Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 293
________________ (દોહરો) રાજય થયું બેનાતટે , સપ્ત કપર્દી સિદ્ધ, પુય બલે સુરસુંદરી, જે બોલ્યું તે કીધ. ૧ અન્ય દિવસ બેનાતટે, સુરસુંદરી ભરતા; પોત વિવિધ ભરી આવીયો, નામે અમર કુમાર. ૨ ભેટ ગ્રહી નૃપને મલ્યો, અમરકુમાર પરિવાર; માંડવિયે તવ ઓલખ્યો, મુખ-ઈગિત- આકાર. ૩ ૧-કોડી ભાવાર્થ : ગુણમંજરીના લગ્ન યવન એક ઉપવન છે. ગુણમંજરીનું વન થનગની રહ્યું છે. ગુણમંજરી વિમલયશને પ્રાણ આધાર સમજે છે. પરણીને સાસરે જવાના કોડ જાગ્યા છે. પિતાએ ધામધૂમથી વિમલ સાથે પરણાવી. નહીવન : શાણમાં ગુણમંજરીએ પગ મૂકી દીધો. થાવન હૃદયમાં આકાંક્ષાઓ ભરી છે. પ્રણયની પચરંગી દુનિયામાં તેણે વસવું છે. પણ. પણ.. વિમલયશ રાજા પાસે મૂકેલી શરતે ગુણમંજરીને પોતાના મહેલમાં રહેવું પડયું છે. તે વિમલયશના મહેલે જઈ શકી નથી. તો સ્વામીનાથ વિમલ પણ તેને મળવા આવી શકયા નથી. ધર્ય ડગવા માંડયું. ઉરના ભાવ વ્યકત કરવા છે. પણ તક મળતી નથી. “ નસીબ કયારે કયાં કેવી રીતે યારી આપે છે ખબર નથી. પુણ્યોદયે વિમલયશ ઉર્ફે મહાસતી સુરસુંદરી પોતાના આવાસે નિરાંતે બેઠી છે. ઉંડા ભૂતકાળમાંથી વર્તમાનમાં વિચારે છે. સાત કોડીએ બેનાતટ નગરનું અર્થે રાજય મેળવ્યું. બાલ્યકાળમાં મારા એ શબ્દો આજે આંખ આગળ સાકાર થઈ ને રહયા છે. સાત કોડી. અમરના શબ્દો... કાનમાં ગુંજી રહયા. પુરુષના વેશમાં હૃદયતો સ્ત્રીનું હતું. તે સ્વામી! આપના બોલાયેલા શબ્દો મારા પુણ્ય મારા જીવનમાં સાકાર બન્યા. હવે.. હવે. તમને મળવાની તમન્ના જાગી છે ખરેખર! માનવી ના અંત:કરણમાં પ્રગટતી આશાઓ અમર પણ હોય છે. અને ક્ષણિક પણ હોય છે. જે આશા પાછળ શ્રદ્ધા અને પુરુષાર્થ હોય તે આશા જીવંત બને છે. એવી જ આશા સતીના હૃદયમાં જીવંત હતી, પોતાની આશાને મૂર્તિમંત કરવા તેણે અપાર સંકટો સહન કર્યા, અને પ્રિયતમના સ્નેહ સ્મરણને હૈયામાં સાચવી રાખ્યું. વિમલયશના વેશમાં સંસારમાં સુખ અને કીર્તિ મેળવવા છતાં સુરસુંદરી પોતાના જીવન મંત્ર-શ્રી નવકારને- તથા જીવને ધન રુપ પોતાના પ્રિયતમને પળ માટે પણ વિસરી શકી નહોતી. એવી એક રાત્રિ ન હોય કે જેમાં તે આંસુ પાડતી ન હોય. દરિયાકિનારા પર રહેલા મહેલના શયનગૃહ તો જાણે આંસુનો ઇતિહાસ હતો. હવે પુણ્યરુપ સોનાનો સૂરજ જીવનમાં ઊગશે કયારે! એની રાહ જોવાતી હતી. આ અવસરે એક દિવસે બેનાતટના દરિયાકિનારે સુંદરીનો પ્રિય સ્વામી વણા મહિનાએ યાત્રા કરી પ્રવાસ ખેડીને આવ્યો છે. રતદ્વીપની સફળ યાત્રા કરીને પોતાના વતન તરફ જતાં અહીં બેનાતટે આવવાની ઇચ્છા નથી. પોતાના વહાણોમાં ભરેલો માલ છે તેનું દાણ ચૂકવીને અહિંથી આગળ જલ્દી જવું છે. પણ અહીંના નિયમના કારણે વહાણ સીધા જઈ શકતાં નહોતાં. અનિચ્છાએ પણ અમરકુમાર વૃદ્ધમુનિમજીના કહેવાથી રીઝવવા ભેટયું લઈને રાજદરબારે આવ્યો. પરિવારથી યુકત અમરકુમારે રાજાના ચરણે નજરાણું મૂકયું. રાજાની પાસે બેઠેલો માંડવીયો મુખના અણસારે ઓળખી ગયો. અંતરના ઊંડણમાં આનંદની લહેર આવી ગઈ. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362