________________
વાસ્તવિક રસ અર્થવાળો પણ હોવું એ છે, વળી “અસ્થમંત’નો અર્થ “આથમતો” પણ થાય છે કે જે આથમતો સૂર્ય ચકવાને દુઃખ દેનાર થાય છે કારણ કે સૂર્ય આથમતાં ચકવા-ચકવીનો વિયોગ થઇ જાય છે. તથા “અસ્થમત” એટલે અર્થવાળો-ધનવાળો-ધનવાન પુરુષ જ અસતી તથા વેશ્યાને પ્રિય હોય છે.
કુંવરીનો જવાબ સાંભળી રાજા ઘણો જ પ્રસન્ન થયો. પ્રજાજનો પણ ઘણા આનંદિત થયા. સભા સમક્ષ લેવાયેલી પરીક્ષામાં બંને વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. લોકો પણ પોતપોતાના ચિત્તને વિષે ચમત્કાર પામ્યા, આશ્ચર્ય ગરકાવ બની ગયા. કેવી પુણ્યાઇ? બુદ્ધિનિષ્ણાંત બંને વિદ્યાર્થીઓને ઘણા ઘણા ધન્યવાદ આપ્યા. અંતરના આશીર્વાદ દેતાં સભા ધીમે ધીમે વિસર્જન થઇ.
મહાસતી સુરસુંદરીનો રસદાયક રળિયામણો આ રાસ - તેની આ છઠ્ઠી ઢાળ, હે શ્રોતાજનો! તમે સૌ એકચિત્તે સાંભળો.
પ્રથમ ખંડે છઠ્ઠી ઢાળ સમાપ્ત
(દોહરો) અધ્યાપક આણંદિયો, નિજ શ્રમ સફલો થાય; ઇભ્ય નરેશર હરખિયા, સજજન સર્વે સુખ પાય. ૧ ભૂપે પંડિત બહુ પરે, સંતોસ્યો ધરી નેહ; સભા વિસરજી તતખિણે, પહંતા નિજ નિજ ગેહ. ૨ 'આઠ વરગ મહિલા કલા, કુશલ હવી શુભવાસ; દેખી વિધુ અંબર ફિરે, કરવા કલા અભ્યાસ. ૩ તે દેખી નૃપ રાગથી, વર ચિંતા દિનરાત;
એક દિવસ રાણી પ્રત્યે, રાય કહે તે વાત શ૪ ૧-આઠનો વર્ગ-૬૪ થાય, તે સ્ત્રીઓની ૬૪ કલાસ ૨-ચંદ્ર, ૩-આકાશ ભાવાર્થ :
રાજાની સભાએ લેવાયેલી પરીક્ષામાં પોતાના બંને વિદ્યાર્થીઓએ રાજા અને પ્રજાને આનંદ કરાવ્યો. જાણી અધ્યાપક ઘણાં જ રંજિત થયા. બંને વિદ્યાર્થીઓને ભણાવવામાં કરેલો પુરુષાર્થ શ્રમ સફળતાને પામ્યો. રાજા પણ આનંદ પામ્યા. પરિવાર આદિ પણ ઘણા ખુશ થયા, રાજા પંડિતોને બહુમાન આપીને ઘણી ભેટો આપી. નેહપૂર્વક મોટું દાન આપીને સંતોષ્યા. ત્યારબાદ સભાને વિસર્જન કરી ને સૌ પોતપોતાને સ્થાને પહોંચ્યા.
બંને વિદ્યાર્થીઓ પોતાના અધ્યાપકને પગે લાગી, રાજાને પણ પ્રણામ કરી, શ્રેષ્ઠીને પણ હાથ જોડી પ્રણામ કરી સ્વસ્થાને પહોંચ્યા. શ્રેષ્ઠીપુત્ર પિતા સાથે હવેલીએ જવા નીકળ્યો. રાજકુંવરીએ પણ સ્ત્રીઓની ૬૪ કળાને આત્મસાત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૩૫