________________
વર-પણે દુઃખમાંહિ, શીયલે પરાક્રમી રે- કે- શી. બીજા ખંડની ઢાલ, કહી એ સાતમી, રે- કે- ક. પુષ્ટાલંબન રુપ, ફલક કરમાં ધરો રે- કે - ફ. સુરસુંદરી પરે ભવિયણ, ભવજલ નિસ્તરો રે- કે- ભ. ૧૭
ભાવાર્થ :
શેઠના સહારે, વહાણમાં બેઠેલી સતીના કેટલાક દિવસો સુખમાં ગયા. વળી પાછા અશુભ કર્મના આંચળા સતી ઉપર ઉતરી આવ્યા. જયારથી શેઠે સુંદરીને જોઇ ત્યારથી ભારેલા અગ્નિ વધુ કામથી પીડાએલો હતો. સતી પણ શેઠના હાવભાવથી સમજી ગઇ હતી કે એક દિવસ મારે માટે ખરાબ આવવાનો છે. તેથી સાવધાન થઈને જ વહાણમાં રહેલી છે. ને પળે પળે શ્રી નવકાર મહામંત્રના જાપ ચાલું છે. સતીને અવિહડ શ્રદ્ધા છે કે મારા શીલનું રક્ષણ ધર્મ જ કરશે.
કામાંધ બનેલો શેઠ સુંદરી પાસે નયનોને નચાવતો નચવતો આવે છે. સતી સમજી ગઇ. હવે મારે ખૂબ જ સાવધ રહેવું પડશે. બીજા પણ ઘણા વહાણો હતા. પણ સતી સમુદ્રમાં બીજે જાય પણ કયાં? આપેલા વચનને ભૂલી ગયો. નિશ્ચ આ શેઠ વિશ્વાસઘાતી નીવડશે. આપેલા વચનને પણ પાળશે નહિ.
હાથીના કાનની જેમ, પીંપળના પાંદડાની જેમ શેઠનું ચિત્ત ચકડોળે ચઢયુ છે. વાસનાનો કીડો એવો સળવળ્યો છે કે અન્ન પાણી પણ ભ વતાં નથી. નિદ્રા પણ હરામ થઇ ગઇ છે. સુંદરીને મેળવવાની ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી શેઠનું ચિત્ત ઠેકાણે આવે તેમ નથી, કર્તાપુરુષ કહે છે કે જગતમાં આઠને ઊંઘ આવતી નથી. (૧) મોટા કુટુંબવાળો અથવા ઘણા સંતાનવાળો (૨) સ્વજનનો વિયોગી (૩) રોગિસ્ટ (૪) વિદ્યાર્થી (૫) ધનનો લોભી (૬) ક્રોધી (૭) સ્ત્રીવિયોગી (૮) તરુણ સ્ત્રીના રસમાં રકત- આ આઠેય કયારેય સુખની નિંદ્રા પામી શકતા નથી. ' વળી પાણીથી ભરેલા તળાવ કે સરોવરને છોડીને કાગડો પાણીના ઘડામાં ચાંચ બોળે. ઘુવડ દિવસે જોઇ શકતી નથી.
| કાગડો રાત્રિને વિષે કશું જ જોઈ શકતો નથી. તે કરતાં તો કામાંધ માણસો તો રાતે કે દિવસે જોઇ શકતા નથી. કામાંધ બનેલા શેઠની આ દશા થઇ છે. શેઠના શરીરરૂપી મંદિરમાં વિકરાળ એવા વાસનાની ભયંકર વિરહ ઝાળભરી છે. તે વિરહઝાળને સમાવવા, શાંત કરવા, લજજાને નેવે મૂકીને સતી સુંદરીને કહેવા લાગ્યો, હ, સુંદરી! તારા હૃદયને વિષે જરાયે દુ:ખને ધારણ કરીશ નહિ હે ગુણવતી ! તારા પ્રબળ પુણ્યથી હું તને મળ્યો છે. તો મારી સાથે પાંચેય વિષયોના સખને મ ગવ, મારા ધનમાલ, આ વહાણો. બધું જ તારું છે. હું તો તારા ચરણનો દાસ છું. મારા ધનદોલતની તું સ્વામિની છે. મારી સાથે મન મૂકીને સ્વચ્છા મુજબ સઘળો યે પ્રકારના ભોગો ભોગવી લે.
કામાતુર બનેલા શેઠના વચનો સાંભળી, સતીને ઘણો આઘાત લાગે છે. શેઠની બધી જ વાત કળી ગઇ. મન સાથે વાત કરીને નિર્ણય કરી લીધો. હે આત્મા! સાવધાન. ઉપર આભ, નીચે ધરતી, વળી આજુબાજુ જળબંબ આ વાણિયો શીલ સાચવવા નહીં દે, શીલને માટે પ્રાણની આહુતિ આપવી પડશે. તો તું એ રીતે તૈયાર રહેજે. ત્યારબાદ શેઠને કહેવા લાગી- હે નરોત્તમ! તમે આ શું બોલો છો. દીકરી ગણીને મારો સ્વીકાર કર્યો. હું પિતા સમજીને તમારી સાથે આ પ્રવહણમાં આવી. અને હવે આ રીતે મારી સાથે વર્તન કરતાં શરમ નથી આવતી? વચન આપીને હવે કેમ ફરી જાઓ છો? તમે તો સમાજમાં વેપારના ધોરણે મોટા વ્યહવારિયો-વડા કહેવાઓ છો. વચનની કિંમત તો રાખો. શા માટે વચન તોડી રહ્યા છો. વળી પરસ્ત્રીની ઇચ્છા કરવી એ મહાપાપ છે. અને આ પાપ ભવોભવ ડુબાડે છે. હે મુરખ! હૈયે વિમાસો - વિચારો. તમારી પોતાની બુદ્ધિએ વિચારો. પૂર્વકાળમાં પણ સતીઓના શિરે ઘણાં જ કષ્ટ પડયા. છતાં મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)