________________
સુરસુંદરીનો રાસ રસાલ, વીર કહે એ સાતમી ઢાળ,
સાંભળી શ્રોતા થિર ચિત્ત કરજો, ઉકિત સુયુકિત ચિત્તમાં ધરજો. સા... ૨૩ ૧-કામદેવ, ૨-ઉજવલ, ૩-પ્રશંસનીય મુખ, ૪-ચન્દ્ર, પ-ઓછા ભારવાળા, ૬-ચંદ્ર તથા સૂર્ય સમાન, ૭
સૂર્યમંડળ, ૮-સિંહ, ૯-દેવ, ૧૦-ઈન્દ્ર, ૧૧-બ્રહ્મા, ૧ર-બ્રહ્મા ભાવાર્થ
એક સવારે રાજા પોતાના મનની વાત રાણીને કહે છે, હે કામિની! તું મારા મનને મોહ પમાડનારી છે. હે વહાલી! તું મારી વાત સાંભળ. પતિની વાત સાંભળીને આશ્ચર્ય પામતી રતિસુંદરી પણ આતુરતાપૂર્વક પતિ સામે જોઈ રહી. રાજા કહે છે. હે દેવિ! આપણી આ બાળા બાલ્યાવસ્થા છોડીને હવે યુવાવસ્થાને પામી છે. આપણે ઇચ્છતા હતા તે અભ્યાસ કળાઓ વગેરેમાં આગળ વધે. પણ આપણા મનના ઉછરંગથી અધિકતર આ બાળાએ પ્રવીણતા મેળવી છે. ભણવા સાથે વિવેક, વિનય અને વિશાળતાને વિકસાવ્યા છે. શાસ્ત્રના અર્થને કરતી, વિનોદ કરાવતી, તેના ચાતુર્યપણા આદિ ગુણોનો પાર નથી. સમગ્ર શાસ્ત્રનો અભ્યાસ આત્મસાત્ કર્યો છે. જેમ જેમ યૌવનપણાને પામતી જાય છે તેમ તેમ તેનામાં રુપ પણ અનેકગણું વધતું જાય છે. તેના રુપ આગળ અપ્સરા પણ પાણી ભરે છે.
કવિ પણ આ બાળા માટે ઉપમા આપતા કહે છે, કુંવરી કેવી છે? સાક્ષાત કામદેવની રાજધાની - સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વીતળને વિષે ન આવી હોય? તેવી શોભતી હતી. આ બાળાના હોઠ પરવાળા જેવા હતા. પ્રશંસનીય મુખ ઘણા ગુણોથી શોભતું હતું. જાણે સાક્ષાત્ બીજો ચંદ્રમા ન હોય? મુલ્યવાન કળશ જેવા તેણીના બંને કુચફળ-સ્તન શોભતા હતા. આકાશમાં ચંદ્રમાં પણ તેના મુખને જોવા માટે ભમ્યા કરે છે.
સોળે કળાએ ખીલેલી સુંદરીના વાદ કરવાને શુકલપક્ષે ચંદ્રમા ભમતો ભમતો પૂર્ણિમાએ પૂર્ણ કળા સહિત ખીલે છે. તેના કરતાં વધારે ખીલવા માટે પોતાની શકિત ન હોવાને કારણે વિષાદને ધરતી પુનમ પછી દિવસે દિવસે વિદ પખવાડિયે] લઘુતાને પામતો ક્ષીણ થતો જાય છે. તેની આગળ કુંવરી વધુ ને વધુ ખીલવા લાગી છે. જયારે ચંદ્રમા ખેદ પામીને ક્ષીણ થતો જાય છે. કુંવરીના બંને કાને હળવા બે કુંડલ સાક્ષાત સૂર્ય અને ચંદ્રમાની જેમ શોભતા હતા. તે
ગળામાં પહેરેલો નવસેરો હાર જાણે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા આદિ જયોતિષ પરિવારો તેમાં આવી વસ્યા ન હોય તેમ લાગતું હતું. કુંવરીની આંખો હરણ જેવી હતી. તેને જોઇને માર્ગમાં જતાં આવતાં મનુષ્યો થંભી જતા હતા. વળી તેણીના નેત્રો જોઇને મૃગલો ભાગી જઈને ચંદ્રના વિમાનમાં જઇને સંતાઈ ગયો. નાક-નાસિકાએ મોતીની સળી પહેરી છે. માથાના કેશકલાપ કમર સુધી લટકી રહ્યા છે. સુરસુંદરીની કટિમેખલા અતિશય સુંદર હતી. જેને જોઇને વનનો રાજા સિંહ શંકા લાવીને જંગલમાં ચાલ્યો ગયો. વળી તેના ચરણ, કમળની નાળ સરિખા હતા. તે જોઇને કમળની નાલે પાણીમાં વસવાટ કર્યો. ચરણ થકી ચાર આંગળ ઊંચો ચોયણી ચિણિયો-ઘાઘરો] લાલ વર્ણનો પહેર્યો હતો. આવા પ્રકારની શોભતી કુંવરીના રુપની રેખા જોતાં દેવલોકના દેવોની આંખો સ્થગિત થઈ ગઈ. તેથી તેઓ અનિમેષ નેત્રવાળા બન્યા. ઇન્દ્ર મહારાજે આ સુંદરીને જોવાને હજાર નેત્ર કર્યા. બ્રહ્માએ પણ આ રુપવાન મારીકુંવરીના શુભ ગુણોની સ્તવના કરવા ચાર મુખ કર્યા અને તેના ગુણને સાંભળવા આઠ કાન કર્યા. સાક્ષાત જંગમ મોહન વેલડી શોભતી હતી. ચાલતી હતી તો જાણે ગજપતિ ચાલે, રાજહંસ જેવી ગતિ હતી. તેણીની યૌવન વયરુપ સખી તેના સન્મુખ જોયા જ કરતી હતી અને યૌવનપણા પામેલી પુણ્યપનોતી પુત્રી કંઈ અવનવી રમતો રમતી હતી. આવી મદભર યૌવનપણાને પામેલી આપણી રાજકુમારીને હે દેવિ! આવી પુત્રીને જોયા પછી મને એના વરની ચિંતા ઘણી થાય છે. આ જગમાં
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૩૮