________________
કર્મ કર્યા છૂટે નહિ, કર્મ સબલ દુઃખખાણા;
કર્મ તો વશ પ્રાણીયો, શું કરે જાણ અજાણ. ૯ ભાવાર્થ -
મહાસતી સુરસુંદરીને ખાત્રી થઈ કે હું આ કોઈ અજાણ્યા નગરના દરિયાના કિનારે આવી છું. એટલી જ ખબર છે મેં સમુદ્રમાં ઝંપાપાત કર્યો. એના સ્મરણમાં સમુદ્રમાં આવેલ ભયંકર તાંડવ યાદ આવતાં વહાણ પરથી કૂદી પડેલી તે યાદ આવ્યું. વળી શ્રી નવકાર મંત્રને યાદ કરીને ગણવા લાગી. થાકીને લોથપોથ થયેલી બાળાને હજુ ચેતના જ આવી હતી. ઊભા થવાની તાકાત તો હતી જ નહિ. એવે અવસરે આ નગરમાં એક વાત બની ગઈ. નગરના રાજાનો હાથી મદ ઝરતો મદોન્મત્ત બનીને ગાંડો થઈ ગયેલ. આલાનથી છૂટો થઈ નગરમાં ભારે કોલાહલ મચાવી રહ્યો હતો. અને તે ઘણા વેગથી આ તરફ દરિયા કિનારે આવી રહ્યો હતો. નગરના રસ્તામાં ઘુમતો સૌને ભય પમાડતો હતો. બજારની દુકાન, હાટ હવેલીઓને તોડી નાખીને દોડતો રાજમાર્ગ પર આવી ગયો હતો. તેને કાબૂમાં લેવા મહાવતો તેની ચારે બાજુ ઘુમી રહ્યા હતા. પણ કેમેય પકડાતો નહોતો. રાજ્યના સુભટો તો દૂર રહી ગયા. હાથીના અતિશય તોફાને રાજાને ભારે ચિંતામાં મૂકી દીધો. ઘણા ઉપાય કરવા છતાં મહાવતના વશમાં આ હાથી આવતો નહોતો. વળી તેમાં આગળ જતાં દારુની દુકાને ઘૂસ્યો. દુકાનના ચૂરેચૂરા કરી નાંખ્યા. દુકાનમાં રહેલા સુરાના ભાજનમાંથી દારુ પણ પી લીધો. હવે શું બાકી રહે તોફાન કરવામાં? ફરતો ફરતો નગરનો દરવાજો તોડીને નગરની બહાર નીકળી ગયો. પોતાની ચારેય તરફ ફરતા માણસના ટોળાને ભાંજતો ગાંડોતૂર હાથી દરિયા કિનારા તરફ દોડ્યો.
આંધી આવી રહી છે.... આ બાજુ કિનારા પર રહેલા માણસો સતીની મદદે જતા હતા. હૈયામાં કરુણાની સરવાણી ફૂટી. જ્યાં સતી છે ત્યાં પહોંચે છે. તેવામાં દૂરથી કારમી ચીસ સંભળાઈ. જે દિશાથી અવાજ આવ્યો ત્યાં નજર કરી તો હાથીને આ તરફ દોડતો આવતો જોયો. સુરસુંદરીના સહાયે આવેલા સૌ જીવ બચાવવા આમ તેમ દોડી ગયા. સુરનું ત્યાં કોણ બેલી! સુરમાં બેઠા થવાની પણ તાકાત નથી તો ઊભી તો કેવી રીતે થાય? દોડી પણ કેવી રીતે જાય? સુરસુંદરી મહા મહેનતે હી સહી શક્તિ ભેગી કરી બેઠી તો થઈ. તોફાને ચડેલો હાથી વિકરાળ છે. સ્વરુપ જેને જોતાં જ સૌના હાંજા ગગડી જાય એવો આ હાથી રસ્તાની ધૂળ રેતીને ઉડાડતો સુરસુંદરી જ્યાં બેઠી છે તે તરફ જ ધસી આવે છે. સુર તરફ ધસી આવતા હાથીને જોઇને દૂરથી ચિચિયારી પાડીને કહેવા લાગ્યા, “રે બાઈ! ઝટ ઊભી થા! હાથી જો તારા તરફ જ આવે છે”. સુરસુંદરી સભાન હતી. મહાવતો અને સુભટો હાથીને કાબુમાં લેવા ઘણાજ પ્રયત્નો કરવા છતાં હાથી કાબૂમાં બિલકુલ આવતો નથી. કિનારે ઊભેલા લોકો બૂમાબૂમ કરી રહ્યા છે, “રે બાઈ! દોડી આ હાથી હમણાં તારા સોએ વર્ષ પૂરા નાખશે હમણાં તને કચડી નાખશે.” સુરસુંદરી અશક્ત હતી. ડગલુંય દૂર ખસી ન શકી. ભય થી કંપી રહી છે. આંખ આડા કાન દઈ દીઘા. મુખમાંથી ક્રોઘની જવાળા અને લાલઘૂમ નેત્રે હાથી સતી સામે જોઈ રહ્યા છે. સતીની પળવારમાં આંખ ખૂલીને ભયંકર દ્રશ્ય જોતાં આંખ મીચી દીધી.
સતી ધડક ધડક છાતીએ શ્રી નવકાર મહામંત્રને ગણવા લાગી અને પોતાના કર્મને સંભારવા લાગી. ત્યાં તો હાથીએ સુરની કમરે સૂંઢ વીંટાળી લીધી. સતીએ પોતાની અંતિમ ક્ષણ જ સમજી લીધી. ક્ષણવારમાં અમરની યાદ આવી ગઈ, રે અમર! તારો શો વાંક! મારા બાંઘેલા કર્મે જ મને દુઃખની ગર્તામાં નાખી છે. નમો અરિહંતાણે- આટલા શબ્દો સતી બોલે તેટલી વારમાં તો હાથીએ સતીને કુલના દડાની જેમ આકાશમાં ઉછાળી. કિનારે ઉભેલા લોકો એક દશ્ય જોઈ
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૮૬