Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 313
________________ સુખભર રહેતાં સૈાના દિવસો ચાલ્યા જાય છે. હજારો ગાઉ દૂર રહેવા છતાં પણ પ્રાણ પ્યારા વતનમાં સંસ્મરણો હૈયામાં થી ખસતાં નથી. બંને પત્નીના સ્નેહમાં સઘળું દુઃખ અમર વિસરી ગયો હતો. વહાલું વતન તેનાથી નહોતું વિસરાયું. એક દિવસ રાજાને કહ્યું- મહારાજ! માતાપિતા અમારી રાહ જોતાં હશે. અમારું મન ચંપાપુરી જવા તલસી રહ્યુ છે. આપ સંમતિ આપો. જમાઇરાજની વાત સાંભળી રાજાના હૈયામાં દુઃખ થયું. અમરના અતિશય આગ્રહના અંતે દુઃખી હૃદયે મહારાજાએ હા પાડી. રાજા દીકરીને સાસરે વળાવવાની સજાઇ કરી રહયા છે. સૈા સમજે છે. “દીકરી જન્મી નિશ્ચય તે પરાઇ, પારકી છે.’’ પ્રસંગપર પહેરવા માટે પારકાના માંગી લાવેલા ભૂષણો પ૨ મમતા શી ધરવી? પ્રાહુણા- મહેમાન યકી ઘ૨માં વસ્તી કરવી તો કયાં સુધી? તેમ આ દીકરી પારકાના ભૂષણ સરખી છે. મહેમાન પણ છે. બાપાનું ઘર છોડીને સ્વામીના ઘરને શોધીને જાય છે. તે જ ઘરે પોતાનું જતન કરે છે. તો તેમની મમતા શી કરવી? લોકોમાં પ્રાયઃ એક ઉખાણું કહેવાય છે કે પરિવારમાં પુત્રી હોવી તો થાળીનું દૂઝણું છે. (ઘેર ભેંસ-ગાય ન હોય પણ થાળીમાં દૂધ લીધુ હોય તો તે થાળીનું દૂઝણું ગણાય.) ઘેંશનું શીરામણ તે બદામનું નાણું ગણાય. (બદામનું નાણું લાબું ટકે નહિ, સડી જાય, ભેંશના આહારથી ભૂખ ભાંગે નહી, ઝટ પાછી ભૂખ લાગે) તેમ પુત્રીનો પરિવાર હોય તો તે પારકે ઘેર જતો રહે તે વખતે ઘર ખાલીને ખાલી. ઘરે કાંસાના વાસણો હોય છતાં જાતને ધનિક માને તેમ પુત્રીઓને મોટો પરિવાન માને. ગુણપલ રાજાને આ એક જ ગુણમંજરી કુંવરી હતી. રાજાનું આ જ સર્વસ્વ હતું તે હવે પરદેશ ચાલી. રાજાનો મહેલ ખાલી થઇ જવાનો. સતીએ પોતાનું રાજય રાજા ગુણપાલને પરત કર્યું. હાથી,ઘોડા રથ, આદિ બધી વસ્તુ પણ રાજાને સોંપી દીધી. વતનમાં જવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વતનમાં જવાની વાત પરિવારમાં મળતાં આનંદ થયો. રાજરાણીગુણવંતી પોતાની પુત્રી ગુણમંજરીને પોતાની પાસે બેસાડી સ્નેહભરી શીખ આપી રહી છે. હૈયાભર ભેટીને રડી રહી છે. વળી પાછી કહે છે દીકરી! તું નાની બાળ હતી, ત્યારે પણ કદીયે અમારા કહેલા વચનથી રિસાઇ નથી. જયારે જુઓ ત્યારે તું હસતી જ હોય બધાની સાથે હળીભળીને રહેનારી વ્હાલી દીકરી! અત્યાર સુધી પરાઇ લાગતી નહોતી. અમારા આટલાં દિવસો તને જોઇને સુખમાં ગયાં. વળી લગ્ન પછી પણ તું રાજમહેલમાં રહેનારી, તારો વિ૨૭ જણાયો નથી. પુત્ર કરતાં પણ તું અમને વધારે વ્હાલી છે. હે બેટી! તું અમારી ગુણરુપી મણિની પેટી સમાન છે. જે કંઇ શીખ દઉં છું તે तु મનમાં ધારણ કરજે. બાલ્યકાળથી તારા પિતાએ અને મેં જે ધર્મના સંસ્કારો રેડયા છે એનું જતન કરજે. શ્રી પંચપરમેષ્ઠીને ક્યારેય વિશરીશ નહિ. તારી બેન, અમારી દીકરી સુરસુંદરી પણ રહેલી છે. તે તારું જતન કરશે. તો તે બેનની જેમ જીવનમાં શ્રી મહામંત્રનું ધ્યાન જરુર ધરજે. હૈયામાં મંત્રને સ્થાપન કરજે. આજ મંત્રની ઉપાસના કરજે. હૃદયરુપી બગીચામાં ધર્મરુપી ફુલઝાડ વાવજે. જીવન ધન્ય બનાવજે. હે પુત્રી! તું તો મારે એકની એક પુત્રી રહેલી છે. વધારે શું કહું? આપણા કુળને ઉજાળજો. તારા કુલાચાર પ્રમાણે વર્તજે, કયારેય આચારને ચૂકતી નહિ. આપણને મળેલા ધર્મમાં પ્રથમ દાનને કહ્યું છે. તો તે દાનધર્મને ચિત્તમાં ધારણ કરજે. આંગણે આવેલા કોઇપણને કયારેય જાકારો ન આપતી. વળી વડીલનો વિનય કયારેય ચૂકતી નહિ. વિવેક અને વિનય પૂર્વક જીવન જીવજે. ભોજનવેળાએ પરિવારના પ્રત્યેક સભ્યને જમાડી પછી જમવાનું . રખે કોઇ જમવામાં બાકી ન રહે. તેની તકેદારી રાખજે. જીવનમાં કુટ, કપટ, માયા પ્રપંચ, જુઠું બોલવું આદિ દુર્ગુણોથી દૂર રહેજે. સત્ય અને મીઠું વચન બોલવાનું રાખજે. કટુ વચનનો ત્યાગ કરજે. હિત-મિત અને પ્રિય વાણી બોલજે. મિથ્યા દર્શનીયો, અન્ય લિંગીયા, કુલિંગીયાના દર્શન કયારેય ન કરતી. અવિરતીયો, દુર્જન માણસો થી સાવધ રહેજે. તેનો સંગ કયારેય ન કરતી. આ બધાનો પડછાયો કયારેય પણ ન લેતી. હે બેટી! આ વચનો હૃદયમાં ખાસ ધારણ કરી લેજે. હે બેટી! હે પ્યારી દીકરી! ગુણની પેટીને (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૨૮૦)

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362