________________
સ્થાનના દ્વારની શિલા ખસેડી અંદર ગયો. શિલા નીચે મોટું ભોંયરું હતું. એજ આ મહાચોરનું ધામ હતું. ચોરની પાછળ અદશ્ય વિમલયશ પણ ભોંયરામાં ઘૂસી ગયો. ચોરે શિલાને ખસેડી દરવાજો બંધ કરી દીધો. ચોર સીધો જ રાજકુમારી પાસે પહોંચ્યો. રાજ કુમારી વિચારોમાં અટવાયેલી જાગતી હતી.
ચોર કુમારીને કહે- હે દેવી! તું વિમલયશની માળા ગણતી હતી ને! જો આજે તારા વિમલયશનો ભંડાર લૂંટીને આવ્યો છું. મેં આજે તેનું બળ ભાંગી નાંખ્યું છે. એ તો સાવ નિર્બળ નીકળ્યો. મારો સામનો કરવા પણ ત્યાં હાજર નહોતો. તું કહેતી હતી કે મારી સાર કરનાર માંડવીયો બળવાન છે. તે મારી વહારે આવશે. પણ હતો જ નહિ. મારી ભીતિથી કયાંક ભાગી ગયો. બોલ! હવે તારે શું કરવું છે? હું તને મારી ઘરવાળી કરવા લઇ આવ્યો છું. મારી વાત માને છે કે નહિ.
કાન દઝાય એવાં વચનો સાંભળી રાજકુમારી ઘણી ગુસ્સે થઇ. આંખો લાલચોળ થઇ ગઇ. ચોરને કહેવા લાગી- રે. પાપી! તારા જેવા દુષ્ટ અને અધમનું વહેલું મોત થઇ જાય એટલું જ મારે કહેવું છે. સળગતા શબ્દો સાંભળીને ચોરને હાડોહાડ લાગી ગયું. ચોર બોલ્યો- “જો! રાજકુમારી! મારી વાત માનવી પડશે. હું તારો સ્વામી છું. તું મારી ઘરવાળી છે એટલે તું મોં સંભાળીને બોલજે. મારી તલવાર નિર્બળ નથી. સમજી''રાજકુમારી કહે- ઓ દુષ્ટ-પાપાત્મા! હું તને પણ કહું છું તું પણ મોં સંભાળી બોલજે. મારે તો એક શરણ માંડવિયા વિમલયશનું છે. એ જીવતાં હોય કે મરેલા હોય તે જ મારો આધાર છે. હું કયારેય તારા શરણે નહિ રહું. તારી તલવાર નિર્બળ નથી. તો ઉઠાવ તારી તલવાર અને ચલાવ મારી ઉપર. તારા જેવાને સ્વામી તરીકે સ્વીકારવા કરતાં મોતને શરણે જવું તે વધારે શ્રેયસ્કર છે. ચિનગારી જેવા શબ્દો ચોરના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. એની અસર આંખ પર થઇ. લાલઘુમ આંખ થતા મ્યાનમાંથી તલવાર ખેંચી કુમારીને મારવા દોડ્યો.
વિમલયશનો પડકાર એ જ સમયે પાછળ થી સઘળું જોઇ, સાંભળી રહેલા વિમલયશે પડકાર કર્યો. રે પાપી ! બાયેલા! સ્ત્રી ઉપર તલવાર ઉગામવા તૈયાર થયો છે. શું તારી તેમાં બહાદુરી સમજે છે? મર્દનો પુત્ર હોય તો મારી સામે આવ. વિમલયશ તો તારી પાછળ જ આવ્યો છે. વિમલયશે તે વેળા કુંજર શતબળ વિદ્યાને પણ સાધીને સાથે રાખી હતી. પોતાનામાં સો હાથી નું બળ એકઠું થઇ ગયું હતું.ચાલ! મારી સામે સામનો કરવા. - અદેશ્ય અવાજ સાંભળી ચોર આશ્ચર્ય પામ્યો. મારા ઘરમંદિરમાં કોણ ચોર છે? તેની સાથે યુદ્ધ કરવા ચોર તૈયાર થયો. વિમલયશે મદેશ્ય કરણી વિધા પાછી ખેંચી લીધી. પ્રગટ થયો. તેને જોઇ ચોર ક્ષણવાર તો ડઘાઈ ગયો. વિમલયશના હાથમાં અષાઢી વીર જેવી તલવાર ચમકી રહી છે. એકવાર તો મુષ્ટિપ્રહારે વિમલયશ ચોરને પછાડ્યો. ચોર તો ગભરાઇ ગયો. પણ હિંમત ન હાર્યો. ઊભો થયો. વિમલયશ કહે- રે ચોર! હું ધારું તો તને હમણાં જ ધરતી ભેગો કરી શકું છું. પરંતુ મારે તારી મર્દાનગી જોવી છે. ચાલ ઉઠાવ તારી તલવાર. મહાચોર હવે ખરેખર ધુંધવાયો હતો. સંલવાર લીધી હાથમાં અને દોડયો. વિમલયશને મારવા દાવપંચ ચાલુ થયા. " આ પ્રસંગને નિહાળતી એક તરફ ઉભેલી રાજકુમારીના અંતરમાં આશ્ચર્ય અને આનંદનો પાર નહોતો. બંને વચ્ચે. ત્યાં જ સંગ્રામ થયો. વિમલયશ ચોરની તલવારના બે કટકા કરી નાંખ્યા. અને તેનું કાંડુ પકડી લીધું. વિમલયશના હાથમાંથી છૂટવા ચોરે ધમપછાડા ઘણાં કર્યા. પણ જેના શરીરમાં સો હાથીના બળની શકિત હતી, કયાંથી બિચારો છૂટે? વિમલયશ કહે- તને ઘણો ગર્વ હતો કેમ? મારા જેવો કોઇ બળવાન નથી. પણ હંમેશા શેરને માથે સવાશેર હોય જ
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)