Book Title: Mahakshatrap Raja Rudradama
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 96
________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં. નોટમાં જણાવ્યું છે કે –તેણે કૂવા, તળાવ, વાવ બંધાવ્યા હતા, પરંતુ પરિશિષ્ટ પર્વ વાંચતા તેમાંથી ન તો કુવા, ન તે તળાવ, કે ન તે વાવ બંધાવ્યાને ઉલ્લેખ મળે છે. ન જાણે ડૅ. શાહે કયું દૂરબીન લગાવીને વાંચ્યું હશે તે તેઓજ જાણે. પ્રસ્તુત પુસ્તકના લેખક વિદ્વત્સમાજમાં અણમાનીતા થઈ પડ્યા હોય અને તેથી ઉકળી જઈ વિદ્વાન ઉપર આક્ષેપ મૂકતાં પોતે ત્રીજા ભાગમાં એક સ્થળે લખે છે કે– .....પણ જણાવવાનું કે નામાંક્તિ વિદ્વાને જે કાંઈ તર્ક વિતર્ક કે કલ્પના કરે, પછી ભલે તે બહુજ વિચિત્ર હોય છતાં તેને વિદ્યાના એક અંશ તરીકે જ સર્વે વધાવી ત્યે છે. જ્યારે કોઈ સામાન્ય માણસ ભલે સત્યપૂર્ણ અને પ્રમાણિક આધાર સાથેની વાત રજુ કરે, તો પણ જે તે રજૂઆત પૂર્વબદ્ધ મંતવ્યથી ભિન્ન પડતી હોય, તો તે સૂચનને આદર મળવો તે એક બાજુ રહ્યો, પણ ઉલટું તેને તોડી પાડવાનો પ્રયત્ન કરાય છે અને હાસ્યપાત્ર બનાવાય છે. આ ગ્રંથના લેખક તરફ વિદ્વાનોને આવો વર્તાવ તે સામાન્ય થઈ પડ્યાનું માલુમ પડયું છે. પ્રા. ભા. 3/358 સત્યપૂર્ણ ને પ્રામાણિક આધારવાળી વસ્તુ ગમે તે રજુ કરે તેને આદર ને સન્માન મળે છેજ. પૂર્વબદ્ધ મંતવ્યોથી ભિન્ન પડે તો પણ શું થયું ? જે વાસ્તવિક હકીકત છે તેને સહુ કેઈ સ્વીકારે છે. પરંતુ તેની પાછળ ઘટના અને પ્રમાણેને આધાર હોવો જોઈએ. જયસ્વાલ આદિ ભારતીય વિદ્વાનોએ આજે અપૂર્વ માન મેળવ્યું છે. પ્રમાણિક આધારે આપી ભલભલા યૂરોપીઅન ઈતિહાસવેત્તાઓને આશ્ચર્યમાં નાખ્યા છે. પરંતુ તેમના વિચારો અને વસ્તુઓ પાછળ ગૂઢ અન્વેષણ અને સચોટ હકીક્તનું બળ હતું. કેવળ કલ્પનાઓ કે વિતર્ક, કુતક ન હતા. ઇતિહાસમાં સામાન્યજ્ઞ વિશેષજ્ઞનો ભેદ નથી, નાના કે મોટાને પક્ષપાત નથી. ઈતિહાસની કેઈપણ સત્ય હકીકત કેઈથી તેડી શકાતી નથી, જે બન્યું છે તે “ન બન્યું” થતું નથી–થઈ શકતું નથી. પરંતુ આભાસને ઈતિહાસ તરીકે રજુ કરવામાં આવે કે મનઘડંત કલ્પનાના ઘડા કુદાવવામાં આવે તે તેને આદર ન મળે અને હાસ્યપાત્ર પણ લેખાય તે સ્વાભાવિક છે. ઈતિહાસના પુસ્તક ઘણું લખાયાં, ઈતિહાસના વિદ્વાને પણ ઘણું છે છતાં તેમની તરફ નહીં અને પ્રસ્તુત ગ્રંથના લેખક તરફજ વિદ્વાનોને ટીકા કરવાનો અવસર શામાટે? તેમનીજ તરફ વિદ્વાનોને અણગમો શામાટે થાય? અને થાય તો તેમાં વિદ્વાનને દેષ કાઢવો કે તેમના તરફ ટીકા કરવી જરૂરી નથી-વ્યાજબી નથી. ઈતિહાસ કેઈને તેડી પાડવાની કોશીશ કરતો નથી અને ગમે તે માન્યાતા પણ ઐતિહાસિક હકીકતો ઉપર વિતર્ક કે કુતર્ક કરવા જાય યા કલ્પના દેડાવવા જાય તે તેને પણ ઈતિહાસ સાંખી શકો નથી. તે તો કેઈપણ જાતની ભેળસેળ વગરની હકીકત જ માગે છે અને એવી હકીકત જે રજુ કરે–પછી તે સામાન્ય હોય કે વિશેષજ્ઞ હોય–તેને આદર ને સન્માન જ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 94 95 96