________________
સુરસુંદરી પોતાનું શીલ અખંડપણે પાળી રહી છે. વેશ્યાને ત્યાં આવી છે. સતી મહાસંકટમાં છે. ઘણું વિચારી રહી છે.
આ પ્રમાણે બીજા ખંડની નવમી ઢાળ પૂર્ણ થઇ. પરવશ પણું હોવા છતાં સતી પોતાના શિયલનું રક્ષણ કેવી રીતે કરશે તે પૂ. વીરવિજયજી મ. સા. હવે આગળ કથાને કહેશે. સતી વીર થઈને કેવું રક્ષણ કરે છે. તે હવે જોજો.
દ્વિતીય ખંડે નવમી ઢાળ સમાપ્ત
(દોહરા) સુરસુંદરી ઈમ ચિંતવે, કિશ્ય કરે કિરતાર; પરવશ શીયલ ન ઉગરે ધિ ધિર્ મુજ અવતાર. ૧
શ્ય વશ રાંકપણું ભલું, શ્યો પવરશ રંગરોલ; વર પોતાની પાતળી, કિશ્યો પરાયો ઘોલ. ૨ વેશ્યાને વળતું કહે, ગાય દિવસ મ કહીશ, મુજ આગળ એ વાતડી પછે સમસ્ત કરીશ. ૩ જો મુજશું અતિ માંડશો, તો તનું ત્યાગ કરીશ, મુજ દુઃખ વિસરાયે થકે, પછે સમસ્ત કરશે. ૪ ઇમ નિસુણી ગણિકા તિહાં, વલતું ન વદી કાંય; ઇમ ચિંતે સા અનુક્રમે, કાર્ય સમસ્ત જ થાય.૫ અનુક્રમે પરચિત્ત ભીંજીએ, કપટે શટલુ હણાય;
અનુક્રમે દ્વીપ વશ હુએ, સલિલે શૈલ ખણાય. ૬ ૧-પાણીથી પર્વત ખોદાય. ભાવાર્થ:
સોવનકુલનગરી, વળી નગરયોષિતાની હવેલી. વેશ્યાના કારાગારમાં રહેલી મહાસતી સુરસુંદરી વિચારી રહી છે. દિવસ પૂરો થવા આવ્યો છે. શ્રી નવકારને પળવાર પણ ન ભૂલતી. સતી પોતાના અવતારને ધિક્કારતી થકી સ્વગત બોલી રહી છે. અઈ મારુ શીલ શો રહેશે? મારા શીલનું રક્ષણ કઈ રીતે કરીશ? શીલ રક્ષણ માટે જો ગરીબાઇ મળતી હોય તો મને મંજુર છે. પણ અહીં પરવશપણે પૈસાની છોળો ઉછળતી ધનિકના ઘરે શીલ વિનાનું રહેવું નકામું છે. આવી પરાયી વેશ્યા મને શી રીતે જીવવા દેશે. ઠીક! જે થાય તે પણ મારા શીલનું રક્ષણ કરીશ. હે શાસન દેવ! મને સહાય કરજો. નવકારને ગણતી થકી રાત પુરી કરી.
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૯૯