Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 322
________________ લાગે છે. સુખની ઝંખના સૌ જીવો કરે છે. સુખ સૌને પ્રિય છે. પણ છતાં દુ:ખ વધારે મળે છે. કારણ ભવાંતરમાં જેટલા પુણ્ય કર્યા હોય તેટલા પ્રમાણમાં સુખ મળે છે. પછી તેને માટે ફાંફાં મારીએ તો સુખ કયાંથી વધારે મળે? લૈકિક ધર્મમાં સુખના અનેક પ્રકાર કહ્યા છે. લોકોત્તર એવા શ્રી જિનશાસનમાં સાચું સુખ-મોક્ષને માને છે. તે સુખ આગળ બીજા સુખો કોઈ વિસાતમાં નથી. અમર-સુંદરી તો વાનરના પ્રબળ પુણ્યના ઉદયે સંસારમાં કહેવાતા સાતે પ્રકારના સુખોને ભોગવી રહ્યા છે. આ સુખો જેને મળ્યા છે તે લોકો આનંદથી ભોગવી રહયા છે. મનુષ્યના સાત પ્રકારના સુખો કહે છે. ૧ શરીર નીરોગી હોય. ૨ દંપતીનો સુમેળ- પતિપત્ની વચ્ચે કયારેય મતભેદ નહોય. ૩ એક સ્થાનમાં રહે. ક્યારેય રખડવું ન પડે. ૪ દેવું કરજ ન હોય. ૫ જયાં જાય ત્યાં માન મળતાં હોય. ૬ સકલ કળામાં જાણકાર હોય. ૭ પુત્ર આદિ પરિવાર વિનયશીલ હોય આ સાતે પ્રકારના સુખો અમરને પુણ્યના યોગે મળ્યા છે. છતાં પણ પર્વના દિવસોએ દંપતી પૌષધ કરે છે. ધર્મને ભૂલતાં નથી. સ્ત્રીઓના સાત પ્રકારના સુખો હોયઃ ૧ પિયરનું સુખ. પોતાનું પિયર ગામમાં હોય તે સ્ત્રીને પ્રથમ એ સુખ. ૨ ગુણવાન સ્વામી. ૩ પોતાનો પતિ પરદેશ કયારેય ન જાય. ૪ પોતાનું ઘર લક્ષ્મીથી ભરેલું હોય. ૫ નીરોગી હોય. ૬ પરિવારમાં દીકરી ઓછી હોય. ૭ સખીઓનો સંગ સારો હોય. આ સાતેય પ્રકારના સુખો સતી સુરસુંદરી તથા ગુણમંજરીને હતા પુરુષના સાત પ્રકારના દુઃખો:- ૧ ચાડી ચુગલી કરનાર પાડોશી. ૨ ઘરમાં વિષનું વૃક્ષ હોય. ૩ ભોજન પુરુ ન હોય. ૪ માથા ઉપર ભાર વહન કરવો- મજૂરી કરવાની હોય. ૫ પગથી ચાલવાનું હોય. ગરીબાઈને લઈને વાહન વ્યવહારની સગવડ ઘરમાં ન હોય. તેથી જયાં જવું હોય ત્યાં પગપાળા જવું પડતું હોય. ૬ ભીખ માંગવી. ૭ નિર્ધનતા. આ સાતેય પ્રકારના દુઃખથી પુરુષ પીડાય છે. સ્ત્રના સાત પ્રકારના દુઃખો:- ૧ સ્ત્રીનો અવતાર. ૨ પતિ મૃત્યુ પામ્યો હોય. ૩ પુત્ર રત ન હોય. ૪ દરિદ્રપણું. ૫ ઘરમાં રહીને ન કરવા ના કરવા પડતાં પાપો. ૬ માત પિતા ન હોય. ૭ ગર્ભ ધારણ કરવો. આ સાતેય પ્રકારના દુ:ખથી સ્ત્રી પીડાય છે. મહાસતી સુરસુંદરી ઉત્કૃષ્ટપણે ગૃહસ્થ ધર્મને પાળતી રહી છે. જિન શાસનની ઉન્નતિને કરે છે. સુખમાં રહેતાં ઘણો કાળ વીતવા લાગ્યો. પોતાના પ્રબળ પુણ્યને ભોગવતી પરિવાર-સ્વજનોના દિલને જીતી લીધા છે. એ અવસરે નગરની બહાર ઉદ્યાનમાં જ્ઞાની ગુરુ ભગવંત શિષ્ય પરિવારથી પરિવરેલા આવ્યા છે. મુનિભગવંતો ભવ્યજીવોને પ્રતિબોધવાને માટે આ પૃથ્વીતળને વિષે સાક્ષાત્ જંગમ તીર્થ રુપ છે. આ પ્રમાણે ચોથા ખંડને વિષે તેરમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે એક સ્થળેથી બીજે સ્થળે ફરતાં મુનિભવતો શુભ ગુણરુપ મણિઓની માલા સમાન જંગમ તીર્થ છે. ચતુર્થ ખંડે તેરમી ઢાળ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362