Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 316
________________ શુભવેળા વિદાયની આવી ગઈ. સાગરકિનારે સહુ વિદાય આપવા આવી ગયા છે. સહુએ આંસુભર્યા નયનોએ વિદાય આપી. રાજાએ બંને દીકરીને સાસરવાસો કરિયાવર ઘણો મોટો કર્યો હતો. સુરસુંદરીને પણ મૂલ્યવાન વસ્તુ ભેટ આપવામાં આવી હતી. કુમારે પોતાના વહાણોમાં પોતાનો માલ હતો તે બધો બહાર મૂકાવી દીધો. રાજાએ આપેલા દાયકામાં વસ્તુઓ તથા દીકરીઓનો કરિયાવર તે પણ વહાણમાં રાજાએ મૂકાવ્યું. તૈયાર થઈ ગયેલા વહાણો અને કુમાર, સુરસુંદરી અને ગુણમંજરીને માટે રાજાએ કરાવેલ વિવિધ પ્રકારના વહાણમાં નિશાન-ધ્વજા પતાકા ફરકી રહી છે. શુભ શુકન થતાં ત્રણેય રાજા રાણીને પગે લાગીને વહાણ ઉપર ચડયા. પવન અનૂકુળ હતો. વહાણો સફરે ઉપડયા. ભારે હૈયે વિદાય આપતાં રાજા રાણી તથા પરિવાર નગરજનો વહાણો દેખાયા ત્યાં સુધી કાંઠે ઊભા ઊભા સહુ હાથ હલાવી આવજો આવજો કરતાં વિદાય આપી રહ્યા હતા. વહાણ દેખાતાં બંધ થતાં પિયરનો પરિવાર રોતો રોતો સહુ પાછો વળ્યો. પળવારમાં વહાણો સમુદ્રમાં દેખાતા અદશ્ય થયા. ગુણપાલ નૃપે પોતાના રાજયમાંથી અર્થે રાજય સતીને આપ્યું હતું કે રાજયમાં વિમલયશની અને અડધા રાજયમાં પોતાની આ રીતે આણ વર્તાવી. સાસુ સસરાની આજ્ઞા લઈને પ્રયાણ કરતાં અમરકુમાર ઘણી ઋદ્ધિ સાથે લઈને પોતાના વતન તરફ જઈ રહ્યો છે. પ્રવાસ સુખરૂપ થઈ રહયો છે. અધિક આનંદમાં રહેતો કુમાર, બંને સ્ત્રીઓથી પરિવરેલો ચંપાનગરીએ પહોંચવાની તમન્ના સાથે દિવસો પસાર કરે છે. જોતજોતામાં કેટલાક દિવસો બાદ ચંપાનગરીએ વ્યાપારી અમરકુમાર વિશાળ રસાલા સાથે નગરી નજીક આવી ગયો. ચંપાનગરીની નજીક આવતાં અમરકુમારે પોતાના માણસો આગળ મોકલીને, સમાચાર માતાપિતાને રાજારાણી ને મોકલી આપ્યા. આ સમાચાર મળતાં ધનાવહ શેઠ, રિપુમર્દન રાજા તેમજ પરિવાર સૌ હર્ષિત થયા. સૌ દરિયાકાંઠે આવવા માટે નીકળ્યા છે. ઢાળ તેરમી (સાહેલડીયાની-દેશી.) સૈન્ય સહિત ગૃપ આવીયાજી જયવંતાજી, સુરસુંદરીનો તાત ગુણવંતાજી, નાગરજન સવિ આવીયા, જયવંતાજી, જાણી નૃપ જામાત. ગુ. ૧ શેઠ ધનાવહ તતખિણે, જ. નંદન સનમુખ જાય ગુ; રિપુમર્દન શણગારતો, જ. ચંપાપુરી સોહાય ગુ. ૨ 'પગર ભરાવ્યા શેરીયે જ. પંચવરણને ફૂલ. ગુ. પંથે ધૂપ ઘટા દીએ, જ. જાસ સુગંધ અમૂલ. ગુ. ૩ પંથે પંક કઢાવતા, જ. શણગાર્યા ઘર હાટ; ગુ. ધરતી વિષમ સમી કરે જ. જલ છંટાવે વાટ. ગુ. ૪ ગોખે ગોખે નારીયો જ બેઠી ધરી શૃંગાર, ગુ. જાણે ઉતરી નાકથી જ. દેખણ સુરની નાર. ગુ. ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૨૮૩)

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362