________________
સુરસુંદરીનો રાસ અખંડ, વ્યાપ્યો તસ્કર નયર પ્રચંડ સા., વીર કહે ભવી રાગ બંગાલ, ચોથે ખંડે ત્રીજી ઢાળ. સા.૧૭
ભાવાર્થ :
રાજસભામાં ચોરને પકડ્વા પુરોહિતે બીડું ગ્રહણ કર્યું. આ બાતમી ચોરે મેળવી લીધી. પુરોહિતે બીડું છબી ઘરે આવતાં લોકો પૂછવા લાગ્યા. હે મહારાજ! ચોરને કઇ રીતે પકડશો? હે સાહિબ! સાવધાન રહેજો અત્યાર સુધી આ ચોરે ઘણાં ખાતર પાડ્યાં. શ્રેષ્ઠી, કોટવાલ પણ આ ચોરને પકડી શકયા નથી. આ વાત સાંભળતાં પુરોહિત પોતાને આવાસે પહોંચ્યો. પોતાના દેવકુલમાં મિત્રો સાથે પાના ૨મવા લાગ્યો. રાત્રિ જામી છે. સૈાને પાનાં રમવામાં મઝા હતી. તે અવસરે ચોર પોતાના ઘરે થી નીકળીને પુરોહિતના ઘરે આવ્યો. ધનાઢય વણિકનું રુપ લઇને આવેલ આ ચોર આ બધાની સાથે પાનાં જુગાર રમવા બેસી ગયો. કોઇએ ઓળખ્યો નહિ કે આ ચોર છે. ૨મતાં બધાની ભેગો ભળી ગયો. પુરોહિત અને શેઠના સ્વાંગમાં ચોર બંને ૨મી ૨હયા છે. કપટથી ચોર રમતો હતો. જાગાર રમતાં પુરોહિતના પાસા બધા જ ઊંધા પડવા લાગ્યા. વળી હારજીતની શરત હતી કે હારેલો આંગળી ઉપર પહેરેલી મુદ્રા આપી દેવી. પુરોહિત હાર્યો. પોતાના નામથી આંકત મુદ્રા આ ચોરને આપવી પડી. ચોર જીતી ગયો છે. તેથી મુદ્રા તો આપવી જ પડે. તે જ અવસરે પ્રસંગોપાત કંઇ કારણ આવતાં રાજાએ પુરોહિતના આવાસે સુભટને મોકલ્યો. સુભટ રાજાનો સંદેશો લઇને આવે છે.
એ
આંગળ
રાજા બોલાવે છે. રાજાને ત્યાંનું તેડું એટલે હા કે ના કહેવાય નહિ. ઘરે પત્નીને કહેવા પણ જતો નથ. ૨મવાના સ્થાને થી સીધો જ પુરોહિત રાજદરબારે પહોંચ્યો. ચોરે આ તક ઝડપી લીધી. પુરોહિતના ઘરે એકલો પહોંચી ગયો. પુરોહિતના પત્નીને મળ્યો. વાત કહી- હે આર્યા! તમારો પતિ મારો ખાસ મિત્ર છે. અમે સૌ દેવકુલિકામાં પાનાં રમતાં હતા. કોઇ કારણસર મારા મિત્રની ઉપર રાજા કોપે ચડયો. તરત જ માણસોને મોકલ્યા. પુરોહિતને બોલાવી લાવો. રાજનું નોતરું. સાવધ રહેવું પડેને! સુભટો લઇ ચાલ્યા. જતાં એવા મિત્ર-પુરોહિતે મને એકાંતમાં બોલાવીને કહ્યું છે કે તું મારા ઘરે જા! રાજયના કોઇ કારણથી મને બોલાવ્યો છે. શા માટે મને બોલાવ્યો તે મને ખબર નથી. માટે હું ત્યાં દરબારે જાવુ છું. ઘરે જઇને મારી પત્નીને કહેજે. રાજયના કોઇક ગુના બાબતમાં હું પકડાયો છે.તેથી રાજા કયારે રુઠે તે ખબર નથી. માટે ઘરમાંથી જે કોઇ મા૨ી સારભૂત સારી સારી વસ્તુ અને માણેક, મોતી, રતો વગેરે કઢાવી લઇને તું તેનું રક્ષણ કરજે. અને એ માટે મારી આ નામવાળી મુદ્રા રત બતાવજે. આંગળીયેથી વીંટી કાઢીને પુરોહિત પત્નીને બતાવી. સુભટો પકડી ગયા તે જાણી ભયભીત અને ઉદાસ બની ગયેલી પત્ની પાસે આ બદમાશ ચોરે મૂલ્યવાન વસ્તુની માંગણી કરી. અણધાર્યા પકડી ગયેલા પતિની ચિંતામાં પુરોહિત પત્ની તરત તો મુંઝાઇ ગઇ. ચોરે પણ પોતાના મિત્રની મુદ્રા બતાવીને કહ્યું મારી પત્ની તને નહિ ઓળખે. તેથી મારા આ નામની મુદ્રા બતાવજે. પુરોહિત પત્નીને આ રીતે પાકો વિશ્વાસ બેસાડયો. બિચારી નારી એ તો ઘરમાં જઇને સારી સારી વસ્તુ જલ્દી કાઢીને ચોરને આપવા લાગી. ચોરે પણ પોટલું બાંધવા માંડયું. ને પોટલું લઇને ૨વાના થઇ ગયો.
થોડીવાર પછી રાજદરબારેથી રાજાનું કામ પતાવી પોતાના ઘરે પુરોહિત આવ્યા. પોતાની પત્ની પાસે તરત પીવાનું પાણી માંગ્યું. પત્ની કહે- સ્વામી! સાંભળો! પાણી પીવા માટે મેં ઘરમાં લોટો રાખ્યો નથી. હે નાથ! રાજદરબારે ગયા હતા. કયા ગુનાને કારણે રાજાએ તમને બોલાવ્યા? શું શિક્ષા કરી? એવો કયો ગુનો કર્યો? રાત્રિએ પણ તમારે રાજદરબારે જવું પડ્યું. આ વાત સાંભળી પુરોહિત કહેવા લાગ્યો- હે દેવી! મેં તો કોઇ ગુનો કર્યો નથી. મને કોઇ શિક્ષા થઇ નથી. રાજાને મારું કામ હતું. બોલાવ્યો. તો ત્યાં દેવકુલિકામાંથી સીધો રાજદરબારે જઇ આવ્યો. પત્ની બોલી- હે મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ
(૨૨૮)