Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay,
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray
View full book text
________________
લૌકિક ત્રણ પ્રગટારથે પ્ર. લોકોતર દેવગત તેહ; જી. માનતા માને દેવને પ્ર. પુત્રાદિકની જેહ, જી. ૨૦ લોકોત્તર ગુસમિથ્યાત તે પ્ર. ગુરુ તે લક્ષણ હીન; જી. પર્વ ઇષ્ટ ઈહ લોકને, પ્ર. કારણે માને દીન, જી. ૨૧ ખટુ મિથ્યત્વ મલે થકે, પ્ર. એ એકવીસ મિથ્યાત; જી. પરમરોગ અંધકાર છે, પ્ર તજીએ મિથ્યા વાત, જી. ૨૨ *દોષ અઢાર રહિત જિના, પ્ર. ધારો હૃદયે દેવ; જી. તે દેવે પ્રકાશિયો પ્ર. દયા સંયમ તપ સેવ, જી. ૨૩ દશવિધ ધર્મ મુનિ તણો, પ્ર. ખંત્યાદિક ગુણવંત; જી. ત્રિવિધ ત્રિવિધ જે આદરે પ્ર. મુનિવર કહિએ સંત, જી. ૨૪ શ્રદ્ધા સમકિત મૂલ છે પ્ર. તે વિણ કિરિયા ધંધ; જી. હાવભાવ નારી કરે, પ્ર. જિમ પામી પતિ અંધ, જી. ૨૫ સમકિત લહતાં જીવને, પ્ર. આઠ દોષ અંતરાય; જી. "શુદ્ર લોભરતિ દીનતા, પ્ર. મચ્છરી પશઠ કહેવાય, જી. ૨૬
અન્ન તે કુલપુત્રક પરે, પ્ર. શ્રાદ્ધવિધિ શું કથાન, જી. શ્રમવાભિનંદી જાણીએ, પ્ર. દોષ અષ્ટમ ‘ભયવાન; જી. ૨૭ સમકિત લઢે અડગુણા, પ્ર. સૈમ્ય ૧૦ગંભીર ૧૧વૃતિ માન; જી. ૧ દક્ષ ૧ ધીર ભવ- ઉદ્ધિગો, પ્ર. ભદ્રક ગુણિ રાગવાન, જી. ૨૮ ધર્મે પરાક્રમ ફોરવે, પ્ર. તે પણ દુર્લભ અંગ; જી. શ્રાવક સામાયક કરે, પ્ર. પોસહ દુર્ગતિ ભંગ, જી. ૨૯ દિન પ્રતે લક્ષ સવા દીએ, પ્ર. કંચન જે નર સાર; જી.
એક નર સામાયક કરે, પ્ર. તેહને લાભ અપાર, જી. ૩૦ નિંદા પ્રશંસા સમ ગણે, પ્ર. માન અને અપમાન; જી. સજ્જન પરજન સમ ગણે, પ્ર સામાયક શુદ્ધ જાણ, જી. ૩૧ સામાયિક લહી આતમા પ્ર. ઘરના કાર્ય કરાય; જી.
આરત ધ્યાને આતમા પ્ર. કિરિયા નિરર્થક થાય, જી. ૩૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362