________________
તવ ચાલી સતી એકલી રે, ભીષણ ગત કાંતાર, એક સરોવર પેખીયો રે, જિહાં જલહંસ અપાર. અગમ. ૨૧ નીર ગલી તિહાં વાવયું રે, પામી ઇષ્ટ સમીર, નિંદ લહે સા સુંદરી રે, શયન સરોવર તીર. અગમ. ૨૨ ઇણિ અવસર એક પંખીયો રે, પંખીમાં શિરદાર, એક ઉદર પૃથગ ગ્રીવા રે શ્રોતા નયન જસ ચાર. અગમ. ૨૩ રાણ પાદ છે જે હને રે, વાચા મણુએની જેહ, ભિન્ન ફલેચ્છા આય ખુરે, ભારંડ પંખી તેહ. અગમ. ૨૪ તિણિ સા અંબર ઉડતાં રે, દીઠી સુંદરી ગ્લાન, મુખમાંહી લેઈ ઉડીયો રે, જાણી મૃતક સમાન. અગમ. ૨૫ જીવતી જાણી વ્યોમથી રે, પડતી મૂકી બાલ, વિદ્યાધર વિમાનમાં રે, જાઇ પડી તાસ વિચાલ. અગમ. ૨૬ બીજા ખંડતણી કહી રે, એ અગ્યારમી ઢાળ,
વીરવિજય કહે ભવી કરો રે, નવપદ ધ્યાન વિશાળ. અગમ. ૨૭ ૧-દુર્જન ઉપદેશ આપવો એ સર્પને દુગ્ધપાન કરાવવા સમાન છે, ૨-મનુષ્યની વાણી. ભાવાર્થ :
રાજા તો રમણીય રૂપવતી સ્ત્રી મળતાં આનંદ પામ્યો છે અને જો માની જાય મારી વાત તો મારી પટ્ટરાણી બનાવી દઉં. આવા સ્વપ્નો સેવી રહ્યા છે. તો આ બાજુ અંતઉરમાં દાસી સુરસુંદરીને લઇને રાણી પાસે પહોંચી. રાણીવાસમાં જતી સુંદરી વિચારી રહી છે. આવો દયાળુ રાજા મળ્યો છે તો મારા સઘળાથે સંકટો દૂર જશે ને મને ચંપાનગરી જરુર પહોંચાડશે. એ શ્રદ્ધા સાથે નવકાર ગણતી રાણીવાસમાં પહોંચી. વળી રાજાના કહેવા પ્રમાણે દાસીએ જુદો કમરો ખોલી આપ્યો. સતીને જોતી બધી વ્યવસ્થા કરીને દાસી બાજુના જ કમરામાં મહારાણી પાસે આવી.
દાસી મુખેથી સુંદરીનો ઇતિહાસ જાણી લીધો. સુરસુંદરીનું રુપ જોઇને મહારાણી પામી ગયા હતા કે મારું પદ આ સ્ત્રી લઇ લેશે. સાવધ તો થઈ ગઈ હતી. મારા સુખનો ભાગ પડાવવાવાળી આ શોક્યનું શૂળ ક્યાંથી ઉભું થયું? નહિ તો કહેવાય છે કે એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરીએ તો ઇર્ષા જ જોવા મળે. પરિણામ માઠું આવે.
સતીને સહાય વાતનો દોર પકડી લીધો. રાજા જરુર પટ્ટરાણી પદ આ સ્ત્રીને આપશે. હું તો રસ્તામાં રઝળતી થઇ જઇશ. હવે સમજાયું આ તો મારા માર્ગમાં કાંટા નાખવા ઊભી થઇ છે. જુઓ તો ખરા! અગમ ગતિ નસીબની છે. ખરેખર! દેવ જ આ જગતમાં વડો શિરતાજ છે. આખું જગત નસીબની અદેખાઈ કરતું ઇર્ષાથી બળી રહ્યું છે પણ દેવ કરે તે થાય. કોઈનું મેં તેની આગળ ચાલતું નથી. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૧૦૭)