________________
શક જાતિનું મૂળ. વ્યવસ્થિત રીતે રાજનૈતિક ને સામાજિક બંધારણને આધીન રહી શાંતિથી સ્થાયી જીવન ગુજારતી થઈ ગઈ હતી. તે પ્રજા આ ભટકતી ટેળીઓથી પરિચિત હતી.
હૃણલકેથી તેને ત્રાસ થતું હતું, તેમના જાનમાલને નુકશાન થતુ અને તેમની સાથે વારંવાર લડાઈમાં ઉતરવું પડતું એટલે તે લોકોના હુમલાઓથી ને ભયથી બચવા માટે અને પ્રજાનું સારી રીતે રક્ષણ થઈ શકે એ શુભ આશયથી ત્યાંના રાજા શીહુઆંગ-તીએ ઈ. પૂ. ૨૪૬-૨૧૦ ના અરસામાં ચીનના ઉત્તરભાગમાં સમુદ્ર કિનારાથી કાનસે પ્રાંત સુધી એક મોટી દીવાલ બંધાવવાનું શરૂ કર્યું. જે દીવાલ આજે ઇતિહાસમાં દુનિયાના આશ્ચર્યમાંનું એક આશ્ચર્ય બની રહી છે. તે દીવાલ એવી તે મજબૂત બનાવવામાં આવી કે કેઈપણ વિપ્લવકારી દળ તેને તોડી શકે નહીં તેમ કઈ અંદર ઘુસી પ્રજાને રંજાડી શકે નહીં. આ ઘટનાઓ-ચીની દીવાલની બનાવટે દુનીયાના અને ખાસ કરીને એશિયાના ઈતિહાસમાં ભારે ઉથલ-પાથલ મચાવી દીધી છે.
જ્યારે આ દીવાલ બંધાવ્યું ત્યારે હણુ લોકો વિગેરેની ભટકતી ટેળીઓ સંકડામણમાં આવી. તેઓ આ દીવાલ અને દરીયા કિનારાની વચ્ચે વચ્ચે આવી પડ્યા એટલે ઘાસચારો ને સાધન સામગ્રી મેળવવા માટે તેમને બીજુ સ્થાન શોધવાની જરૂર પડી. એથી તેઓએ એ પ્રદેશમાંથી નિકળી કાનપ્રાંતને છેવાડે વાયવ્ય ભાગ તરફ ચાલવા માંડયું.
આ હલેકની કૂચ ઈતિહાસમાં કેવા પરિવર્તન કરે છે અને તેના આઘાત પ્રત્યાઘાત કયાં સુધી લાગ્યા છે તે આપણે આગળ જોઈશું.
કાનપ્રાંતની એક ધાર તિબતમાં સિકિયાં સુધી વધેલી છે. તેની પશ્ચિમે એક હિસ્સામાં બહુ પ્રાચીનકાળમાં તાહીયા નામની જાતિ રહેતી હતી. અને એજ પ્રદેશમાં નીયા અને ચર્ચનનદીઓનાં કાંઠાઓમાં યુઈશિ જાતિ પણ રહેતી હતી.
યુઈશિજાતિ એ ભારતના પ્રાચીન ગ્રંથમાં જંત્રષિકજાતિ તરીકે વિખ્યાત છે. પ્રાચીન લોકે તેને ત્રહષિકજાતિ તરીકે ઓળખતા હતા. તેને અસિ, અસિયાન, ઉષિ કે યુશિ લેકે પણ કહેવામાં આવતું હતું.
* “મહાભારત” ના “ સભાપર્વ' માં અર્જુન ના “ ઉત્તરદિગ્વિજય” ના પ્રસંગમાં આ ષિક જાતિનો ઉલ્લેખ છે. એથી તો એ પણ મળી આવે છે કે તે લોકો પોતાના મૂળ ઘરમાં હતા ત્યારથી જ ભારતીય લેકે તેને જાણતા હતા. કારણ કે મહાભારતનું આ વર્ણન ઈ. પૂ. ૧૬૫ પહેલાનું છે.
બીજી હકીકત આથી એ સાબીત થાય છે કે તવીમ નદીના કાંઠા ઉપર ભારતીય લોકોને પ્રવેશ બહુ પ્રાચીન કાળ–અશોકના સમયથી શરૂ થઈ ચૂકયો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com