાન અને તે મહિયારણ બેઠા છે. આપ ત્યાં જઇને જાતે જુઓ. રાજસેવકની આ વાત સાંભળી પ્રધાનને મળવા માટે રાજા તંબુમાં ગયા. તંબુમાં જતાં પ્રધાનની દશા જોઈ ઘડીક હસવું આવી ગયું. વળી વિચારવા લાગ્યા. અરે પ્રધાનપણાની ઠકુરાઈ ભોગવતાની આ દશા? મૂર્ણાગત પામેલા, દોરડાના બંધનમાં બંધાએલા, નગ્ન અવસ્થામાં... કરુણા આવી ગઈ. રાજાએ તરત પ્રધાન માટે કપડાં મંગાવી દીધા. પ્રધાનને ભાન આવતાં રાજાની આગળ શરમિંદો બની ગયો. પ્રધાન પાસેથી ચોરનો વૃત્તાંત જાણી લીધો. ગુણપાલ રાજાને આ વૃત્તાંત સાંભળી ઘણું દુઃખ થયું. અને સાથે ગુસ્સો પણ આવ્યો. એક સમર્થ રાજયમાં શું ચોરને પકડવાની તાકાત નથી? રાજાનું દિલ ઘણું ઘવાયું છે. રાજય દરબારે માનવ મેદની ઉભરાણી છે. ચોરને પકડવાની હિંમત હવે કોઇનામાં દેખાતી નથી?
રાજસભામાં રાજાએ પડહ વગડાવવાનો બંધ કર્યો. પ્રજાજનો ને કહ્યું, તમે સૈ તમારા ઘરે જાઓ. હું હવે ચોરને પકડવાનો પૂરો બંદોબસ્ત કરીશ. ગમે તે ભોગે પણ ચોરને પકડવો જ રહ્યો. રાજાની ખુમારી અને ખમીર ઉછળી રહયું હતું. રાજાએ રાજસભામાં વીરત્વનું પ્રવચન કર્યું અને પોતે બીડું લીધું. ને કહેવા લાગ્યા હે પ્રજાજનો! હવે ચોરને પકડવાનું કામ મારે જ કરવું પડશે. આ સાંભળી પ્રજાજનોમાં હાહાકાર મચી ગયો. બીજો દિવસ પૂરો થયો. સાંજ શરુ થઈ હતી. રાજમહેલમાંથી રાજસેવકોથી પરિવરેલો રાજા નગરના દરવાજાની
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)