Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay,
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray
View full book text
________________
સા. માંડવિયો કહે શેઠ, નારી મળે ચિત નવિ હલે હો લાલ; સા. શેઠ કહે સુણ સ્વામી, મુઝ ચિત્ત મલવા ટલવલે હો લાલ. ૨૫ સા. કહે નૃપ ઇહાં તુમ પાસ, આવે તો હર્ષ હુવે કીસ્સો? હો લાલ; સા. સત્ય ન કહે તુમ નીમ, છે ઇમ સુણી ચિત્તમાં હસ્યો હો લાલ. ૨૬ સા. શેઠ કહે સુણ સ્વામી, વારંવાર પૃચ્છા કરો હો લાલ; સા. મુઝ મન હર્ષ જે હોય, તે જાણે જગદીસરો હો લાલ. ૨૭ સા. ઇમ નિશ્ચય કરી વાત, માંડવિયો ઉઠી કરી હો લાલ; સા. જઇ અંતે ઉરમાંહી રુપ પરાવર્તન કરી હો લાલ. ૨૮ સા. સોલ સજી શ્રૃંગાર, આવી તિહાં સુરસુંદરી હો લાલ; સા. દેખી અમરકુમાર હર્ષાશ્રુ-નેત્રે ભરી હો લાલ. ૨૯: સા. ચોથે ખંડે એહ, ઢાળ કહી અગિયારમી હો લાલ; સા. દંપતી મેલની વાત, વીર કહે મુજને ગમી હો લાલ. ૩૮૦
૧-તું પોતાના પુત્રને સંભારે છે, હું પૂછના છેદનને સંભારું છું. મન જુદા થયા પછી પ્રીતિ ક્યાંથ હોય? તેથી (વેદના પાઠને) પુસ્તકને બંધ કર.
ભાવાર્થ
જો શેક! તમા૨ી વાત મને સાચી લાગશે તો કાલે સવારે જ આપને મુકત કરી દઇશ. વિમલયશે આ રીતે છૂટવા માટેની ખાત્રી આપી. અમરકુમારને થયું કે મારા હૈયાની બળતરા મારા હૈયામાં ભલે રહી. બીજાને કહેવાથી શું? વિમલે પૂછયું- મિત્ર! શું વિચારો છો? શું મારા ઉપર વિશ્વાસ નથી. તમારે જે કંઇ કહેવું હોય તે નિર્ભયતાથી કહો. મને મિત્ર માનીને કહો. હું તમને બનતી સહાય કરીશ. શું આપના ઉપર કોઇ સંકટ આવી પડયું છે? અમર કહેઃ મહાશય! મારું હૃદય ચીરીને બતાવું તો જ આપને મારા દર્દની ખબર પડે. વિમલે કહ્યું:- શેઠ! હું તમારો મિત્ર બનીને વાત કરું છું. તમે મને હજુ જુદો માનો છો. તમને હજુ મા૨ી વાત ઉપર વિશ્વાસ નથી. આટલી ખાત્રી આપવા છતાં તમારા દર્દને કહેવા માટે તૈયાર નથી. વિમલયશને અમરની કથા જાણવાની તમન્ના પ્રગટી છું, સ્ત્રી હ્રદયનો સ્વભાવ છે. સહનશીલતા તો સ્ત્રીની કહેવાય. પુરુષો સહન ન કરી શકે.
વિમલે કહ્યું:- મિત્ર! તમારે તમારી કથા કહેવી હોય તો કહો, નહિ તો કંઇ નહિ. વધારે તો શું કહુ? પણ માનસિક વ્યથાથી તમે ઘણા દુ:ખી છો. તે હું જાણી શકયો છું. તમારે દેશમાં જવું હોય તો જઇ શકો છો. મારા તરફથી તમને મુક્તિ છે. વિમલના હૈયાના ઉદ્ગારોને સાંભળી અમર કહેઃ- ના! ના! શેઠ મને તમારી ઉપર વિશ્વાસ છે. હું મારી કહાની કહીશ. ભૂલનો એકરાર
અમરકુમાર વિમલયશને ઓળખી શકયો નથી. અત્યારે પોતાનો આપ્તજન મિત્રવત લાગ્યો. • હૈયાની વરાળ કાઢવા તૈયાર થયો. દાઝેલા મને કહાની શરુ થઇ. હે સાહેબ! હું ચંપાનગરીનો રહેવાસી છું. ધનાવહ નામના ધનાઢય મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ)
(૨૭૦

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362