________________
લીલાવતી-પુર પાયોજી, સુખભર સૈધ ગયો; અંતે ૧૨ સુખ સંગ્રેજી, કુજ ક રાજ ભયો. ૩૭ સુરસુંદરીને રાસે જી, ત્રીજા ખંડ તણી;
વીર વિજય કહે બીજીજી, ઢાલ વિશાલ ભણી. ૩૮ ભાવાર્થ
નંદીશ્વર દ્વીપની એક ટેકરી ઉપર વૃક્ષ નીચે મુનિ ભગવંત આસન લગાવીને પોતાની સાધનામાં મગ્ન હતા. યોગ્ય જીવ જાણી મુનિ ભગવંત ઉપદેશ આપે છે. પરમાત્માએ દેખાડેલા હિતને કરનારો મીઠા અવાજે ઉપદેશ આપી રહયા છે. હે ભવ્યજીવો! પરમાત્માની વાણી સાંભળીને ધર્મની આરાધનામાં વધુ ઉદ્યમવાળા થાઓ, પરમાત્માને હૈયામાં મનમંદિરમાં સ્થાપન કરો. તેના સહારે સંસારસાગરને પાર પામો. અને મોક્ષને શી મેળવો. વળી પાંચ જેઓ પ્રકારના ‘દ' કારને જે આત્મસાત કરે છે તેને દુર્ગતિ કયારેય મળતી નથી. પાંચ ‘દ' કારઃ- ૧ દરરોજ યથાશકિત દાન કરો. ૨ જીવ માત્ર ઉપર દયા રાખો. ૩ ત્રિકાળ દેવની-જિનેશ્વરની પૂજા કરો. ૪ પાંચ ઇન્દ્રિયનું દમન કરો. એટલે પાંચ ઇન્દ્રિયને કાબુમાં રાખવી. ૫ પરમાત્માએ આદરેલી સર્વવિરતિ રુપ દીક્ષાને આદરો.
વળી પોતના દેહને મિત્ર સરીખો, હંમેશા માનવો, જયારે સ્વજનો પર્વ સમ કહ્યા છે. મિત્ર સમ દેહ- સાધન બનતાં તેની પાસેથી ઇચ્છિત એવો ધર્મ કરી લેવો જોઈએ.
શીલની શાલ ઓઢે તે ન્યાલ.. જેમ કોઇ નર વાજતે ગાજતે જાગતે જોડીને, જાન લઇને, પરણવા જાય, અને લગ્ન વેળાએ, હસ્તમેળાપ સમયે, જો ઝોકું ખાઇ જાય, પછી શું થાય? લગ્ન ઘડી ઊંધમાં ગઇ પછી જ પસ્તાવાનું જ રહે. આવી ઘડી ફરીવાર આવતી નથી. પસ્તાવો કરીને દુઃખી જ થાય છે. તે જ રીતે મહા પુણ્યયોગે નરભવ પામીને મનુષ્ય પ્રમાદના વશ થકી ધર્મની આરાધના કરતો નથી. ધર્મને પણ કરતો નથી, અને માત્ર વિષય સુખમાં રત રહે શરીરની આળપંપાળ કરે તેમાં જ જીવન પૂરું કરે. પછી છેલ્લી ઘડીએ ધર્મને સંભાળે. શું વળે? માટે પ્રમાદનો ત્યાગ કરી ધર્મ માટે ઉદ્યમ કરો. દાન, શી તપ અને ભાવરુપ ધર્મના ચાર પાયા કહ્યા છે. તે ધર્મ ને સૌ આદરો, પાળો. જે શીલના પ્રભાવે કરીને સુરસુંદરી સુખને વરી. આટલું કહી મુનિ વિરામ પામ્યા.તે વેળાએ ખેચરરાય રતજટીએ મણિશંખ મુનિપિતાને પૂછ્યું કે સ્વામીજી! તે કોણ સુરસુંદરી? મુનિ ભગવંત કહે –જે તારી પાસે બેઠી છે. તે જ મહાસતી સુરસુંદરી છે. મુનિભગવંતના મુખેથી સુરસુંદરીના શીલની વાત જાણી ઘણો આનંદ થયો. પોતાની ધર્મની બહેન સમજી તેના દુઃખમાં ભાગ પડાવવા તૈયાર થતો આશ્વાસન આપતાં નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવી. તેમાં વળી પિતા મુનિ જ્ઞાની હતા, તેમણે સ્વમુખે આ સતીના વખાણ કર્યા. રતજીને સુંદરી ઉપર વધુ અહોભાવ જાગ્યો. રુપ જોઇને હૈયાના ખૂણામાં દુર્ભાવ થયેલ તે હવે બિલકુલ શાંત બની ગયો. દષ્ટિ નિર્મળ બની.
હવે સુરસુંદરી વિનમ્ર ભાવે કર જોડીને મુનિભગવંતને પૂછે છે. હે મુનિરાજ! મારા ઉપર આટઆટલા સંકટો પડવા છતાં મને મારા સ્વામીનો મેળાપ નહિ થાય? પૂજયશ્રી! પૂર્વના અશુભ કર્મના ફળ ઘણાં ભોગવ્યાં. હજુ કેટલા બાકી છે? મને મારા સ્વામી નહિ મળે? જ્ઞાની મુનિભગવંત જ્ઞાન બળે સુંદરી ને સાંત્વન આપતા કહે છે. -બહેન! તારા પૂર્વ કર્મનો ભોગવટો પૂરો થવા આવ્યો છે. અશુભ કર્મ ઘણા ક્ષય પામ્યા છે. શ્રી નવકારમંત્રની આરાધનાથી, તારી અચળ શ્રદ્ધાથી તારા કર્મમળ ધોવાઇ ગયા છે. થોડા સમયમાં તારી સામે સુખનો માર્ગ ખુલ્લો થશે. વળી તારો ‘સ્વામી’ તને ‘બેનાતટ'
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
(૧૩૨