________________
ઇણિ અવસર તસ્કર ગ્રહજી, કુમરી સહ ચય જયાંહી; માંડવિયો તિહાં આવીયોજી, આપ્યો તસ્કર ત્યાંહી. શુ. ૧૫ તે દેખી નુપ હરખીયોજી, નિસુણી ચોર વૃત્તાંત, કહે નૃપ માંડવિયા પ્રતિજી, તસ્કરનો કરો અંત. શુ. ૧૬ માંડવિયો કહે સાહિબાજી, એ નર વિદ્યા રે વંત, જેહ તમે હાથે ગ્રહ્યો છે, તે ન મરે ગુણવંત. શુ. ૧૭ ઇમ કહી ચોર છોડાવિયોજી, ઉત્તમ લક્ષણ એષ; ચોરી વ્યસન નિવારીયોજી, દેઈ તસ ઉપદેશ. શુ. ૧૮ સેવક કરી નૃપને દીયોજી, કુમારે તસ્કર તેહ; જે જેહનું ચોર્યું હતું જી, આપ્યું તસ તસ ગેહ. શું. ૧૯ માંડવિયાને ગૃપ દીએજી, રાજય અશ્વ તિરિવાર; ગુણમંજરી પરણી તિહાંજી, વિમલસો કુમાર. શુ. ૨૦ સુરસુંદરીના રાસનો જી, ચોથો ખંડ રસાલ; ભૂપ સજજન શુભ મોદીજી, એ કહી નવમી ઢાળ. શુ. ૨૧
ભાવાર્થ
મહેલના એક ખૂણામાં વિમલયશ પદ્માસને અદેશ્ય બનીને બેઠો છે. રાત્રિ હોવાથી મહેલમાં દીવડા ઘણ કર્યા હતા. ચોર આવવાનો છે. એ જાણતાં વિમલશે મહેલમાં દીવાળી ન હોય તેમ અજવાળું કરી દીધું હતું. જયારે શુભ પુણ્ય ઉદયમાં આવે છે ત્યારે સુખશાતા-રુપ કુશળતા વર્તે છે. દુષ્ટ ઉપદ્રવો શાંત થાય છે. મહેલના બધા દરવાજા ઉઘાડા મૂકી દીધા છે. વિમલ્યશ શૂરવીર બનીને એકલો નિભર્ય પણે ચોરની વાટ જોતો બેઠો છે.
ચોરને ખબર પડી ગઈ છે કે વિમલશે બીડું ઝડપ્યું છે. મધરાતે પોતાના આવાસેથી નીકળ્યો. વિમલયશના મહેલે પહોંચી ગયો. મહાચોરે આજે હાથમાં તીરકામઠાં લઈને આવ્યો છે. મહેલના બારણા ખુલા હતા. નિર્ભયતાથી આગળ વધ્યો. વિમલયશ શાંતિથી અદશ્ય પણે આ બધું નિહાળી રહયો છે. મહેલમાં ચારે બાજુ જોતાં જોતાં બધાં જ કમરા ફરી વળ્યો. મહેલમાં કોઈ હતું નહિ. તેથી જયાં જેટલું ધન દેખ્યું તે બધું ભેગું કર્યું. સોનું, ઝવેરાત પણ ઉઠાવ્યું. આજે ચોર ઘણો ફાવી ગયો હતો. વિમલયશનો માલ લૂંટીને પોટલું બાંધીને ધીરે ધીરે વિદાય થઇ રહ્યો છે. ચોરના ચહેરા પર અતિ આનંદ છે. મારાથી દરીને વિમલયશ ભાગી ગયો છે. તે ગેરવ લેતો હતો કે વિમલયશ પણ પોતાને પકડી ન શકયો. વિમલયશ બધું જ બરાબર જોઈ રહયો છે. મહેલમાંથી ચોર નીકળ્યો ત્યારે માંડવિયો વિમલયશ પાછળ નીકળ્યો. વિમલયશ વિચારતો હતો કે ચોરે આબાદ સપડાયો છે. અદશ્ય રીતે વિમલયશ ચોરની પાછળ ચાલી જાય છે. નગરની બહાર બંને નીકળ્યા. નગરીની બહાર થોડે દૂર વડનું વૃક્ષ હતું. તે વૃક્ષ નીચે ગુપ્ત સ્થાન હતું. આ ગુપ્ત સ્થાન ઉપર ચોર આવી ગયો. ચારેકોર નજર કરી. પોતાને કોઈ જોતું નથી. વિશ્વાસ થયો કે મને કોઇ અહિંયા દેખતું નથી. મ નીને ગુપ્ત
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)