________________
અધિપતિ હોય તેમ લાગે છે. વળી મારા ખેતરનું રખોપું આ નાગરાજ કરતાં હશે. મેં તેમની કયારેય પૂજા કરી નથી. તે કારણથી મારું વ વેલું ધાન ઊગતું નથી. તો હવે એમની પૂજા કરું.
એવું વિચારીને સર્પના દર પાસે બલિ-બાકરા મૂકયાં. અને વેદના શ્લોક ભાગ્યો. ત્યારપછી પોતાના ઘરે ગયો. વળી પ્રભાતે ઘરેથી બલિ બાકડા-દૂધ આદિ લઇને આવ્યો છે. સર્પના બીલ પાસે તે બ્રાહ્મણ બલિ-બાકડા મૂકીને પાસે લાવેલું દૂધ પણ મૂકે છે. આ રીતે નાગરાજની ભકિત, વેદપાઠ, દરરોજ સવારે આવીને કરે છે. અને પગે લાગે છે. ભકિત કરતાં પ્રસન્ન થયેલા નાનારાજે બ્રાહ્મણને માટે, બીલની બહાર પાંચ સોનાની દીનાર મૂકી. બીજે દિવસે સવારે બ્રાહ્મણ નાગરાજને પગે લાગી બલિ-બાકડા ચડાવી દૂધ મૂકે છે. ત્યાં તેના જોવામાં દીનાર આવી. પાંચ દીનાર પોતાને માટે જ નાગરાજ મૂકી છે એવું માનીને પોતે ગ્રહણ કરી. વેદપાઠ ભણીને દીનાર લઇ ઘરે આવ્યો. દીનાર લઇ બજારમાં ગયો. પ્રથમ તો ગાયને વેચાતી લીધી. ગાયના દૂધથી દરરોજ નાગરાજાની પૂજા ચાલુ કરી. નાગરાજ પણ રોજ પાંચ દીનાર, બીલ બહાર રાખે છે. બ્રાહ્મણ તે દીનાર લઇ જાય છે. સંતુષ્ટ થયેલો નાગરાજ બ્રાહ્મણના પુણે પાંચ દીનાર આપવા લાગ્યો. ગરીબાઇ દૂર થઇ. ધીમે ધીમે બ્રાહ્મણ ધનવાન થવા લાગ્યો. હવે તો કુટુંબનું ભરણ પોષણ, રહેવા માટે ઘર આદિ વસ્તુ વસાવવા લાગ્યો. નાગરાજની પૂજા એક દિવસ પણ ભૂલતો નથી. તો નાગરાજ પાંચ દિનાર આપવાનું ભૂલતો નથી.
એકદા કોઇ કારણવસાત્ બ્રાહ્મણને બહારગામ જવાનું થયું. નાગરાજની પૂજા નું શું કરવું? ઘણા વિચારને અંતે પોતપોતાના પુત્રને પૂજા કરવાની વાત કરી. શું લઇ જવાનું. ત્યાં જઇ શું કરવાનું.બધું સમજાવીને છેલ્લે કહ્યું કે બીલ પાસે દીનાર જે હે ય તે ગ્રહણ કરજે. બેટા! દરરોજ બલિ-બાકડા દૂધથી પૂજા કરજે અને વેદપાઠ પણ ભણજે. હું ન આવું ત્યાં સુધી એક દિન પણ પૂજા કરવાની ન ભૂલતો. પુત્રે પિતાની વાત સ્વીકારી. પિતા પરગામ ગયો.
બીજે દિને સવારે બ્રાહ્મણ પુત્ર સામગ્રી લઇને ખેતરે પહોંચ્યો. પિતાએ સમજાવેલ પૂજા વિધિએ પૂજા કરે છે, અને વેદપાઠ ભણે છે. વેદપાઠને સાંભળતોનાગરાજ દુધપાન કરે છે અને પાંચ દીનાર પણ મૂકી. તે પાંચ દીનારને બ્રાહ્મણ પુત્રે ગ્રહણ કરતાં વિચારે છે કે આ સર્પનું દર સોનાથી ભરેલું જણાય છે. દરરોજ આવીને પાંચ સોનામહોર લેવી તે કરતાં આ સપના ઘાત કરીને દર ખોલી ને તેમાંથી બધી જ સોનામહોરો હું ગ્રહણ કરી લઉં. આવું વિચારીને હાથમાં લાકડી લઇને સની પૂંછડી ને છેદી નાખે છે. પોતાની પૂંછડી ઉપર ઘાત થતાં પીડા પામતાં સર્પ મુખમાંથી ભયંકર જવાલા બ્રાહ્મણપુન પર નાંખી. તેને ભસ્મીભૂત કરી નાંખ્યો. પુત્ર ત્યાંને ત્યાં મરણને શરણ થયો.
કેટલાક દિન ગયા બાદ પરગામ ગયેલો હરિદત્ત ઘરે આવ્યો. પુત્રના મરણની વાત સાંભળી ઘણો દુ:ખી થયો. સવારે પૂજા સામગ્રી લઇ ખેતરે આવ્યો. વૃક્ષ નીચે દર પાસે સર્પની પૂજા કરી. વેદપાઠ પણ ભણવા લાગ્યો. પુત્રના મરણથી ઘણો દુ:ખી થયેલો વારંવાર નાગરાજને સંભારતો ભકિત કરી રહયો છે. બ્રાહ્મણની ભકિતએ નાગરાજ બીલની બહાર આવ્યા. બ્રાહ્મણને જોતાં એક શ્લોક બોલે છે.
વૈત :
"त्वं स्मरसि निजपुत्रं पुच्छे दणं स्मराम्यहम् ।
भग्नचित्ते कुतः प्रीतिः तस्मात्सं वर पुस्तकम् ॥" અર્થ :તું તારા પુત્રને સંભારે છે અને હું મારા પુચ્છના છેદને સંભારું છું. મન જુદા થઇ ગયા પછી પ્રીતિ કયાંથી સંભવે? માટે હવે તું (વેદપ 6) પુસ્તક ને બંધ કર. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)