________________
ધનવાનોનું લક્ષણ કહે છે. ધનધાન્યથી પૂર્ણતા પામેલા પ્રાણીઓને થોડું જમવાની ટેવ હોય છે. પણ પ્રાયઃ કરીને કમથોડું ખાનાર હોય છે. લોકોની સેવા પણ વધારે મેળવતાં હોય છે. લોકો ધન ધાન્યની આશા મોટી મોટી રાખે. સેવા કરીશ તો મને કંઇક મળશે.આવી આશામાં ધનવાનોનો વિનય પણ ઘણો કરે. સેવા પણ વધારે કરે, પણ તે કરતાં જો વિપરીત હોય, એટલે ગુણવાન હોય, સ્વરુપવાન હોય પણ જો તેની પાસે ધન ન હોય તો તેની પાસે કોઇ જતું નથી.
વળી ઘણા માણસોના મુખે સરસ્વતી વસી હોય પણ વિવેક ન હોય તો શું કરે? જયાં ત્યાં લવ-લવ કર્યા કરે. મર્યાદા વિનાનું ઘણું વધારે બોલવું તે પણ ફોક છે. સ્વભાવથી ચપળ હોય, બુદ્ધિ વિચક્ષણ હોય પણ જો તે વધુ બોલનારો હોય તો તેને વાનર જેવો કહેવાય છે.
થોડું જમે તો લોકો તેને રોગિયો કહે છે. હકીકત પણ છે રોગી માણસ વધારે ન જમી શકે. ઘણું જમે તો તેને ભીમ કહે છે. ધન વગરનો માણસ દરિદ્ર બિચારો,જીવતાં છતાં પણ મરેલા બરાબર છે. આ નિર્ધનના લક્ષણો છે.
આપણાં ચરિત્ર નાયક વિમલયશકુમાર માલણના ઘરે, બધા પ્રકારના રસને પામતો આનંદથી રહે છે. માલણ પણ ત્યાં પોતાના દીકરા કરતાં અધિક માનતી તેની બધી સુવિધાઓ પૂરી પાડે છે. એ રીતે રહેતાં કેટલાક દિવસો ચાલ્યા ગયાં. એક દિન વિમલયશ પોતાની કળાને પ્રગટ કરે છે.
ઢાળ - તેરમી
(સ્વામી સીમંધરા વિનતિ.. એ દેશી.) કરિય વિજ્ઞાને એક વીંજણો, આપિયો માલણ હાથ રે; કંચને લક્ષ સવા ગ્રહ, વેચજો જઇ તમો સાથ રે. ગુણનિધિ ઉત્તમ પદ વરે.- એ ટે ક. ૧ એહનો એહ ગુણ ભાખજો, દીર્ધકાલી જ્વર જેહ રે; વીંઝતા દાહજ્વર સવિ ટલે, ઔષધે નવિ શમ્યો તેહ રે. ગુ. ૨ નિસુણી ઇમ માલણે માંડિયો, રાજમાર્ગે જઈ સોય રે, મૂલ અતોલ તસ સાંભળી, કરે હાસ્ય સહુ કોય ૨. ગુ. ૩ સંધ્યા સમય વ્યવહારિયો, એક પરિક્ષાતણે હેત રે; સા સહ વીંઝણો લઇ ગયો, ઘર સુત રોગ સંકેત રે. ગુ. ૪ તતખિણે તેહના વાયુથી, તસ થયો શાંત વરદાહરે, મૂલ સવિ માલણને દીયે, લહિય આશ્ચર્ય ઉચ્છાહ રે, ગુ. ૫ એહ નિયરી તણો રાજિયો, નામે ગુણવંત ગુણપાલ રે; વીંજણો લેઇ વ્યવહારિયો, ભેટ કરી તેહ ભૂપાલ રે. ગુ. ૬ ગુણ સુણી રાય હરખ્યો ઘણું, નૃપ કહે તુઝ કુણે દીધ રે; શેઠ કહે માલણ પાસથી, સુણો મહારાય મેં લીધ રે. ગુ. ૭
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
On