Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 299
________________ વાહ! સુરસુંદરી! તારા તરંગ.? તારી આ વિચિત્ર શરત પાછળ કોઇ આશય ખરો? બુદ્ધિશાળી સુંદરી છે. તેનું એક એક કામ બુદ્ધિ પૂર્વક કરતી હતી. થોડીવારમાં વિમલે ખોટી ખોટી નિદ્રા શરુ કરી. નસકોરાં ચાલુ થયા ઊંઘતો નર બોલે જાગતો ન બોલે. અમરકુમારને હવે સમજાયું કે આટલું ઘી તો પંદર દિવસ પણ પગના તળિયામાં ન ઉતારી શકાય. બે પ્રહર સુધી એક સરખું ઘી ઘસ્યું. પણ કેટલું ઘસાય? અમર ઘી ઘસતાં થાકી ગયો. વિમલયશના મુખ સામે વેધક નજરે જોઇ લીધું. વિમલ ઘસઘસાટ ઊંધતો જણાયો. ઘી પતે તેમ નથી. શું કરવું? શું ઘી પી જવું? વિમલ સામ જોયું. અને ઘીનું પાત્ર ધ્રૂજતા હાથે લઇને મોં સુધી લઇ ગયો. ખોટી નિદ્રા લેતાં વિમલયશે તરત આંખ ખોલી. અમરનો હાથ પકડી લીધો. હસતાં હસતાં કહેવા લાગ્યો - રે શેઠ! આ શું કરો છો? વેપા૨ી કાવાદાવાન પ્રપંચમાં ખૂબજ કુશળ લાગો છો. બાલ્યકાળથી ચોરી કરવાનું શીખ્યા લાગો છો. તમે દગાથી કોઇના જીવનની હારજીત તો નથી કર્ર ને? વિમલયશના મર્મવચનો અમરના હૈયાની આરપાર ઉતરી ગયા. બાલ્યકાળનો ભૂતકાળ.. સુંદરીના છેડે થી છોલી સાત કોડીનો પ્રસંગ આંખ આગળ તરવરી રહયો છે. વળી હારજીતના વચને યક્ષદ્વીપ છોડેલી પોતાની પત્ની તે પ્રસંગ પણ આંખ આગળ આવી ગયો. અમર અહીં પળે પળે પોતાની પત્નીના સ્મરણોમાંથી વર્તમાનમાં પસ્તાવો કરી રહયો છે. વળી વિમલે કહ્યું શેઠ? આપણી શરતનો ભંગ થયો છે. તમારે છૂટવાનો જે રસ્તો હતો તે તમારા હાથથી બંધ થયો છે. તેથી તો રાજયના કાયદા અનુસાર જે રીતે થતું હશે તે રીતે થશે. ને તરત વિમલયશ પલંગમાંથી ઊભો થઇને બહાર આવી ગયો. અમરકુમાર ઝંખવાણો પડી ગયો. તેની આંખમાં આંસુ ઉભરાયાં. ત્યાં જ બેસી રહયો. કંઇક સ્વસ્થ થતાં ઊભો થયો. બહાર જઇને વિમલ સેવકોને કહ્યું કે પરદેશી વેપા૨ીને રહેવા માટે બાજુમાં રહેલા કમરામાં વ્યવસ્થા કરો. સેવક તરત વિમલયશના કમરામાં ગયો. શેઠને બીજા ખંડમાં પોતાની સાથે સાથે લઇ ગયો. પોતાના સાહેબની નાજ્ઞા કહી કે રજા ન આપે ત્યાં સુધી તમારે અહીં રહેવાનું છે. અને સેવામાં બે પરિચારિકા મૂકીને સેવક બહાર ચાલ્યો ગયો. અમરકુમાર ઓરડામાં આંટા મારે છે. સમય પૂરો કેમ થાય? સાંજ પડવા આવી. વિમલયશ કામ પતાવીને પોહાના શયનખંડમાં આવ્યો. અમરના આંસુ જમીન ઉપર સુકાયા નહોતાં. વિમલે તે જોયાં. વિમલ ના હૈયામાં કંપારી છૂટ . હૃદયમાં પ્રલયતાંડવનું ગર્જન થયું. આવા સમયે હૃદયની સ્થિતી કેવી હોય છે તે કહેવું કઠણ છે. ચિત્રને શબ્દોમાં વર્ણન કરી શકાય નહિં. જે કલ્પના કરીએ તે કરતાં સો ગણી વેદના માત્ર અનુભવ ગમ્ય છે. સંધ્યા વેળા થવા આવી. ૫ તાના શેઠ વહાણ ઉપર ન આવ્યા. રાહ જોઇને છેવટે શેઠના મુનિમજી તપાસ માટે આવ્યા. સેવકે મહેતાજીને સમાચાર આપ્યા. અમરકુમારને સાહેબની નજરનીચે રાખ્યા છે. તમે તેમને કોઇ મળી શકશો નહિ. આથી અમરકુમારને પણ ઘણું દુઃખ થયું. પરિચારિકા શેઠને જમવા માટે બોલાવવા આવી. અમર જમવા પણ ન ગયો. ખંડમાં રડતો હતો. સેવામાં રહેલી પચિારીકા પણ આ દશ્ય જોઇ રહી હતી. વિમલયશ રાજયના કામે રાજા પાસે ગયો. મહેલમાં આવતાં રાત પડી. સેવકને સમાચાર પૂછયા કે પરદેશી વેપા૨ી શું કરી રહયા છે? શેઠને માટે ભોજનની વ્યવસ્થા કરી છે. સેવકે કહ્યું- સાહેબ! આપના ગયા પછી વેધારી તો વારંવાર રડ્યા કરે છે. પરિચારીકા જમવા માટે ઘણું કહ્યું. પણ શેઠ જમ્યા નથી.વિમલયશના વેશમાં સુરસુંદરીના હૃદયમાં શેઠ ન જમ્યા તેની અકથ્ય વેદના થઇ રહી છે. સેવકને પૂછયું:-અત્યારે શેઠ કરે છે શું? ‘‘બેઠા છે’’ એમને હો કે વિમલયશ આવી ગયા છે. મળવું હોય તો આવે. આ પ્રમાણે વિમલયશે સેવકને બોલાવવા માટે મોકલ્યો. પોતે પોતાના કપડાં બદલીને વિરામ આસન ૫૨ અમરકુમારની રાહ જોતો બેઠો છે. (૨૬૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362